રામાયણ એક મહાકાવ્ય – ઊંઝા આશ્રમ – ઉપનિષદો, ભગવદ ગીતા, મહાભારાત, ભાગવત અને રામાયણ એમાં રામાયણમાં અને બીજા ગ્રંથોમાં શું ફરક છે? ઉપનિષદો અધ્યાત્મ ગ્રંથ છે. બ્રહ્મ-આત્માની ચર્ચા છે. પ્રૌઢ ઉંમરના માણસો માટે છે. મહાભારત આદી થી અંત સુધી ખટપટો ભરેલો સંસાર ગ્રંથ છે. ભગવદ ગીતા ગુમરાહ થયેલી વ્યક્તિ માટેનો ઉપદેશ ગ્રંથ છે. ભાગવત શૃંગાર પ્રધાન ભક્તિ ગ્રંથ છે. શૃંગારમાં મર્યાદા નથી હોતી. રામાયણ એ મહાકાવ્ય છે, મહાકાવ્ય હોવા છતાં એમાં વ્યક્તિઓના ચરિત્રો દ્વારા જીવનના ઉત્તમ આદેશો છે એટલે એ ધર્મગ્રંથ બન્યો છે. @5.14min. માણસ નીચે કેમ ઊતરે છે અને ઉપર કેમ, કયા કયા કારણોથી જાય છે એને દ્રષ્ટાંત સહિત પત્રોના દ્વારા રસપૂર્વક તમારી આગળ મૂકે એનું નામ મહાકાવ્ય.માણસ કુસંગથી નીચે જાય છે અને સત્સંગથી ઉપર આવે છે. આ મહાકાવ્ય નીચે ઊતરેલી વ્યક્તિને ઉપર ચઢાવવાનો પ્રયત્ન કરે છે. @8.34min. આ મહાકાવ્યમાં તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા સમાજમાં આવનારા બધા પાત્રો એમાં છે.આ સંસારના પ્રશ્નોને ચાલનારો ગ્રંથ છે. સંસારનો મોટામાં મોટો પ્રશ્ન છે, સ્ત્રી-પુરુષોના સંબંધોનો. નર-નારીના દ્વૈત વિશે ભૌતિક ઉદાહરણોથી સમજણ. નર વિના માદા ન રહી શકે અને માદા વિના નર ન રહી શકે. આ પ્રબળ આકર્ષણ સૃષ્ટિ રચનારે મૂકી છે. જ્યાં સંસ્કૃતિ શરુ થાય ત્યાં દાંપત્ય શરુ થાય. @17.26min. સંસ્કૃતિએ પહેલું પગથીયું મૂક્યું લગ્ન સંસ્થા આઠ પ્રકારના લગ્ન વિશે સાંભળો. @24.17min. શકુંતલા-દુષ્યંતના ગાંધર્વ લગ્ન વિશે. પહેલી મુલાકાતમાજ શકુંતલા ગર્ભવતી બની જાય તો તે ટાઈમની કેવી સંસ્કૃતિ હશે? પ્રત્યેક પ્રેમ લગ્નમાં સહન કરવાનું છોકારીઓનેજ હોય છે. જે માં-બાપના નિયંત્રણમાં રહી લગ્ન કરે છે તેને બહું મોટી આંચ આવતી નથી. છોકરીને પિયરની બહું મોટી હિંમત હોય છે. આ મહાકાવ્ય છે, એ એવી લગ્ન સંસ્થા ઊભી કરવા માંગે છે કે જેમાં પતિ અને પત્નીનું કલ્યાણ થાય અને બંનેના માં-બાપોનો આશીર્વાદ હોય, વડીલોનું કવચ હોય. @33.53min. ચરોતરમાં ખાનદાનીનું દુષણ સાંભળો અમેરિકાથી આવેલા છોકરાની સાચી બનેલી ઘટના.@37.56min. જનકની સ્વયંવરની રચના.તુલસીદાસનું સ્વયંવરનું વર્ણન અને વાલ્મીકી વચ્ચે ઘણો તફાવત છે. તુલસીદાસ પાસે ગજબના સાહિત્યના સ્ટેટમેન્ટ છે. @45.00min. અમેરિકાનો અનુભવ.
– Side B
રામ ધનુષ્યની પણછ ચઢાવવા ઊભા થયા અને ક્યારે ઊંચું કર્યું અને તેના બે ટુકડા થઇ ગયા તે કોઈને ખબર પડી નહિ. @4.04min. પશ્ચિમની અને ભારતની સંસ્કૃતિને સમજો. કન્યા અને શિષ્યનું સમર્પિત જીવન વિશે. શિષ્ય ગુરુને સમર્પિત થાય એટલે ગુરુ પ્રત્યાર્પિત થાય, એવા એક સમર્પિત શિષ્યની વાત સાંભળો. @12.30min. કન્યા કેવી રીતે સમર્પિત થાય? મનથી સમર્પણ ભાવ, પ્રેમ અને સહન શક્તિ. હાર પહેરાવવાનો ઉદ્દેશ સાંભળો. એકબીજામાં સમર્પિત થયેલી એક દંપતીની વાત. @17.10min. રામને વરમાળા પહેરાવવા વિશે વાલ્મિકી રામાયણ અને તુલસી રામાયણ વચ્ચે તફાવત. કેવી વિચિત્ર વાત છે સ્વયંવર સીતાજીનો છે, બાકીની દીકરીનો સ્વયંવર નથી કર્યો. @18.37min. પરશુરામનું આગમન, એ બાબતે તુલસીદાસનું ઘણું સાહિત્યિક વર્ણન છે. તુલસીના રામ પરબ્રહ્મ પરમાત્મા છે, પરશુરામ અવતાર છે જયારે વાલ્મિકી રામાયણમાં રામ એક રાજકુમાર છે. @25.00min. એક ગામમાં પરદેશી પટેલની વાત. @27.09min. એક મુદ્દાની વાત કે એવું શિવ ધનુષ્ય કેવું હતું કે રાજાઓ ઉપાડી ન શકયા અને તેનો સીતાજી ઘોડો બનાવીને રમતા હતા? ઉપનિષદની દ્રષ્ટિએ રૂપક સમજો. શિવ તો ત્રિશુલ રાખે છે? ધનુષ્ય નથી રાખતા. આ આખી કથા દ્વિઅર્થી છે. આ જે જનકનો ત્યાનો લગ્ન પ્રસંગ છે તે તમારા સંસારનો પણ છે અને આધ્યાત્મિક જીવનનો પણ છે. આપણે ત્યાં બીજા રામાયણોમાં એક અધ્યાત્મ રામાયણ પણ છે, આખા રામાયણના પાત્રોને આધ્યાત્મિક રૂપ આપેલું છે. @33.03min. વેદ, વાણી અને પુરાણો વિશે. @38.32min. ભજન – રામ નામકી અમર કથા, યુગો યુગોસે જૈસે ચમકે સુરજ ચાંદ સિતારે – શ્રી અનુપ જલોટા અને શ્રી ચંદનદાસ
(આ પણ એક રામાયણ )
સ્વાર્થ ની સગાઈ
સાખીઓ
સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે. સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે
રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા. સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે….
સ્વાર્થ તણી છે સગાઈ, જગત માં બધી…..
સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઈ કોઈ માઇ….
૧-પુત્ર કમાણી કરી ઘર લાવે તો, દીપક કુળ ગણાઈ
શરીર ઘટે કે રોગ સતાવે તો, બોજ બને ઘર માંઈ……
૨-માત પિતાની સેવા કરતો-કેમકે-, થઈ નથી ભાગ બટાઈ
વારસો મળતાં વસમા લાગે, હવે ડોસો ને ડોશી છે ગંધાઈ…
૩-હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઈ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ…
૪-પુત્રી કેરાં પાય પખાળે તો, વહાલો લાગે જમાઈ
જો સૂત નારી સંગે હસે તો, લાજ કુટુંબ ની લૂંટાઈ…
૫-દીન “કેદાર”પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઈ
સ્વાર્થ સઘળા મારા મનથી મટાડી, પ્રેમ થી લાગુ હરિ પાઇ….
સાર-આ જગતમાં મોટા ભાગે બધી સગાઈ સ્વાર્થ થીજ ભરેલી હોય એવું આપણને દેખાઈ આવે છે. એ પણ ત્યાં સુધી કે કોઈ કોઈ જનેતા પણ સ્વાર્થ થી ભરેલી દેખાય છે. સાસુને તો પોતાની પુત્રી પ્રત્યે સ્વાર્થ હોય, તે સહજ માનવ સ્વભાવ ગણાય. પણ મા?
૧-પુત્ર ને સારી નોકરી કે ધંધો હોય, સારી આવક હોય, બધા માટે ભેટ સોગાદો લાવતો હોય, તો તેના વખાણ કરવામાં કશી કમી રહેતી નથી. એજ પુત્ર ને સંજોગો વસાત, કે કોઈ રોગ વસ નોકરી કે ધંધામાં આવક બંધ થાય, દેણું થવા લાગે કે સારવાર નો ખર્ચ વધે તો તે ઘરમાં તો બોજ બનેજ, પણ આ હળાહળ કળિયુગમાં કોઈ કોઈ માં પણ પુત્રને તરછોડવા લાગે છે.
૨-પૈસાપાત્ર ઘર હોય, મા બાપ પાસે સારો એવો ધન નો ભંડાર હોય, અને એથી પણ વિશેષ કે મિલકત માં ભાઈઓનો ભાગ ન પડ્યો હોય,ત્યાં સુધી પુત્રો અતિશય પ્રેમ થી માં બાપ ની સેવા કરે, પણ જેવો ભાગ પડી જાય, હિસ્સો વહેંચાય જાય, પછી કોઈ મા બાપ ને સાંચવવા પણ તૈયાર થતા નથી.
૩-પતી પોતા માટે ઘરેણા ઘડાવી લાવે, સારી સારી ભેટ સોગાદો લાવે, કે પડ્યો બાલ ઉઠાવતો હોય તો પત્ની અર્ધાંગની બની ને રહે છે. પણ ભાગ્ય વશ નાણાભીડ આવે, માગણીઓ સંતોષી શકાય નહિ, તો પછી એજ પત્ની કર્કશા નારી બનીને ઘરને નરક બનાવીદે છે.
૪-જમાઈ એવો મળ્યો હોય કે પોતાની પુત્રીના પડ્યા બોલ પાળતો હોય, સ્વાસ્થ્ય બગડે તો સારવાર કરવામાં કોઈ કચાશ રાખતો ન હોય, તો આવા જમાઈ મળવા બદલ ભગવાન નો પાળ માને છે.પણ જો આજ લક્ષણ પુત્રમાં દેખાય, તો પત્ની નો ગુલામ ગણી ને ઉતારી પાડવામાં આવે છે.
૫-પણ હે પ્રભુ, આવી કોઈ પણ સ્વાર્થ ની ભાવના મારામાં ન આવે, નિઃસ્વાર્થ ભાવે જગત ને જોઇ ને તારા ગુણગાન કરતો રહું એજ આશા રાખું છું.
Email:-kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com