[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]

AMARILLO – TX

Side 1A – – @3.00Min. યોગસુત્રની ભૂમિકા -દુનિયાભરના શાસ્ત્રોના ત્રણ ભાગ, ફિલસુફી(દર્શન), આચાર અને પુરાણ. દર્શન એટલે ધર્મ તાત્વિક દ્રષ્ટિએ શું માને છે? આચારોનું નિરુપણ કે વિવેચન એટલે આચાર શાસ્ત્ર એટલે મનુ સ્મૃતિ, યાગ્નવલ્ક્ય સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ આચાર શાસ્ત્ર સ્થાયી કે સનાતન નથી હોતા, પરિવર્તનશીલ હોય. અને આ બન્ને શાસ્ત્રોને પુષ્ટ કે દ્રઢ કરવા જે કથાઓ રચાઇ હોય તેને પુરાણ કહેવાય.એટલે પુરાણ શાસ્ત્ર સત્યજ છે એમ નહિ, એમાં સત્ય હોય, કલ્પના હોય તથા સત્ય અને કલ્પના બન્ને મિશ્રિત હોય. એનું ધ્યેય કથાના દ્વારા પરમ સત્યને સમાજમાં સ્થાપના કરવાનો છે. દા.ત. પુરાણની શ્રવણની આખ્યાયિકા, “માતૃદેવો ભવ” એ સિધ્ધાંતને જીવનમાં ઉતારવા માટે થઇ. આખ્યાયિકાના ઉદાહરણ સાંભળો. એક દેશનો અચાર બીજા દેશ માટે અનાચાર થઇ જાય તેનું ઉદાહરણ. @17.00Min. શાસ્ત્રો કોણે અને ક્યારે રચ્યા તેની વિગતો. ન્યાય શાસ્ત્ર – ગૌતમ ઋષિ, વૈશેષિક – કણાદ ઋષિ, સાંખ્ય – કપિલ ઋષિ, યોગ – પતંજલિ ઋષિ, (પાકિસ્તાનમાં રાવલપીંડી આગળ તક્ષશીલા વિદ્યાપીઠમાં આચાર્ય હતા), મિમાંસા – જૈમીની ઋષિ અને વેદાંત – મહર્ષિ વેદ વ્યાસ. આ શાસ્ત્રો ઈ.સ. પૂર્વે ૭મી સદીથી ઈ.સ. પૂર્વે ૩જી સદીમાં રચાયેલા. એટલેકે બુદ્ધના ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં થી બુદ્ધના ઉત્તર કાળ સુધી રચાયેલા. એના પછી ટીકાઓ રચાઈ એ ટીકાનો કાળ આજે પણ ચાલે છે. સંક્ષિપ્તિકરણ કરવામાં આવ્યું હોય તેને સુત્ર ગ્રંથ કહેવાય. વ્યાસ શૈલી અને સૂત્ર શૈલી વિશે. ૨૭૦૦ વર્ષ પહેલા કણાદ ઋષીએ કહેલું કે આ બ્રહ્માંડોના બ્રહ્માંડો પરમાણુંઓમાંથી રચાયેલાં છે. સૌથી વધારે ચુસ્ત ઈશ્વરવાદી ન્યાય શાસ્ત્ર છે. @27.52min. ઉદયનાચાર્યના ઈશ્વર સિદ્ધિના ગ્રંથ વિશે. @31.00Min. રશિયાના એક વિદ્વાને કહ્યુંકે શાંખ્યશાસ્ત્ર વિજ્ઞાનની જેટલું નજીક છે એટલું કોઇ શાસ્ત્ર નથી. @44.20Min. ત્રણ અશુધ્ધિઓ, શરીરની(રોગ), વાણીની(અસત્ય બોલવું,અશુધ્ધ ઉચ્ચાર મનની અશુદ્ધિ), વ્યાકરણની.

Side 1B – – પાણિનીના અષ્ટાધ્યાય ઉપર મહાભાષ્યની રચના. યુરોપ અને અમેરિકાના લોકોએ કહ્યું કે પાણિની ના જેવું વ્યાકરણ કોઇ રચી શક્યું નથી અને મહાભાષ્ય જેવો કોઇ ગ્રંથ નથી. જેણે યોગના દ્વારા ચિત્તની, આયુર્વેદના દ્વારા શરીરની અને વ્યાકરણના દ્વારા વાણીની એમ ત્રણ શુદ્ધિ દુર કરનાર મહાગ્રંથો આપનાર મહામુની જેણે લોકોનું બહુ મોટું કલ્યાણ કર્યું એવા પતંજલિ ઋષિને અમે નમસ્કાર કરીએ છીએ. બીજો દિવસ – @7.10Min. યોગસુત્ર એ સાધન ગ્રંથ છે એટલે સાધનો જાણવા જરુરી છે. સ્વાધ્યાય અને પ્રવચન વિશે. સ્વાધ્યાય એવા લોકો માટે છે જેમને શાસ્ત્રના રહસ્યો ઊંડાણથી સમજવાની જીજ્ઞાસા હોય એવા લોકો માટે છે. પ્રવચન બધા લોકો માટે છે. સ્વાધ્યાય શબ્દનો અર્થ સાંભળી લેવો. @12.40Min.સંસ્કૃત ભાષાની સમૃધ્ધિ વિશે. @16.11Min. વિલ્સન, એક અંગ્રેજ કવિને સંસ્કૃત ભણવાની ઈચ્છા, સંસ્કૃત ભણ્યો પછી સાકુંતલ ભણ્યો, સંસ્કૃતના શ્લોકો લખ્યા અને પશ્ચિમના લોકોને ભલામણ કરી કે તમારે સ્વર્ગ જોવું હોય તો ઉપર જવાની જરૂર નથી, તમે આ સાકુંતલ ભણો તો સ્વર્ગમાં આનંદ લઇ રહ્યા છો એવો અનુભવ થશે. સ્વામીજી, કાશીમાં સાકુંતલ અને વ્યાકરણ ભણાવવા વિશે. ગતિના અર્થ, જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ એટલે સ્વાધ્યાય.@21.28min. વિદ્વત્તાનો દોષ – આઠ -દશ પ્રોફેસર નૌકા વિહાર કરવા નીકળ્યા પછીની વાત સાંભળો. @27.04min. યોગસુત્રનો પ્રારંભ. વાણીના પ્રકાર – પરા(નાભી), પશ્યંતી(હૃદય), મધ્યમા(કંઠ), વૈખરી(હોઠ). પ્રત્યેક ભાષાનું મૂળ પરામાં છે. યુરોપમાં રામકૃષ્ણ પરમહંસ ની પ્રસિદ્ધિ કરનાર રોમાંરોલા.રામકૃષ્ણે સામે બેઠેલા ફ્રેંચ લોકોની ઈચ્છા કેવી રીતે જાણી? વાણીના ભેદ સાંભળી લેવા. @33.17min. સત્યના બે રૂપ. વ્યહવારિક સત્ય અને પારમાર્થિક સત્ય.@39.06Min. વાજિંત્ર સંગીત – ગોવિન્દ જય જય, આનંદમયી ચૈતન્યમયી