[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]
AMARILLO – TX
Side 2A –
@1.11min. હઠયોગમાં ક્રિયા હઠ પૂર્વક, પ્રકૃત્તિથી વિરુદ્ધ કરવાની હોય તે વિશે ખેંચરી ક્રિયા કરવાવાળાને અમૃતનો અનુભવ થાય એવું કહેવાય પણ આ બધી નેતિ, બસ્તી, ધોતી વિગેરે પ્રકૃતિની વિરુદ્ધની ક્રિયાઓ છે અને પતંજલિ યોગ સુત્રમાં આવી કોઈ ક્રિયા બતાવવામાં આવી નથી. @2.52min. રાજયોગનો પ્રારંભ. આ યોગ બધા કરી શકે છે એટલે એનું નામ રાખવામાં આવ્યું છે. દોઢ ડાહ્યાનું ઉદાહરણ. સાધનાના ક્ષેત્રમાં ડાહ્યા કે અડધા ડાહ્યા સારા પણ દોઢ ડાહ્ય નકામા. રાજ યોગ.રાજ યોગમાં આસન અને પ્રાણાયામ સિવાય કોઇ બીજી ક્રિયા બતાવવામાં આવી નથી, બધા લોકો કરી શકે પરંતુ ગુરુના અનુશાશનમાં રહેવા માટેની તૈયારી હોય તેને માટેજ આ યોગ છે. ચિત્તની વ્રુત્તિનો નિરોધ તેનું નામ યોગ. બીજો દિવસ – @15.00Min. યોગનો અર્થ. બે વસ્તુને મળવી આપવી એનું નામ યોગ. જે ક્રિયાના દ્વારા જીવાત્મા અને પરમાત્માને મેળવી દેવામાં આવે તેનું નામ યોગ. ચિત્તનો(અંતઃકરણ) અર્થ. આ યોગની પ્રક્રિયામાં પરમાત્મા જીવાત્માની પાસે આવશે કે જીવાત્મા પરમાત્મા પાસે જશે? બંગાળમાં એક ઉચ્ચ કોટીના સંતની વાત. “मै जानु हरि दूर है, हरि है ह्रदय मांय. आदि टाती कपटकी तासे दिखे नाय.”જીવાત્મા અને પરમાત્મા બંને એકજ ઘરમાં રહે છે. ચિત્તની વૃત્તિના નિરોધનું નામ યોગ. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારના સંયુક્ત રૂપને અંત:કરણ કહેવાય.અહીયા ચિત્ત અંત:કરણના અર્થમાં છે. આગળ ઘણી વાતો સંપૂર્ણ સાભળવાથીજ ખબર પડશે. @22.55min. એક નાસ્તિક સાયન્સના પ્રોફેસર વિશે. સંકલ્પ વિકલ્પ કરે તેનું નામ મન. @33.39min. મનની બીજી વ્યાખ્યા: જેના દ્વારા સુખ અને દુઃખની ઉપલબ્ધી થાય એનું નામ મન. મન પર સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણની અસરો. જે નિર્ણય કરે એનું નામ બુદ્ધિ. ચિત્ત એક બહુ મોટો સ્ટોરેજ છે. ચિત્ત તમારા અનુભવોને દ્રઢતા પૂર્વક સંગ્રહ કરે તે વિશે સાંભળો. @42.50Min. કુદરતની નકલનું નામ વિજ્ઞાન છે. એવી એક પણ વિજ્ઞાનની શોધ નથી જે કુદરતે પહેલે થી ન કરી હોય. @48.05min. ચિત્તની વૃત્તિઓ.
Side 2B –
– અહી અહંકાર છે એનો અર્થ થાય છે પોતાના અસ્તિત્વની સભાનતા.પોતાના અસ્તિત્વનું સતત ભાન રહ્યાજ કરે છે. આખી દુનિયા ખોવાતી હોય તો ખોવાય પણ ગાંડો માણસ પણ એમ નથી કહેતો કે હું ખોવાઈ ગયો છું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે મળીને એકરૂપ થાય એનું નામ છે અંત:કરણ. ચિત્તની પાંચ વૃત્તિઓ – ક્ષિપ્ત, વિક્ષિપ્ત,મૂઢ, એકાગ્રતા, નિરુદ્ધ અને આ વૃત્તિઓના નિરોધનું નામ છે યોગ. દરેક અવસ્થાની સમજણ. આ દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેનામાં થોડું ઘણું ગાંડપણ નહિ હોય. બીજો દિવસ – પુનરાવર્તન – @14.35min. બે પ્રકારની વિક્ષિપ્ત અવસ્થા વિશે. તમારા જીવનનું પૂરું નિયંત્રણ તમારા પોતાના હાથે થઇ શકે એમ નથી. આ એક વાસ્તવિકતા છે. જયારે તમે ગફલતમાં હોવ ત્યારે તમે તમારી જાતને નિયંત્રણમાં રાખી ન શકો એવી સ્થિતિમાં હોવ ત્યારે તમારું કોઈ નિયંત્રણ કરે એવી કોઈ સમર્થ શક્તિ હોય તેને તમારું નિયંત્રણ સોપો. એમાંથી ભક્તિ માર્ગ શરુ થયો. @18.02min. તુકારામના અભંગ વિશે. તુકારામે ભગવાનને પૂછ્યું કે હું કર્મ સારા કરું અને ભક્તિ ન કરું તો મારી સદગતી થાય કે દુર્ગતિ થાય? ભગવાને કહ્યું સદગતી થાય, કારણકે હું તો કર્મને આધિન છું. ફરી પાછું એનાથી ઊલટું પૂછ્યું તો ભગવાને કહ્યું દુર્ગતિ થાય. તુકારામ કહે તો મારે તારા ભજન કરવાની શી જરૂર છે? ભગવાન કહે છે હું ક્યા કહું છું કે તું મારું ભજન કર. પછી વધુ આગળ તુકારામ પોતે જવાબ આપે છે તે સાંભળી લેવો, બધાને ઉપયોગી થશે. @22.02min. ક્ષિપ્ત અને વિક્ષિપ્ત અવસ્થા વિશે. સમાધિ અને મુઢાવસ્થા વિશે. એકાગ્રતા અને નિરુદ્ધતા એ સાધનાની વૃત્તિઓ છે. @29.34min. ગાઢ નિદ્રાનું સુખ વિશે. @41.15min. वाजिंत्र संगीत – हे राम हे राम, तुम्ही हो माता पिता तुम्ही हो.
Leave A Comment