સાધુના પ્રકાર – વાપી – ચલા
-સ્વામિનારાયણ ગુરુકુળનાં સ્વરૂપને સમજવું હોય તો ભારત વર્ષની ધાર્મિક પરંપરામાં સાધુ સન્યાસીના રૂપના મહત્વના ચાર ભાગ છે તે સમજવા જરૂરી છે. કોને સાધુ કહેવા અને કોને ન કહેવા એ એક ગૂંચવાડો છે અને તેને સમજો. @4.09min. પ્રાચીન કાળનો ૭૫ વર્ષ પછીનો સન્યાસ બહું વ્યહવારિક અને વાસ્તવિક ન હોવાથી બહું ચાલ્યો નહિ. તમે માત્ર રીબામણીની પૂજા ન કરશો, ગુણની વ્યક્તિત્વની પૂજા કરજો. એક સાધુનો સ્લીપર પહેરવાનો તથા વાળ ખેંચવાનો પ્રશ્ન અને સ્વામીજીએ કહ્યું જો સ્લીપર ન પહેરવાથી કે વાળ ખેંચવાથી કોઈ લોકોનો, સમાજનો કે દેશનો પ્રશ્ન ઉકલતો હોય તો હું મારું ચામડું ઊતારી આપું. રામાયણ મહાભારતના ઘણા પાત્રો ૭૫ વર્ષની ઉપરના છે, પરંતુ કોઈ સન્યાસી થયું હોય એવું લાગતું નથી. બીજો સન્યાસ નાની ઉંમરનો બૌદ્ધોનો અને જૈનોનો છે, તેની અસર હિંદુ ધર્મ પર પડી.બૌદ્ધ સન્યાસે બહું મોટો ફાયદો પહોંચાડ્યો અને નુકશાન પણ કર્યું તે સાંભળો. મહંમદ ગઝનીની ત્રીજી પેઢી બૌદ્ધની હતી. @11.22min. બૌદ્ધોના સ્તુપો મેક્ષિકોમાં પણ છે. ત્યાં ગણેશની, સૂર્યની પૂજા છે. બુદ્ધના ભિક્ષુકો દૂર દૂર સુધી ફેલાયા. જૈનો તેના અતિ કઠોર નિયમોને લીધે ન ફેલાયા. નિયમો એવા હોવા જોઈએ કે આખું જીવન પર્યંત પાળી શકાય.ભગવદ ગીતા અને ગીતા મધ્યમ માર્ગી છે. @13.25min. नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत:, न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन….(गीता ६-१६) જીવન મધ્યમાં છે. એક નગ્ન સાધુ જઈ રહ્યા હતા તે ઠંડીને લીધે ધ્રુજતા હતા વળતા હતા ત્યારે તેજ સાધુ પાછા આવતા હતા અને વિડીઓ લેવા જતા સંતાઈ ગયા. ત્રીજો, મોક્ષ સન્યાસને બુદ્ધ કાળમાં બે ભાગમાં વહેંચી નાખ્યો. તમારો મોક્ષ બીજાના કલ્યાણમાં સમાયેલો છે એટલે ધર્મનો પ્રચાર, ધર્મનો ઉપદેશ એ સન્યાસનું અંગ બન્યું. ધર્મની જવાબદારી સાધુઓ ઉપર આવી. આ કાર્ય અઢારમી સદી સુધી થતું રહ્યું. ૧૯મી શતાબ્દી ધર્મની ઉત્ક્રાંતિનો સમય છે. વિવેકાનંદ અમેરિકાથી આવ્યા, ભારતની પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટેનો નવો સન્યાસ આપ્યો. રામક્રિશ્ન મિશન એ કામ સારી રીતે કરે છે.@22.43min. એજ સમયમાં શ્રીજી મહારાજ દ્વારા ક્રાંતિ થઇ રહી હતી. એમને સાધુ બનાવ્યા પણ જમાત ન બનાવી. મહારાજશ્રીએ કર્મઠ-પુરુષાર્થી સાધુ સમાજ ઊભો કર્યો. એમને પ્રજાની જરૂરિયાત જોઈ અને મંદિરો બનાવ્યા કે જ્યાં રહેવાનું અને સાત્વિક જમવાનું મળે. એમનું જીવન ચરિત્રમાં લખ્યું છે કે એમણે બબ્બે મણના લોટના પોટકાં ઊંચક્યા છે, છાણ વાસીદા કર્યા છે, રસોઈ બનાવી છે, વાસણો ઘસ્યા છે એટલે સ્વામિનારાયણના સાધુઓ જરૂર પ્રમાણે બધાં કામો કરે છે. એમણે સાધુઓને સંદેશો આપ્યો કે પ્રજાથી અટળા થઈને ન રહેશો, એટલા ત્યાગી ન થશો કે તમારો ત્યાગ તમને ભારરૂપ બની જાય. એટલા રાગી ન થશો કે તમારું અસ્તિત્વજ ડૂબી જાય, પરંતુ પ્રજાના પ્રશ્નોના ઉકેલમાં વધુ ફાળો આપજો. શિક્ષણ ક્ષેત્રે સેન્ટ ઝેવીઅર સ્કુલથી સવાયું કામ સ્વામિનારાયણના સાધુઓએ ઉપાડ્યું. એક બહું મોટું પરિવર્તન કર્યું.@34.20min. સ્વામિનારાયણના સાધુઓમાં ઘણા ઊંચી કક્ષાના સંગીતજ્ઞો થયા છે, કવિઓ થયા છે, લેખકો થયા છે. એમની પાસે મસ્તિષ્ક છે, દિમાગ છે, દ્રષ્ટિ છે અને ભવિષ્યના ભારતની ચિંતા છે. એટલે અહી ૧૨મી કક્ષા સુધી તો સારામાં સારું બાળકોને શિક્ષણ મળશે. આ બધા સંતો તમારા ઘરના પાદરીઓ છે, રત્નો છે અને તમારા બાળકો માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ભવિષ્યનું ભારત અહીંથી નીકળવાનું છે. આ નવો સન્યાસ છે. આ નિષ્ક્રિય કે પરલોકનો સન્યાસ નથી પણ આ લોકને અને પરલોકને જોડનારો સન્યાસ છે. @37.03min.બિહારમાં જૈન ધર્મના ચંદનાજી દરિદ્રોની, પીડિતોની, ગરીબોની, અનાથોની સેવા કરી રહ્યા છે તે સાંભળો. અહીના સાધુઓમાં સાંપ્રદાયિકતા નથી એટલે સ્વામીજીને અહી બોલાવ્યા છે, આ બધા કર્મઠ અને ત્યાગી સંન્યાસીઓને સ્વામીજી વંદન કરે છે. જેમ ગાંધીજીના કાર્યકરોમાં ગાંધીજી દેખાય છે તેમ આ શ્રીજી મહારાજના કાર્યકરોમાં સ્વામીજીને શ્રીજી મહારાજની છબી દેખાય છે. @40.41min. સ્વામીજીએ પાંચ વર્ષ સુધી દર વર્ષે ૨૫૦૦૦ રૂપિયા ગુરુકુળના નિર્માણ માટે મળશે એવી જાહેરાત કરી. @41.25min. ભજન – છાંડી કે શ્રી ઘનશ્યામ, હો સાથિડા – શ્રીમતિ અનુરાધા પૌંડવાલ.
સાધુનો સોર્સ – સ્વામિનારાયણ ગુરુકુળ અમદાવાદ
– પ્રત્યેક રાષ્ટ્ર પાસે જે સોર્સ(પુરવઠો) હોય છે, તેનો એ કેટલો ઉપયોગ કરી શકે છે એના આધારે એનો વિકાસ અને ઈતિહાસ રચાતો હોય છે. અરબસ્તાનમાં પેટ્રોલીયમ ભર્યું પડ્યું હતું પણ તેને કાઢતા ન હોતું આવડતું. ગોરાઓએ પ્રકૃતિનું દોહન કરી, અબજો ડોલરની સમૃદ્ધિ ઊભી કરી. આપણી પાસે સૂર્ય છે પણ તેનો ઉપયોગ પગે લાગવામાં કર્યો અને ત્યાંથીજ અટકી ગયા. ધર્મ વિકાસની પ્રેરણા આપે છે. વિકાસ પર પૂર્ણ વિરામ હોતું નથી. જેમ પરમેશ્વર અનંત છે તેમ તેનું જ્ઞાન-વિજ્ઞાન પણ અનંત છે અને એના પર પૂર્ણ વિરામ હોયજ નહિ. @8.02min. પછાતપણું શોષણ વિનાનું હોતું નથી. એક રબારીનું ઉદાહરણ સાંભળો. જે દશા ઘેટા-બકરાની છે તેજ દશા માણસોની છે. વિકાસથી સમૃદ્ધિ આવે અને તે દુશ્મન ઊભા કરતી હોય છે. વિકાસની સાથે ધર્મની પ્રેરણાથી પ્રજાને બહાદુર બનાવવી જોઈએ.”વીરતા પરમો ધર્મ” ધર્મની પાસે વિકાસ અને વીરતા હોવા જરૂરી છે, નહિ તો વિકાસથી મેળવેલી સમૃદ્ધિનું રક્ષણ ન કરી શકો. ભારત પાસે ભૌતિક તથા માનવીય સોર્સ બહુ મોટા પ્રમાણમાં છે. ધારાવીની ઝોંપડપટ્ટી વિશે. @9.47min. કદાચ દુનિયામાં કોઈ જગ્યાએ ન હોય એટલા સાધુઓ ભારતમાં છે. રશિયામાં સ્ત્રીઓની આબાદી વિશે. યુદ્ધમાં ૭ કરોડ માણસો માર્યા ગયા, ગીતામાં અર્જુનના પ્રશ્નનો કૃષ્ણે જવાબ નથી આપ્યો. @12.50min. રશિયામાં પુરુષોની અછત વિશે. બિરલા શેઠની બીઝનેસ ટ્રીક સાંભળો. એક સાધુવર્ગ ભિક્ષાવૃત્તિથી જીવે છે. બીજો વર્ગ ન્યુસન્સ છે, જે માત્ર ખાઈને બેસી નથી રહેતો પણ ઉપદ્રવ કરે છે. એક જમાતનું ઉદાહરણ સાંભળો. @19.04min. એક ત્રીજો વર્ગ છે, બહુ નાનો અને થોડી એક્ટીવીટી કરે છે. આ બાબતે શ્રીજી મહારાજનો જવાબ સાંભળો. એક ચોથો વર્ગ જે ફક્ત દર્શન-ફીલસુફીની વાતો કરે છે કે આ જગત મિથ્યા છે અને પ્રારબ્ધ ભોગવી લો. ચીનમાં બુદ્ધિષ્ઠ સાધુઓ શું કરે છે તે સાંભળો. @21.11min. સાધુ સંસ્થાને એક બહુ મોટો વણાંક સ્વામી વિવેકાનંદે આપ્યો અને આખો સાધુ વર્ગ તે તરફ વળી ગયો. એજ પ્રમાણે સ્વામિનારાયણ પરંપરામાં પણ એક બહુ મોટું પરિવર્તન આવ્યું. હિંદુ ધર્મની વિશેષતા. પહેલું ગુરુકુળ રાજકોટમાં થયું. ઘણા વિરોધની સામે ધર્મજીવનદાસ મહારાજે આ ગુરુકુળની કેડી પાડી, જે ધોરી માર્ગ બનવાનો છે અને એ મહાપુરુષનું કામ છે. માધવપ્રિયદાસજીમાં સંપ્રદાયની કટ્ટરતા નથી પરંતુ વિશાળતા છે. શ્રીજી મહારાજ પોતે પણ નેરો માઈન્ડ ન હતા, તેનું પ્રમાણ શિક્ષપત્રિમાં મળશે. @27.52min. એક ગોરો માણસ સાંગ્રીલા ગયો, ત્યાં શું છે તે સાંભળો. જ્યાં સુધી કોઈ ધર્મ ઘ્રણાના બેઝ પર ઊભો હોય અને ઘ્રણાનો પ્રચાર કરતો હોય તો તે વિશ્વની એકતા ન કરી શકે. મીયાંજીનું ઉદાહરણ. હું માનું છું કે શ્રીજી મહારાજની વિશાળતાને માધવપ્રિયદાસજીએ પચાવી છે. ગુરુકુળ ઊભું કરવામાં માધવપ્રિયદાસજીનું પ્રદાન સાંભળો. જ્યાં સુધી રાષ્ટ્રભાવના, ધર્મભાવના,સમર્પણ વૃત્તિ ન જાગે ત્યાં સુધી માણસ આવા કામ નથી કરી શકતો. “વિકાસ અને વીરતાનું” સૂત્ર હંમેશા યાદ રાખો. ધર્મ અને વીરતા, ધર્મ અને શાસ્ત્ર, અધ્યાત્મ અને શાસ્ત્ર સાથે ચાલે છે. ગીતા, રામાયણ અને મહાભારત એના સાક્ષી છે. @39.14min. સંત કેવા હોય તેની વ્યાખ્યા ભગવદગીતામાં છે તે સાંભળો. રમતની પ્રેરણા કૃષ્ણ પાસે લેજો. એક પાદરીએ લખેલું પુસ્તક “ક્રિશ્ન અને ક્રાઈસ્ટ” વિશે. @44.59min. શ્રી રવિ ત્રિવેદી વિશે સાંભળો, જેણે હોંગકોંગના એરપોર્ટની ડીઝાઇન કરી. તેમણે દેશમાં થયેલા અનુભવની વાત સાંભળો. જેમ શ્રીજી મહારાજને લાડુદાન ગઢવી, ગોપાળાનંદ સ્વામી વિગેરે મળ્યા હતા તેમ કેનેડામાં રવિ ત્રિવેદીને માધવપ્રિયદાસજી મળ્યા. @50.58min. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આવી સંસ્થા ફળે, ફૂલે, વિકસે, બધા સંપીને હળીમળીને એક થઈને રહે. પરમેશ્વર સૌનું ભલું કરે, મંગળ કરે, આભાર, ધન્યવાદ.
Leave A Comment