રામાયણના સ્ત્રી પાત્રો, શ્રેય અને પ્રેય
Side A –
રામાયણની અંદર આવેલા જે સ્ત્રી પત્રો છે તેની એકે એકની વિશેષતા છે. વિવિધતાના કારણેજ એમાં કવ્યતા આવી છે. સ્ત્રીના ચાર ભેદ – કુમારી, સધવા, ત્યકતા અને વિધવા. આ ચાર અવસ્થાઓમાં જે સ્ત્રી ફીટ ન થઇ શકી તેને માટે બીજી પેરેલલ બીજી બે વ્યવસ્થા છે, એક ઉપરની અને એક નીચેની. ઉપરની અવસ્થામાં તે સ્ત્રી તપસ્વિની, સાધ્વી કે વિદુષી બને. નીચેની અવસ્થામાં ચાલી જાય તો નર્તકી, ગુનીકા કે વેશ્યા બને. @3.32min. પહેલી – સ્ત્રીની કુમારાવસ્થા માતાના દ્વારા છે. સ્ત્રીને સ્ત્રીજ સમજી શકે.સ્ત્રીનું રક્ષણ પણ સ્ત્રીજ કરી શકે. “નાની ઉંમરમાં બાપ મારજો પણ માં મારશો નહિ. માંજ સંસ્કાર આપી શકે. @4.45min. એક ગામની ઘટેલી ઘટના સાંભળો. એક ૧૩-૧૪ વર્ષની છોકરી કેમ મરી ગઈ, તે સાંભળો. એક જર્મનીથી આવેલી બહેન વિશે તથા જીસસના સમયની પણ વાત સાંભળો. @12.37min. માં, દીકરીની કુમાંરાવાસ્થાનું ઢાંકણ છે. (બીજી) પછી એ સધવા બને એટલે મર્યાદામાં આવી જાય. સારો, ડાહ્યો, પ્રેમાળ પતિ મળે એટલે સધવાપણું ધન્ય થઇ ગયું. @15.24min. ત્રીજી – જિંદગી સોએ સો ટકા અનુકુળ હોતી નથી. જેને ૯૦-૯૫ ટકા વિરોધ હોય એવી સ્ત્રીઓ ત્યકતા થઇ જાય છે. ચોથી – વિધવા. પુરુષ પહેલાં જાય તે સારું કેમ, તે સાંભળો. @17.34min. હવે માનો કે કુમારાવસ્થામાં ચારે તરફથી દુઃખી થયેલી સ્ત્રીઓના દાખલાઓ મળે અને સંત મળે એટલે સાધ્વી થવાનું મન થાય. જુનાગઢમાં સ્પેનની એક ગોરી બહેન જયારે વીસ વર્ષની હતી ત્યારથી રક્તપીતીયાની સેવા કરે છે. દર્દીઓના ઘા પોતાના હાથે ધુવે છે. આપણી કામે રાખેલી સ્ત્રીઓ તે દર્દીઓને હાથ પણ લગાવતી નથી. આ માનવતાનું તાપ છે. ઉપરની લાઈનમાં જે સ્ત્રી ન ગોઠવાય તે નીચે પડે અને ધકેલાતી ધકેલાતી છેક નીચે ગોઠવાય જાય. @23.00min.ભૂંડી દશા ભલે આવે પણ કોઈ સારા માણસનો, સંતનો કે મહાપુરુષનો સાથ મળે તો ઉદ્ધાર થાય. શબરી બ્રાહ્મણી છે, ભીલડી નથી. બચપણથીજ એને વૈરાગ્ય અને ભક્તિભાવ છે, એને ઉત્કંઠા છે કે એને ભગવાન મળે અને તે ઉત્કંઠા પૂરી કરવા માટે લગ્ન કર્યા નહિ. @24.38min. થિયોસોફીકલ સોસાયટીની “એની બીસન્ટ” વિશે. આ નાસ્તિક બાઈ ભારતમાં આવીને કેવી રીતે આસ્તિક બની અને સેવાના કાર્યો કર્યા તે સાંભળો. @32.04min. શબરીને બચપણથીજ મનથી ભગવાનનું નામ દેવાની અને તનથી ઋષિઓની સેવા કરવાની લાગણી લાગી. સેવા અને પ્રેમ, અહંકાર અને સ્વાર્થ હોય તો કરી શકાય નહિ. શબરી રામની રાહ જોતાં જોતાં વૃદ્ધ થઇ ગઈ. @35.30min. સહજાનંદ સ્વામી જયારે નીલકંઠ વરણી હતા ત્યારે આખા આશ્રમનો કચરો કાઢે, પોતાં કરે, ગાયોનું છાણ ઊંચકે અને ગાયો-ભેંસોનું પોદરા લાવી છાણા થાપે. ગામે-ગામ ફરીને અનાજ ઉઘરાવે અને બે-બે મન અનાજના પોટલાં ઊંચકે, રસોઈ કરે, વસં ઘસે, કચરો કાઢે, ચોકો કાઢે, એનું નામ સેવા કહેવાય. અત્યારે તો સન્યાસીઓ સીધાજ ગાદી ઉપર બેસી જાય છે. @37.38min. શ્રેય અને પ્રેય અહીંથી ચાલુ. આપણે ત્યાં મણસ જીંદગીભર બે વસ્તુઓ મેળવવા તડપતો રહે છે તે શ્રેય અને પ્રેય. જેનાથી સંસારના સુખોની પ્રાપ્તિ થાય તે પ્રેય અને જેનાથી પમાંત્માની પ્રાપ્તિ થાય તે શ્રેય. સંસારનું પહેલું સુખ જીભથી શરુ થાય છે, એટલેકે બાળકને પહેલાં ખાવાનું જોઈએ છે. શ્રેય એટલે સંસારના સુખો પ્રત્યે ગૌણતા અને પરમેશ્વર તરફ મૂખ્યતા આવશ્યક સંસાર બહું નાનો છે, અને અનાવશ્યક સંસાર બહુ મોટો છે, એનો કોઈ છેડો નથી. કબીરે ભગવાન પાસે માંગ્યું: “कबीर मै मांगु माँगनो, जामे कुटुंब समाय., मैं भी भूखा ना रहुं, साधू भूखा न जाय. @46.00min. શ્રી મદ રાજચંદ્રે એક જગ્યાએ લખ્યું છે કે જેને પુરતી આવક હોય, આવકમાં સંતોષ હોય અને આત્મા તરફ મન વળેલું હોય, શરીર અને મનની અનુકુળતા હોય તો તે ઘરમાં બેસીનેજ સાધના કરી શકે છે. શ્રેય માર્ગનું પહેલું પગથીયું – અનાવશ્યક સંસારને આવશ્યક સંસાર સુધી સમેટી લેવો. આવશ્યક સંસારનો ત્યાગ કરશો તો લાચાર થઇ જશો. @47.08min. નાગપુર સ્ટેશનપર અનુભવ. સાધનની બે દ્રષ્ટિઓ – લોક રંજન અને ઈશ રંજન. મદ્રાસમાં એક ૨૦૦૦ વર્ષ પહેલાં બહું મોટા થયેલા સંત તીરુવાલ્લુવાર વિશે.
Side B –
તિરુવલ્લુવરની વાત ચાલુ…. ગમે એવા સમર્થ મહાપુરુષને પણ સામાન્ય પ્રજા કદી મહાપુરુષ તરીકે સમજતી નથી. @2.43min. પહેલો લોક રંજનનો માર્ગ એ સંત-સુફીનો વિદુષક માર્ગ છે. એનો અર્થ એવો થાય કે લોકોને જેમ કહેવું હોય તેમ કરે પણ ઈશ્વરને સામે રાખીને, ઈશ્વર રાજી થાય એવા માર્ગે ચાલવું. ઉપનિષદની રૈક્વ અને રાજાની કથા. @12.23min. શ્રેયનો માર્ગ – “મુઝે હૈ કામ ઈશ્વરસે જગત, રૂઠે તો રૂઠન દે.” ગાંધીજીએ આખી જીંદગી અનાશક્તિથી કર્મો કર્યા. તમને કેટલી શાંતિ મળી તેની કોઈ મહત્તા નથી પણ તમે બીજાને કેટલી શાંતિ આપી એ મહત્વનું છે. @15.11min. દુકાળમાં ૩૦૦૦ રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે સાંભળો.. @૨૦.૦૦મિન. કર્મના દ્વારા ઈશ્વરને મેળવનારો, નથી ભોયરામાં બેસતો, નથી કુંડલી જગાડતો કે નથી ખેચરી મુદ્રા કરતો. એ એકજ વાત સમજે છેપે ટુકડો તો હારી થાય દુકડો. જલારામનું આખી દુનિયામાં નામ થઇ ગયું. મફતલાલ ગગલના અરવિંદભાઈના ગુરુ રણછોડદાસજી મહારાજ વિશે. @21.49min. નવધા ભક્તિનો સાર. @23.58min. જ્ઞાનમાર્ગમાં તમારા મસ્તિષ્કનો વિકાસ થાય. મસ્તિષ્કના ત્રણ લેવલ સાંભળો. @26.42min. હૃદયના ત્રણ લેવલ સાંભળો. હૃદયનો વિકાસ પીડામાંથી, વેદનામાંથી થાય છે. મીરાંબાઈના ભજનો પીડામાંથી નીકળ્યા. @28.44min. ચૈતન્ય મહાપ્રભુ સાથે કેશવ કાશ્મીરીનો શાસ્ત્રાર્થ.@31.23min. જ્ઞાનનો મદ. @33.34min. રામસેતુનો પ્રશ્ન. @33.34min. ભજન – મુઝે હૈ કામ ઈશ્વરસે, રામ રમકડું જડ્યું – શ્રી રામાયણ સ્વામી
Leave A Comment