પરિવાર કથા રામાયણ – ઊંઝા આશ્રમ
Side A –
પરિવાર એટલે શું? માણસ લાખ પણ પ્રયત્ને એકલો રહી શકતો નથી. એની રચના એવી થઇ છે કે “एकाकी न रमते” એને એકલામાં આનંદ આવતો નથી. @3.28min. પરિવારનું રૂપ કેવું હોય તે કુંભારે ગાડામાં એક ઉપર એક સિંચેલા માટલાંના ઉદાહરથી સાંભળો. પ્રત્યેક પરિવારમાં કાચાં અને પાકાં માટલાં જેવા વ્યક્તિત્વો હોય છે. જેની બુદ્ધિ કાચી અને બીજાના ભરમાવેલા ભરમાઈ જાય તે કાચું માટલું અને તેજ પ્રમાણે ઊલટું સમજવું. @6.06min. નિભાડાનો અર્થ સમજો. જીવનની દરેક ઘટનામાં તમારી કસોટી થતી હોય છે. રામાયણમાં એક કાચું માટલું અને મહાભારતમાં પણ એક કાચું માટલું નીકળ્યું. રામાયણમાં સીતાએ મૃગ લાવી આપવાની હઠ પકડી અને લક્ષ્મણને ન કહેવા જેવું કહ્યું. @12.02min. માણસ વર્તમાનને સ્વીકારી શકતો નથી. જે માણસ ભૂતકાળમાં જીવતો હોય છે તે કદી ભવિષ્ય નથી બનાવી શકતો. આપણે હંમેશા પુષ્પક વિમાનની વાત કરતા રહી ગયા.ભવિષ્યનું નિર્માણ તો એ કરી શકે કે જેનો એક પગ વર્તમાનમાં હોય અને બીજો ઉપડેલો પગ ભવિષ્યમાં ક્યાં મુકવાનો તે શોધતો હોય. @14.57min. રામ પિતાથી, માતાથી ભાઇઓથી જુદા થયા છે પણ તૂટ્યા નથી. તૂટવું એટલે સંબંધો તૂટવા. પ્રેમ કદી તૂટતો નથી. સંબંધો બંધાય છે અને તૂટે છે. કૃષ્ણ એટલે પ્રેમ, શ્રી મદ ભાગવતમાં એજ ચર્ચા છે. એક પાદરીનું પુસ્તક “કૃષ્ણ અને ક્રાઈસ્ટ” વિશે. @18.11min. સહજાનંદ સ્વામી વચનામૃત પૂરું થાય એટલે”જય સચ્ચિદાનંદ” બોલે છે. “જય સ્વામીનારાયણ” નથી બોલતા તુલસીદાસે લખ્યું “राम सच्चिदानंद दिनेशा” પાદરીનું મન કૃષ્ણ પર કેમ ઠર્યું તે સાંભળો. @21.25min. એક જૈન સજ્જનનો પ્રશ્ન – ભગવાન પણ પરણે? અને તેનો ઉત્તર સાંભળો. સ્ત્રી રાગની પણ પોષક છે અને વૈરાગ્યની પણ પોષક છે. યાજ્ઞવલ્ક્ય અને તેની પત્નીઓ મૈત્રેયી અને કત્યેયી વિશે. @31.28min. યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને બહુ ઊંચી ભૂમિકાની વાત કરી, એમાંથી સાર-તત્વ એટલું નીકળ્યું કે પરિવારમાં રહેતા આવડવું જોઈએ અને એમાંથી છૂટતાં પણ આવડવું જોઈએ તો તમે તરી ગયા. રામાયણમાં એક પરિવાર છે જે આપત્તિ-વિપત્તિમાં સપડાઈ ગયો છે, એનું એકજ કારણ છે કે ઘરમાં એક કાચું માટલું હતું. @34.29min. રામાયણના બે અદભૂત પાત્રો, સુરપણખા અને શબરી તે વિશે સાંભળો. શબરીમાં નિસ્વાર્થ પ્રેમ છે જયારે સુરપણખાનો વાસનાવાળો પ્રેમ છે. શબરી કોઈ ભીલડી નથી. @37.49min. આશ્રમમાં એક સજ્જન આવ્યો અને તેની સંભાળવા જેવી વાત. @39.16min. લીલળબાઈનું કાવ્ય “કોઈ દેશી રે મળેતો વાતું કીજીએ” @47.00min. લગ્ન સફળ થયા તો વિશ્રાંતિ અને નિષ્ફળ થયા તો ઉપાધી.
Side B –
– નિષ્ફળતા પુરુષના ભાગમાં આવી હોય તો એની અસર બહુ ઓછી હોય પરંતુ સ્ત્રીના ભાગમાં આવે તો એની બહુ મોટી અસર થતી હોય છે. શબરી તપસ્વિની થઇ. @0.53min. જૂનાગઢમાં એક સ્પેનથી આવેલી તપસ્વિની “નન ” ની વાત જે વીસ વર્ષથી રક્તપીતીયાની સેવા કરે છે. ક્રીશ્ચિયાનીટી દુનિયામાં કેમ ફેલાઈ? ક્રિશ્ચિઅનોએ સેવાનો માર્ગ લીધો અને મુસલમાનોએ સમાનતા ઊભી કરી અને એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઇ. આપણે યજ્ઞો ઉપર અને પછી છપ્પન ભોગો ઉપર અને પાટલે બેસવા ઉપર ભાર મૂક્યો. હિંદુઓ કેમ માર ખાય છે? તે સમજો.આપણે ફક્ત ભગવાનની પાછળ ખર્ચો કર્યો. ગાંધીજી પ્રાર્થના કરતા તેમાં એક પૈસાનો ખર્ચ નહિ. સોમનાથનું મંદિર તૂટ્યું ત્યારે ત્યાં ૧૦૦૦ પુજારીઓ પૂજા કરતા હતા.કોઈ રક્ષણ ન કરી શક્યું. @5.43min. રામાયણની કથામાં શબરી તાપસી છે. આશ્રમોમાં જીવન વ્યતીત કર્યું. એકજ નિષ્ઠા કે કોઈ દિવસ રામ આવશે અને તે દિવસ તેનો છેલો દિવસ હશે. ક્રૌંચ વનમાં રાક્ષસી ભેટવા આવી, લક્ષમણે તેનો હાથ કાપી નાખ્યો. રામ-લક્ષમણ આગળ ચાલતા ચાલતા શબરીને ત્યાં પહોચ્યા. @11.00min. એક બહુ પ્રચલિત કથા છે, જે રામાયણમાં નથી. શબરીના એઠાં બોર ખાધા એવું નથી. શબરી રોજ મીઠી બોરડીના બોર ભેગા કરતી.@14.06min. દ્રૌપદીને શ્રાપ અપાવવા માટે દુર્વાસાને મોકલ્યા તે વિશે @17.26min. કાશીમાં એક રસોઇઆનો અનુભવ સાંભળો. @19.16min. દરેક ગૃહસ્થે ઘરમાં અક્ષય પાત્ર રાખવું, જેમાં કંઈક ખાવાનું રાખવું. @21.22min. શબરી તપસ્વિની છે અને એની ક્રિયા તે સેવા છે. શબરીએ આમંત્રણ ન આપ્યું પરંતુ રામ ખેંચાઈને આવ્યા. શબરી ભાવ વિભોર થઇ ગઈ. @23.37min. “सबसे ऊंची प्रेम सगाई” વાલ્મિકી રામાયણમાં શબરી રામને મળી અને રામ ત્યાં રહ્યા. શબરીએ રામને સલાહ આપી અને અગ્નિમાં વિલીન થઇ ગઈ. તુલસી રામાયણમાં રામની સાથે શબરીની નવધા ભક્તિની ચર્ચા છે. @28.13min. નવધા ભક્તિની ચોપાઈ અને તેની સમજણ.વૃંદાવનમાં ચૈતન્ય પરંપરાના જીવ ગોસ્વામીની ગોપીઓની કથા વિશે. ડોંગરે મહારાજની ભાવ-વિભોર કથા વિશે. @34.52min. આપણી અને દુનિયાની સંસ્કૃતિ. @38.13min. ભજન – સબસે ઊંચી પ્રેમ સગાઇ, શ્રી રામચંદ્ર કૃપાળુ – શ્રી જગજીત સિંઘ.
Leave A Comment