[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]
AMARILLO – TX
Side 3A –
– ચિત્તની વૃત્તિના નિરોધનું નામ છે યોગ. નિરોધ કરવો તો કેવી રીતે કરવો? સાધના શરુ. શાસ્ત્રકાર જે શક્ય હોય તેનીજ સાધના બતાવે. જે શક્ય ન હોય એની સાધના ન હોય, જેની સાધના ન હોય એના માટે શાસ્ત્ર ન હોય. બેજ સાધનો બતાવ્યા, વૈરાગ્ય અને અભ્યાસ. @6.15min.સત્સંગ કોણે કરવો? જેને વૈરાગ્ય જોઈતો હોય એણે સત્સંગ તો જરૂર કરવો. જેણે સંયમથી જીવન જીવવું હોય, જેનું કોઇ ન હોય અને જે દુઃખીયારું હોય એમતો બધાએ કરવો. વૈરાગ્યનું બળ જેટલું વધારે એટલોજ વધારે અભ્યાસ કરી શકે. એકની એક ક્રિયાને સતત કર્યા કરવી એનું નામ અભ્યાસ. @14.17min. જે ઉતાવળા થયેલા હોય તે લાંબો સમય સુધી અભ્યાસ નથી કરી શકતા. નારદજીનું ઉદાહરણ. બીજો દિવસ – ચિત્તની વૃત્તિ, પુનરાવર્તન @22.54min.ચિત્તની વૃત્તિનો નિરોધ થાય ત્યારે જીવાત્માની શું સ્થિતિ થાય? ત્યારે દ્રષ્ટાનું પોતાના સ્વરુપમાં સ્થિતિ થાય. જીવાત્માની બે સ્થિતિ એક સ્વરુપ અને બીજી અસ્વરુપ વિશે સમજણ. @28.43min. એક માણસે મને પૂછ્યું, આત્મા છે, શું ખબર? ફીલસૂફી પૂર્વક સમજણ તે જરૂર સાંભળો. @32.27min. ઉપનિષદની આખ્યાયિકા – જનક અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે વાર્તાલાપ. સ્થૂલ નિરોધ અને સૂક્ષ્મ નિરોધ વિશે. @43.50Min. એક સ્વામિનારાયણના સાધુએ લખ્યું છે, સાધુ સાચો અનુભવ લખે છે, એણે લખ્યું છે કે હું તો બહુ નાનો હતો ને સાધુ થઇ ગયેલો એટલે સંસારનો મને કોઈ અનુભવ નથી. એક અનુભવ છે. એક વાર બહુ તરસ લાગેલી અને કુવા ઉપર કોઈ બહેન પાણી ભરતી હશે, ત્યારે મેં પાણી માગેલું, એટલે ઘડો કાઢી મારા કમંડરમાં પાણી નાંખતા નાંખતા મેં એની સામે જોયું, ત્યારે એણે આંખ નીચે કરી દોધેલી અને આજે વર્ષો પછી પણ જ્યારે હું ધ્યાનમાં બેસું છું ત્યારે એ બહેન અને થયેલો અનુભવ મારો પીછો નથી છોડતો, તો જેઓ રાત-દિવસ એમાંને એમાં રહેલા હશે એમનું ધ્યાન શું થતું હશે તે ભગવાન જાણે. એટલા માટે કળીયુગમાં ભગવાનનું નામ સ્મરણ, કીર્તન કરવાનું કહ્યું છે. યોગ બધા ન કરી શકે, થોડા આસનો શીખવા યોગ્ય છે. બાહ્ય નિરોધ અને અંતર નિરોધ વિશે.
Side 3B –
– પોતાના સ્વરુપમાં સ્થિરતા કરવા વિશે. બાહ્ય નિરોધ અને અંતર નિરોધ- જુના સંસ્કારોની ઉપેક્ષા કરી નવી ક્રિયા (અભ્યાસ) ચાલુ કરવી, માળા કે નામ સ્મરણ છોડવુ નહીં.
સત્વગુણ, રજોગુણ, તમો ગુણ એ ત્રણે ગુણો જેમ જેમ ચિત્તમાં ઉભરાયા કરે એમ એમ એની સ્થિતિ જુદી જુદી થયા કરે અને જ્યારે સ્મૃતિના સંસ્કરો દૂર થાય ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરુપમાં સ્થિર થાય ત્યારે તેને અનહદ આનંદ થાય. @3.23min. તમોગુણ, રજો ગુણ અને સત્વગુણ આવે તો તે કેવી રીતે આવે? @3.40min. નિરોધ દશા અભ્યાસ અને વૈરાગ દ્વારા સિદ્ધ થઇ શકે. યોગી હોય તે પોતાના સુખનો અનુભવ કરે અને જે ભક્ત છે એ પોતાના ઈષ્ટદેવનો સાક્ષાત્કાર કરે. @8.41min. બીજો દિવસ – નિરુદ્ધ દશા અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સિદ્ધ થઇ શકે. અભ્યાસ ક્રિયા છે. વૈરાગ્ય ગુણ છે. વૈરાગ્યના દ્વારા અભ્યાસ થાય. ક્રિયાના બે રૂપ – ભાવાત્મક અને અભાવાત્મક ક્રિયા વિશે.”नास्ति बुद्धिरयुक्तस्य….सुखं…(गीता २-६६). જેને ભાવના નથી તેને શાંતિ હોયજ નહીં. બુદ્ધિના જોરે કદી શાંતિ પ્રાપ્ત કરી શકાય નહિ.@11.23min. સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેક વિશે. રાધા-કૃષ્ણનું આખ્યાન કરતા હતા. એમને કહ્યું મહારાજ, હું બુદ્ધિના જોરે બહુ ઉડ્યો પરંતુ શાંતિ મળી નહિ, જીવન ભારે, બોજારૂપ થઇ ગયું. આસ્તિક બનેલા શ્રી કરસનદાસ રાધાકૃષણની ભક્તિમાં ઓતપ્રોત થયા. अगर है शौक मिलनेका….मुसल्ले पर उडाता जा…मनसूर. પેલા કરસનદાસ માણેકે મને કહ્યું હવે આ રાધા કૃષ્ણ મારા જીવનમાં એવા ઓતપ્રોત થઇ ગયા છે કે હું કોઈ દિવસ એ વિચાર નથી કરતો કે આ હોય કે ન હોય કે આ થાય કે ન થાય.@16.21min. શ્રીજી મહારાજ – દીનાનાથ ભટ્ટ, એકજ ઘટનામાંથી બે અભિપ્રાયો વિશે સાંભળો. @22.01min. વૈરાગ્ય શું કામ કરે? વૈરાગ્યથી સત્વ ગુણ વધે. સત્વગુણ વધે ત્યારે સંતોષ થાય એટલે સુખ વધે. સત્વગુણમાં દુઃખ હોયજ નહિ. રજોગુણ અને તમોગુણ વિશેસાંભળી લેવું. @32.09Min.આળસ અને પ્રમાદ વિશે. @47.38min.वाजिंत्र संगीत – रघुपति राघव राजा राम.
Leave A Comment