[ ગાંધર્વ વેદ કહે છે કે લલિત કળામાં રસ રાખો, તમે થોડું સંગીત જાણો. તમને ગાતાં નહિ આવડે તો કંઈ નહિ પણ સાંભળી જાણો. થોડો ટાઇમ કાઢીને તમે સંગીત સાંભળો, થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. ભર્તુહરીએ લખ્યું છે કે: “संगीतसाहित्य विहीन साक्षात् पशु: पुच्छ विषाण हित.સંગીત સાહિત્ય વિનાનો માણસ સક્ષાત પુંછડા અને શીંગડા વિનાનો બળદ છે.]

 

listen – Side A
પુસ્તકાલય – MAHESANA (મહેસાણા) – જે ભય, લોભ, મોહ વિગેરે દબાણોથી મુક્ત થઇ શકે અને એ ચિંતનને સમય ઉપર નિર્ભય થઈને પ્રગટાવે તે બ્રાહ્મણ છે. શસ્ત્ર શૂર કરતાં વક શૂર વધારે મહાન છે. મહાભારતમાં ચીર ખેંચતા હતા ત્યારે કેમ કોઈ બોલ્યું નહિ? રાવણની સભામાં વાકશૂર લોકો છે અને રાવણના કૃત્યને વખોડી કાઢ્યું. કવિઓની અને સાહીત્યકારોની બલિહારી છે કે તેઓ જેનાપર ખુશ થાય તેને ભગવાન બનાવી દે અને જેના ઉપર નારાજ થાય તેને રાક્ષસ બનાવી દે. @10.00min. પ્રજાના મોરલનું માપ: જે સંધી કરવા ઉતાવળી થતી હોય તેનું ઐતીહાસીહ કાઠું ન હોય. ૧૯૬૫ અને ૧૯૭૧નુ યુદ્ધ. તમારી પાસે એક મણ શૌર્ય હોય તો એક શેર અહિંસાની વાત કરવી. 16.20min. હિંદુ પ્રજાનું મસ્તિષ્ક અમે ધર્મગુરુઓ ઘડીએ છીએ. પેટલાદના ડોકટરો વિશે અફવા ફેલાવી ધંધો બંધ કરાવ્યો. @21.23min. જેને વિજયનો ઉન્માદ ચઢે તે પરાજયને ન પચાવી શકે, તે મહાપુરુષ પણ ન થઇ શકે. માણસનું મૂલ્યાંકન પરાજયના દિવસોમાં થાય છે. @26.33min. ભગતસિંહને બચાવવા આવેલું, ગાંધીજી પર દબાણ અને તેના પ્રત્યાઘાતો સાંભળો. ભારતનું પતન ઐતિહાસિક રીતે પૃથ્વીરાજથી થયું. સંયુક્તાના પ્રેમમાં આખું રાજ ગુમાવ્યું. @31.42min. સંપત્તિ અને નિશ્ચિંન્તતા કદી સાથે રહી શકે નહિ. સંપત્તિના ઢગલા પર બેસીને પણ જીવન જીવવાની એક કળા છે, જે ગીતા અને ઉપનિષદ આપે છે. @37.48min. ખેરાલુના બાપુ જેટલું તો ગાંધીજીનું ટોળું પણ ન હતું. પાણીના શીશા લઇને ડોકટરો પણ ફૂંક મરાવવા લાઈનમાં ઊભા હોય. ગાંધી નગર અને દિલ્હીમાં તાંત્રિકો અને જ્યોતિષનું ચાલે છે. આપણે પુરુષાર્થ માર્ગી પ્રજા નથી પરંતુ આશીર્વાદ માર્ગી પ્રજા છીએ. પશ્ચિમની પ્રજાનું મગજ ચિંતકો, વૈજ્ઞાનિકો, ફિલોસોફરો અને રાજનીતિજ્ઞો ઘડે છે. @43.14min. ભારતને સૌથી મોટામાં મોટી જરૂર તેના બૌધિક સ્વરૂપને રીફાઇન્ડ કરવાની છે. તમે આસ્તિક શ્રદ્ધાળુ બનો પણ અંધશ્રદ્ધાળુ ન બનો કે લોકો તમને છેતરી જાય. વિજ્ઞાન ન હોય તો જ્ઞાન મારી જાય. અને જ્ઞાનને પૂર્ણવિરામ આપો તો પણ જ્ઞાન મારી જાય. જે પ્રજા સતત નવું નવું શોધતી હોય છે તે સુપર પ્રજા બનતી હોય છે.

listen – Side B
– જો તમારા જ્ઞાનને વિજ્ઞાનનું રૂપ મળતું રહે તો પરદેશમાં તમારી પડેલી ખોટી છાપને ભૂંસી શકશો. @3.25min. પાંચ વર્ષની છોકરીની જીજ્ઞાસા વૃત્ત વિશે. જિજ્ઞાસાના કારણે માણસનો બૌદ્ધિક વિકાસ થયો. જીજીવિષા અને વિજીગીષાની વ્યાખ્યાઓ. @12.34min. જીવનની નકારાત્મકતા, અમરત્વની ઝંખના અને વાસ્તવિકતા વિશે. @16.08min. સાપેક્ષ અમરતાનો જે રસ છે તે બુદ્ધિ વિશે સાંભળો. મગજનું નામજ માણસ છે. મસ્તિસ્કમાંજ માણસનું વ્યક્તિત્વ છે અને તેમાંથી નીકળેલું જ્ઞાન વર્ષોસુધી પદ્યબદ્ધ બનાવીને લોકો યાદ રાખતા રહ્યા તેનું નામ થયું શ્રુતિ પછી લીપીની શોધ થઇ અને તેમાં આ મસ્તિસ્કના જ્ઞાનને લીપીબદ્ધ કરવામાં આવ્યું. નરસિંહ મહેતા ભલે મરી ગયા પણ તેમનું મસ્તિસ્ક હજુ પણ પુસ્તકમાં ધબકે છે. કબીરની મીરાની, તુલસીની વાણી વિગેરે જો આ મસ્તિસ્કને બચાવી લેવાની પ્રવૃત્તિ ન થઇ હોત તો તમારી પાસે કોઈ વરસો રહ્યો ન હોત. આ લીપીબદ્ધ જ્ઞાન થયું તેનું નામ પડ્યું ગ્રંથ. અને આ ગ્રંથોને એક છત્ર નીચે ભેગા કરીએ એટલે તેનું નામ થયું ગ્રંથાલય કે પુસ્તકાલય. પશ્ચિમના સંપર્કના કારણે આપણે ત્યાં પણ લાયબ્રેરી થવા લાગી. જૈનોએ ગ્રંથોની નકલ પટારામાં સાચવીને ગ્રંથોને મારી નાંખ્યા. જર્મનીના જેકોબી અને જે બી ગીથ આવ્યા બ્રાહ્મણની જનોઈ પહેરીને, તેમણે જેસલમેર અને બાડમેરના જૈનોના ઉપાશ્રયના ભોંયરામાં દાટેલા કેટલાયે પુસ્તકોને બહાર કાઢી ઉદ્ધાર કર્યો. @21.34min. એક શેઠને ત્યાંની વાત. માણસના મસ્તિસ્કને સુરક્ષિત રાખવા માટે આ પુસ્તકો બનાવ્યા. મેઘાવી પુરુષો, વૈજ્ઞાનિકો, ઋષીઓ, તેજસ્વી પુરુષો, ગણીતજ્ઞો વિગેરેના મસ્તિસ્ક ને આ ગ્રંથમાં ઊતરી લીધા. આ બધા ગ્રંથો લાયબ્રેરીમાં ભરી દીધા. હવે આ પુરુષો મર્યા નથી. ભર્તુહરિએ લખ્યું છે કે “જેના નશીબમાં સદગ્રંથોનો વિમર્શન કરવાનું લખ્યું હોય પછી એને સાંસારિક વિનોદમાં કોઈ રસ નથી હોતો. એટલે આ પુસ્તકાલય જ્ઞાનની પરબ છે. @25.24min. પ્રજાનું ઘડતર કરવા માટે મહારાજા દરેક ગામમાં લાયબ્રેરીઓ બનાવડાવી. લાયબ્રેરીમાં આ ફક્ત પુસ્તાકોજ નથી પણ તમારી અલમારીમાં બેઠેલા મહાપુરુષો છે. મહાપુરુષોને અમર કરવા એ મોટામાં મોટું પુણ્ય છે. લાયબ્રેરીમાં દાન આપી માતા-પિતાઓના ચિત્ર મુકાવવા એજ તેમનું શ્રાદ્ધ છે. @31.04min. સમુહ લગ્ન, દામ્પત્ય અને લગ્નવ્યવસ્થા વિશે. @38.07min. ભજન: હે માં શારદા, અમે તો તારા નાના બાળ, વિજયી વિશ્વ તિરંગા પ્યારા.