બ્રહ્મ સુત્ર – વડોદરા (ચાલો અભિગમ બદલીએ) Masonic Hall, VADODARA
Side A –
@4.30min ઘરેડમાંથી ન નીકળનાર માણસને જલદી ઘરડાપણું આવતું હોય છે અને તે મ્રુત્યુની પૂર્વ ભૂમિકા છે. પરિવર્તન અને આયોજન વિષે. @7.15Min. ઋષિનો અર્થ. પદાર્થ,તત્વાર્થ અને પરમ તત્વજ્ઞાન વિશે. @11.00Min. વ્યક્તિબદ્ધ અને ગ્રન્થબદ્ધતાથી ભારતના મસ્તિસ્કનું મરણ. @12.30Min. અનિર્ણાયત્મક ૫૫-૬૦ વષૅનો માણસ પૂછતો હોય છેકે કયા ભગવાનનું ભજન કરવું? મુસલમાન કે ક્રિસ્ચ્યનોને આવા પ્રશ્નો થતા નથી. @16.00Min. પ્રાચિન ગ્રંથ બ્રહ્મસુત્ર જેના લખનારા છે મહર્ષિ વેદવ્યાસ. વ્યાસના નામે લખાયેલા બધાજ પુરાણો બનાવટી છે, તે ૬ઠી શતબ્દિમાં ગુપ્ત વંશમાં લખાયેલા છે, તે કોઇ ઇતિહાસકારને પૂછી જુવો. @20.30Min. વ્યાસ ઇશ્વર સંબંધે શું માને છે? શાંકર અને રામાનુજ ભાષ્યમાં પણ એકજ વાત છે તે “अथातो ब्रह्म जिज्ञासा” @32.00Min. બ્રહ્મની વ્યાખ્યા. @39.00Min. જ્ઞાન-વિજ્ઞાન વિશે.
Side B –
@ 1.15Min. બ્રહ્મસુત્રનો બ્રહ્મ કદી ઊંઘતો નથી, એક વખત એકજ બ્રહ્મ-ઇશ્વર મગજમાં બેસી જાય તો બધી ભ્રાંતિઓ મટી જાય. સંત મેકણદાદા અને સંત કબીર વિશે. @13.00Min.આધ્યાત્મિક ક્ષેત્રમાં સાધના માટે બે અનિર્વાર્ય અંગો શ્રદ્ધા અને વિવેક છે. શ્રદ્ધા હ્રદયની અને વિવેક મસ્તિષ્કની વસ્તુ છે. બંન્ને એક્બીજાના પૂરક થાયતો સાધના થાય. અને આ બંન્નેનો યોગ કરાવી આપે તે સત્સંગ કહેવાય. 15.30Min. આંતરિક અસ્પષ્ટતા હોય તો સાધના ફળ નહી આપે. @16.00Min. બ્રહ્મસુત્ર શું કામ કરે છ? આગળ સાંભળો. 18.30Min. બ્રહ્મસુત્રના ચાર અધ્યાય છે. @20.30Min. શન્કરાચાર્ય, માધવાચાર્ય, રામનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યોએ ૮મી થી ૧૮મી શતાબ્દિ સુધી બ્રહ્મસુત્ર પર ભાષ્યો રચ્યા છે. આચાર્યો ગ્રંથમાંથી પોતનો મત સાબિત કરે છે. એને પૂર્વ સ્થાપિત સત્ય કહેવાય, અને તે એટલું સુખદાયી નથી હોતું એટલે તેમાંથી વાદ ઊભા થાય છે. @26.00Min. વિષ્ણુ શહસ્ત્ર નામ, ભગવાનના નામોનો અર્થ. @29.30Min. શ્રધ્ધા અને વિવેકમાંથી વિવેકની ઉપેક્ષા કરવામાં આવે તો શું થાય? પુષ્ટિમાર્ગનો અર્થ. @31.25Min.અંધ શ્રદ્ધાનું ઉદાહરણ લંડનમાં સુરત તરફના પટેલોનું મંદિર અને મથુરા તરફના માતાજીને પંચામૃત સ્નાન વિશે. @36.20Min. भजन – उधो कर्मंनकी गति न्यारी(सूरदास), मनरो लाग्यो मेरा यार फकिरीमे(कबीर) – श्री राजकुमार
Leave A Comment