[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]
ધ્રોલ – કન્યાશાળા – ધર્મની સરળ વ્યાખ્યા
Side A –
-સરસ્વતી કોણ છે? ધર્મ સનાતન છે. શાસ્ત્રથી સમજાતો હોય છે. જેમ બંધારણ વિના રાષ્ટ્રની કલ્પના ન કરી શકાય તેમ શાસ્ત્ર વિના ધર્મની કલ્પના ન કરી શકાય. શાસ્ત્ર વ્યાખ્યેય હોય છે. વ્યાખ્યા સનાતન નથી હોતી અને સમયની સાથે ચાલતી હોય છે. વ્યાખ્યા કરનાર યુગદ્રષ્ટા હોવો જોઇએ. સ્વામી વિવેકાનંદ યુગદ્રષ્ટા હતા. શાસ્ત્રની સાથે યુગનું જ્ઞાન હોવું જરૂરી છે અને તે વ્યાખ્યાને આધીન છે. @5.26min. આપણે સરસ્વતીની પૂજા કેમ કરીએ છીએ?તમારા બાળકોને તો ખબર હોવી જોઇએ. પરદેશમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે, બાળકો પૂછે છે કે આ એલીફન્ટ ગોડ કોણ છે? આ મંકી ગોડ કોણ છે? ગોરા છોકરાઓ એમને પજવે છે અને જવાબ નહિ આપી શકાય એટલે શ્રદ્ધા છોડી નાખે છે. આજ વસ્તુ ભારતમાં થવાની છે. મુસ્લિમોને પણ આવોજ પ્રોબ્લેમ છે તે સાંભળો. @9.11min. જો રીસર્ચ કરવામાં આવે તો હિંદુ ધર્મમાં અદભૂત જ્ઞાન અને મેસેજ છે. ઇસ્લામ અને ક્રિશ્ચિઆનીતિની જેમજ આપણો એકેશ્વરવાદ છે. ઉપનિષદો કહે છે કે હે ભાઈઓ આ બધા દેવ-દેવીઓ છે, તે એકજ પરમાત્માના ક્રિયાત્મક રૂપો છે. ક્રિયા શક્તિ દ્વારા થતી હોય છે એટલે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સાથે એક એક શક્તિ મૂકી દીધી એટલે ભગવાન સજોડે બન્યો. @13.09min. જૈનોનો સિદ્ધાંત અને યાગ્ન્યવલ્ક્યનું ઋષિનું ઉદાહરણ. અમારા ઋષિઓ બધા પરણેલા છે. “त्वमेव माता पिता त्वमेव…..मम देव देव..(स्तुति). સાડી પહેરવો એટલે માં થઇ જાય, વાઘા પહેરવો એટલે પિતા થઇ જાય. વાઘા-સાડીની અંદર તો પરમ તત્વ એકજ છે. @18.00min. આ ત્રણ દેવ છે તેની ત્રણ શક્તિઓ છે. સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી. એક એક શક્તિના ત્રણ રૂપો, સાત્વિક, રાજસિક અને તામસી અને આ ત્રણના એક એક રૂપ થાય એમ નવ દુર્ગા થઇ. ઇસ્લામનો ઉદય થયો તે પહેલાં આખી દુનિયામાં દેવ-દેવીઓ પૂજાતા હતા. દેવીઓના ભેદ: ઐશ્વર્યની દેવી લક્ષ્મી, વિદ્યાની સરસવતી અને શૌર્યની દેવી મહાકાલી. આ દેવીઓ અને તેના વાહનોમાંથી નીકળતા મેસેજો સમજો. @27.46min. ચાણક્યે કહ્યું, ભગવાને બહુ સારું કર્યું કે મૃત્યુ બનાવ્યું.નાસ્તિક ન થશો. નાસ્તિક થવા માટે ડબલ શ્રદ્ધા જોઇએ. સ્વામીજીએ નાસ્તિકોને આપેલા જવાબો સાંભળો. @31.33min. આપણને જીવતાં આવડતું નથી અને મરતાંયે આવડતું નથી. મરતાં પેલા પશ્ચિમના લોકોને આવડે છે. દેશને માટે મરવું હોય તો તરત ઊભા થઇ જાય. ફોકલેન્ડની લડાઈમાં સૌથી આગળ બ્રિટનની રાણીનો દીકરો હતો. જેને જીવતાં નથી આવડતું તેનું જીવન વ્યર્થ છે. દ્વારકાદાસને જીવતા આવડ્યું કારણકે એમણે ધંધુકાની આવશ્યકતાઓને પૂરી કરી. @35.05min. “वीरता परमो धर्म.” આપણે આ મેસેજને ચૂક્યા અને ગુલામ થયા, માર ખાતા થયા. ફરી એની પુન: પ્રતિષ્ઠા કરો. “एकता परमो धर्म.” આખો દેશ વેર-વિખેર છે તેને એક કરો. તમે ઋષિઓની માફક ધાર્મિક બનો. ગાંધીજીની માફક સંપ્રદાય મુક્ત ધાર્મિકતા, માનવતા એજ મોટો ધર્મ છે. સરસ્વતીને બાપ છે બ્રહ્મા.પતિ નથી, “તો એ તું બાળ કુંવારી” એવું ભજન છે. @41.45min. એક ઘરેથી ભાગી આવેલી સ્ત્રીની વાત તથા એક પુરુષ પત્નીથી કંટાળીને જ્યોતિષ પાસે ગયો તે વાત સાંભળો. @48.08min. સરસ્વતીનું અલગ વ્યક્તિત્વ છે, હંસ વાહિની અને મયુર વાહિની વિશે.
Side B –
– સંન્યાસીઓના ભેદ વિશે. વિદ્યા કોને કહેવાય? “सा विद्या या विमुक्तये.” જીવનના પ્રશ્નોને ઉકેલીને છુટવું છે, પરંતુ પ્રશ્નો પર ધૂળ નથી નાખવી. યોગની શિબિરો કે બ્રહ્મ સક્ષાત્કારની શિબિરોમાં કદી ભાગ ન લેશો. થોડા આસન પ્રાણાયામ બરાબર છે પણ કોઇ કુંડલી જગાડી આપે, સાક્ષાત્કાર કરાવે કે શક્તિપાત કરાવે તેનાથી દૂર રહેજો.@2.02min. એક બહેનના પતિ ખોવાવાની વાત સાંભળો. સુખી દામ્પત્યને તોડવું એ મહાપાપ છે. વાસ્તવવાદી થાજો તેમાંજ તમારા પ્રશ્નોનો ઉકેલ છે. @5.20min. હંસ વાહિનીની સમજણ. હિન્દુઇસમને સમજો, સરસ્વતીને સફેદ સાડી, હાથમાં વીણા વિગેરે છે અને તે બુદ્ધિ પ્રદાન છે. @7.21min. આઈનસ્ટાઇનની વાત સાંભળો. વિવેકાનંદ અમેરિકા આવ્યા ત્યારની વાત. સરસ્વતીમાંથી જે મેસેજ નીકળે તે સાંભળો. @15.26min. ઈશ્વરની કૃતિ વિશે. તુલસીદાસને કોઈએ પૂછ્યું કે તમે રામાયણની રચના કેમ કરો છો? જવાબ સાંભળી લેવો. એક કવિ એવો હોય છે, જે માત્ર ઈશ્વરને રાજી કરવા માટે એના અંદર જે કવિત્વની છોળો ઉછળી રહી છે એમાંથી અમર કાવ્યો-સાહિત્ય મળે છે અને એ વર્ષો પછી પણ મરતાં નથી. નરસિંહ મહેતાના કાવ્યો ૫૦૦ વર્ષ પછી પણ જુના થતા નથી. @20.28min. શિવાજીના રાજ-કવિ ભૂષણ બાદશાહને ત્યાં મહેમાન થયો, ત્યાં સંડાસમાં શિવાજીનું અપમાન કરવા ફોટો મૂકેલો, કવિ ભૂષણનો જવાબ સાંભળો. @23.00min. રજોગુણી અને તમોગુણી સરસ્વતી વિશે સાંભળો. વિદ્યાને બે કિનારા છે. એક તરફ આચાર્ય, બીજી તરફ વિદ્યાર્થી છે. વચ્ચે નદી છે. સાંધનારું તત્વ વિદ્યા છે. પતિ-પત્નીને સંધાન કરનાર પ્રેમ છે. એવી સરસ્વતી આપણને મેસેજ આપે છે કે વિદ્યા પ્રાપ્ત કરો અને વિદ્યાના દ્વારા દેશનો, તમારો, સમાજનો અને માનવતાનો ઉદ્ધાર કરો. @27.45min. સુઈગામમાં બે શિક્ષકોએ એક બ્રાહ્મણની છોકરીને કરેલો અન્યાય વિશે સાંભળો. ઉપનિષદનો ઋષિ રોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, ભણવા માટે વિદ્યાર્થીને મોકલ. APJ અબ્દુલ કલામ વિશે. એમના જીવન ચરિત્રની બુક “અગમ પંખ” જરૂર વાંચો. આ સ્કુલનું ગૌરવવંતુ વાતાવરણ બને, પ્રગતિ કરે, તેવી શુભેચ્છા. @34.21min. માતા સરસ્વતી સ્તુતિ અને હે માં શારદા, ભજન – શ્રી મતિ ફોરમ મહેતા. મન માને તો તારે સંગ ચલુંગી, નકર ફીરુંગી અકેલી – ગાયિકા ખબર નથી.
Leave A Comment