રક્ષા બંધન – ફીરસરા
Side A –
– રક્ષાબંધન શાસ્ત્રીય અને લૌકિક પર્વ છે. આજના દિવસે જનોઈ ધારણ કરનારાઓ જનોઈ બદલે છે. એને આપણે યજ્ઞોપવિત પણ કહીએ છીએ. પ્રાચીન કાળમાં સૌથી વધારેમાં વધારે ગુણ કૃતજ્ઞતા હતો, એટલે ઉપકારને ન ભૂલવું તે. @5.32min. ભષ્માસૂર અને વિષ્ણુનું મોહિની સ્વરૂપનું ઉદાહરણ. @13.28min. સમાજ ઘડતરનો પહેલો ગુણ કૃતજ્ઞતા તમારા જીવનમાં વણાઈ જાય એટલે આ જનોઈ બનાવી છે. એમાં ત્રણ તાંતણા છે અને પ્રત્યેક તાંતણાની અંદર ફરી પાછા ત્રણ તાંતણા છે. આ ૯૬ મુષ્ટિ પરિમિતી એની લંબાઈ છે અને એના ઉપર ત્રણ બ્રહ્મગાંઠો છે. ત્રણ તાંતણાજ કેમ રાખ્યા છે તે વિશે વધુ આગળ સાંભળી લેવું. @19.15min. એક ડોશીની હોસ્પીટલમાં પંખા મુકવા વિશેની વાત. તમારી ભક્તિને ભગવાનના માધ્યમથી માનવતા તરફ વાળો. એક જગ્યાએ ઠાકોરજીના ભોગ માટે રોજનું ૨૦ મણ ઘી વપરાય છે. કાશીમાં અન્નકુટના દિવસે ઠાકોરજીના તરફ ઇંટો મુકેલી હતી. @27.54min. પેટલાદના સ્મશાનમાં ૧ રૂપિયામાં ૧૧ મન લાકડાની વ્યવસ્થા છે. એક ગામમાં પાણીનું બીલ એકજ વ્યક્તિ ભરી દે છે. આ જળ દેવતાનું ઋણ અદા કર્યું કહેવાય. આ પાંચે દેવોના ઋણ અદા કરવા એક તાંતણો બનાવવામાં આવ્યો છે. જે સમાજને હંમેશા મૌલિક ચિંતન આપે એનું નામ ઋષિ. @32.09min. સમાજની એક રૂઢીની વાત. ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ કેમ થાય છે? પશ્ચિમવાળા દૂરબીનથી જોઇને નક્કી કરવા માંડ્યા. આપણે રાહુ અને કેતુની વાતો કરતા થયા. બ્રાહ્મણોની ચોરાસીની વાત. શીરામાં કુતરું પડ્યું અને પછી શું કર્યું તે સાંભળો. વિજ્ઞાનવાળાએ ગ્રહણ કેમ થાય છે તે બતાવ્યું અને ગ્રહણની આખી માન્યતા બદલાઈ ગઈ. @40.27min. ગુરુ પ્રથા અને આચાર્ય પ્રથા – પાટીદારના ગામની એક વાત. જે આચાર્યોએ તમારામાં વિદ્યા ઠાલવી તેને સમયે સમયે કંઈ આપી ઋષિ ઋણ અદા કરતા રહો. @46.04min. પિતૃ ઋણ – જે માં બાળકને ઉછેરવા શું નથી કરતી? એનું ઋણ માથા પર છે. જેને વરસો આપ્યો, જ્ઞાન આપ્યું, તમારો વિકાસ કર્યો એનું ઋણ અદા કરતા રહો.
Side B –
– હાઇસ્કુલનું ઉદ્ઘાટન ચાલુ. શાસ્ત્રકારે લખ્યું છે કે ઋષિ ઋણ, પિતૃ ઋણ અને દેવ ઋણ પૂરા થાય પછીજ મોક્ષની વાત કરવી. @2.44min. બીજા ભાગનું નામ છે લોક(લૌકિક) પર્વ. લોક પર્વમાં પુરુષ અને સ્ત્રી આ બંનેને પરમેશ્વરે એવી રીતે રાખ્યા છે કે હજાર ઝગડા કરો પણ એક બીજા વગર ન ચાલે. એક બીયા-બીબીનું દ્રષ્ટાંત. દામ્પત્યના બે અર્થ એક ૩૬ અને બીજો ૬૩ તે કેવી રીતે તે સાંભળો. @7.20min. નર-નારીના ત્રણ જાતના સંબંધો છે. માતા-પુત્ર, પતિ-પત્ની અને ભાઈ બહેન. જે સ્થાન બહેનને હિંદુ સંસ્કૃતિમાં મળ્યું છે તે સ્થાન કોઈ બીજી સંસ્કૃતિમાં મળ્યું નથી. બહેન સાથેનો સંબંધ આપણી વિશેષતા છે. કેમ? તમે નાના હતા ત્યારે તમને તેડી તેડીને ફરતી, કેડ માંથી નીચે નહિ ઉતારે, કોઈ માંગે તો રડવા બેસે, ઘોડિયામાં નાખીને ભાઈના નામના હાલા ગાય. આપને ત્યાં ભાઈ માટે “વીર’ વીરા શબ્દ વપરાય છે. જે બહાદૂર હોય તેજ વીર બને. કન્યા મોટી થાય એટલે સાસરે મોકલવી પડે. કન્યાને જીભ ન હોય, ગમે ત્યાં આપો ઉફ ન કરે. કન્યાદાન એ કંઈ દાન દેવાની વસ્તુ નથી. ઘણી વાર તમે અત્યંત સોનું જોઇને સંબંધ બાંધ્યો હોય પણ કથીર નીકળે. ઘરમાં હોય એટલા બધાજ કસાઈ હોય, તો કન્યાનું શું થાય? સંયુક્ત કુટુંબ સારું છે પણ એના ભયંકર દોષો છે. ગભરુ કન્યા ૧૫ વર્ષની વયે માં બની ગઈ હોય, આવી નાની બાળકી દુનિયાનું કશું ભાન નહિ અને એના ઉપર દુઃખના ઝાડ ઊગ્યા હોય તો શું કરે? એટલા માટે ભાઈ અને બહેનના સંબંધના બે પર્વ રાખ્યા, એક ભાઈ બીજ અને બીજો રક્ષા બંધન. ભાઈ બીજના દિવસે વર્ષમાં એક દિવસ ભાઈ બહેનને ત્યાં એટલા માટે જાય કે તું જો કે તારી બહેનને ત્યાં એક લોટનો ડબ્બોયે નથી. એક દિવસ બહેન ભાઈને ત્યાં રાખડી બાંધવા આવે. આપણી સંસ્કૃતિમાં ભાર મૂકવામાં આવ્યો છે કે બહેન-ભાણેજાઓને તો આપવાનુંજ. @16.23min. એક ગામમાં હોસ્પિટલના એક વોર્ડનું ઉદ્દઘાટન. દીકરીના નામે શા માટે વોર્ડ કર્યો તે દરેક માં-બાપ અને ભાઈઓ સાંભળે. દુઃખી થયેલી દીકરી ક્યા જાય? ક્યાં તો કુવામાં કે ક્યાં તો અસામાજીક તત્વો ખેંચી લઇ જાય, કે રીબાઇ રીબાઈને મરે.@20.19min. એટલે આ લોક પર્વ ભાઈ બહેનને, ન ભૂલે એટલા માટે છે. ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય “પારેવડા જાજે વીરાના દેશ” અને કહેજે તારી બહેનની ખબર તો લે. બહેન જયારે કુવા ઉપર પાણી ભરવા જાય ત્યારે ગામના રસ્તા તરફ જોયા કરે કે મારો ભાઈ જરૂર આવશે. “પાપડ શેક્યોરે વીરા પૂનમ જેવો ચંદ, બાર બાર વર્ષેરે વીરા માથાલીયા ઓળ્યા, તેરમાં વર્ષે તે તેલ નાખ્યું” પછી બહેન છેલ્લી ઘડીએ પહોંચે ત્યારે કોઈ સંદેશો પહોંચાડે કે બહેનનું મોઢું જોવું હોય તો પાણી પીવા પણ ઊભો રહીશ નહિ. ઓથ વિના સ્ત્રી જીવી શકે નહિ. સંદેશો આપનારે કહ્યું કે તારી બહેન કસાઈ ખાને છે. ગામવાળા થકી ખબર પડી કે બહુ મોડું થઇ ગયું, તમારી બહેન હવે નથી. આવું ન થાય એટલા માટે રક્ષા બંધન પર્વ રાખ્યું છે. બહેનને હુંફ રહે કે હું એમને એમ એકલી નથી મારા ભીમ જેવા ભાઈઓ છે. @26.54min. સજ્જનો આજે રક્ષા બંધનું પર્વ છે, એના બંને પક્ષો શાસ્ત્રીય અને લૌકિક પક્ષો સમજી દરેકે પોતાની શક્તિ પ્રમાણે ત્રણ ઋણ અદા કરે, તમારી બહેન હોય તો ફોટો જરૂર રાખવાનો, માતા-પિતાનો ફોટો પણ રાખવાનો. બહેનને સારામાં સારું જમાડવાનું, સારામાં સારી સાડી આપવાની. અભાર વિધિ. હરિઓમ તત્સત. @32.22min. સ્વામીજીના કંઠે ગવાયેલું ભજન @35.47min. આપણું જીવન અને કુદરતનો પ્લાન. @43.28min. हिंदी फ़िल्मी गीत – भैया मेरी राखीके बंधनको निभाना, मेरे भैया, मेरे चंदा, मेरे अनमोल रतन – श्री मति लता मंगेशकर – आशा भोंसले.
Leave A Comment