– Side A
– શ્રીમદ ભગવદ ગીતા વિચારોનો ગ્રંથ છે, વિચારોનું શાસ્ત્ર છે, વિચારો જયારે સિદ્ધાંતમાં અને પછી આચારમાં બદલાતા હોય છે ત્યારે પ્રજાને તેના પરિણામ મળતા હોય છે. જે વિચારો સિદ્ધાંતમાં ન બદલાય તે દુર્બળ વિચારો છે અને જે સિદ્ધાંતો આચારમાં ન બદલાય તે વાંઝીયા સિદ્ધાંતો છે. ઋષિ શબ્દનો અર્થ. પ્રાચીનતા અને અર્વાચીનતા વિશે. @5.24min. વ્યક્તિ, સમાજ, ધર્મ અને રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલતા ચિંતનના ભેદો વિશે. @6.43min. એક સજ્જનને મંદિરના બદલે સંડાસ બનાવી આપવાની સલાહ ન ગમી. એક મુગટની ઉપાસના કરવાવાળા સંપ્રદાયની વાત. @10.52min. મંદિરને નિર્ભય બનાવો. મસ્જિદમાંથી શું ચોરવાનું છે? છતાં આપણા કરતાં તેમાંથી વધારે શક્તિ ઉત્પન્ન થાય છે. ભારતની ગુલામીનું મૂળ સમૃદ્ધ મંદિરો છે. @13.00min. અમેરિકામાં મૃત્યુ પામેલી છોકરીની મા, સ્વામીજીને તેના ઘરેણા આપવા આવેલી તેને સલાહ. @17.28min. એક ગામમાં એક ત્યાગી મહાત્માની વાત સાંભળો. પૈસાની બાબતમાં અને વાસનાની બાબતમાં કોઈની ગેરંટી ન હોય. @22.30min. ભગવદ ગીતામાં ચાર પ્રકારના પ્રશ્નો છે અને એ ચારેચાર પ્રશ્નો ઉકેલવાનું સામર્થ્ય રાખે છે. પ્રશ્નોનું નામજ જીવન છે. @30.35min. દેશમાં બેકારી, ભૂખમરો કેમ છે? કારણ કે આપણે વ્યક્તિના પ્રશ્નો ઉકેલી ન શક્યા. હિંદુ પ્રજા જેટલું દાન કરે છે એટલું દુનિયાની કોઈ પ્રજા કરતી નથી. મુંબઈમાં ભિખારીઓ રોજના ૫૦૦ રૂપિયા કમાય છે, જગ્યા ખાલી કરવાના લાખો રૂપિયા માંગે છે. આપણે પૈસા અગ્નિમાં નાખ્યા, જૈનોએ પથરામાં નાંખ્યા, કયો પ્રશ્ન ઉકલ્યો? ગાંધીજીએ યગ્નોનું રૂપાંતર કર્યું. શિહોરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ અને કવિ શ્રી દુલા ભાયા કાગની હૈયાવરાળ. તમારું દાન પ્રશ્નો ઉકેલે છે? @37.56min. देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतं…(१७-२०) તમારું દાન દેશ કાળને જોઇને યોગ્ય પાત્રને આપવામાં આવે છે? એક જૈન સજ્જનની વાત. દક્ષિણ ભારતના મંદિરની મુલાકાત. @42.38min. અમે બધા એટલા બગડી ગયા છે કે અમારી જાતે અમારી મૂર્તિઓ ઘડી ઘડીને ભગવાનની જગ્યાએ મુકાવીએ છીએ. @45.09min. રામાયણ પ્રવચન અને એક પાદરી બેસે તે વિશે.રસ્તે રખડતા ૨૪૦ હિન્દુઓના છોકરાંઓને તેમની ચર્ચમાં લાવી નવડાવી, ભણાવી, નોકરીએ લગાવી અને પરણાવીએ છીએ. આપણે પ્રશ્નો ઉકેલવાનું ચિંતન ન પચાવી શક્યા.
– Side B
ગાંધીજી બ્રશ કરતા ત્યારે ગીતાના બે સ્લોકો સામે રાખીને યાદ કરતા. એમ કરતાં કરતાં એમણે ૧૩ અધ્યાય સુધી ગીતા યાદ કરી હતી. એમણે કહ્યું કે બીજા અધ્યાયના બે સ્લોકોમાંથી એમને વધારે પ્રેરણા મળી. ध्यायतो विष्यान्पुन्स:…कमत्क्रोध्भिजायते. …(२-६२), क्रोधाद्भवति संमोः…बुद्धिनशात्प्रनष्य्ति. …(२-६३) આ બંને સ્લોકોનો અર્થ સાંભળો. @3.32min. કામ શબ્દનો અર્થ. કામ પૂરો થયો તો સંમોહ અને અડચણ આવે તો ક્રોધ થશે એટલે સ્મૃતિ ગાયબ અને તેથી બુદ્ધિનો નાશ. આ બે શ્લોકોનું “નારદને પરણવાની ઈચ્છાનું” આખ્યાન રામાયણમાંથી મળશે. નારદ કોઈ ઐતિહાસિક પાત્ર નથી પરંતુ સનાતન પાત્ર છે. માણસ પોતાની સિદ્ધિઓને પચાવી ન શકે તો તે પોતાની મેળે પોતાના વખાણ કરતો થઇ જાય. પોતાની પ્રશંસા કરનાર માનસ જો ઇન્દ્ર હોય તો પણ તે કુતરા જેવો લાગે. @૧૩.૦૦મિન. “સ્ત્રીને ન જોવાવાળા” એક સંપ્રદાયના સાધુનો જવાબ સાંભળો. @25 .29min. એક પેશ્વા જે મુસ્લિમ કન્યાને પચાવી ન શક્યા તેની ઐતિહાસિક વાત સાંભળો. @29.49min. રાષ્ટ્રનો તમારી પાસે શું ઉકેલ છે? શ્રી કૃષ્ણ પુરેપુરા રાષ્ટ્રિય પુરુષ છે. @30.37min. અર્જુનનો મેધાવી પુરુષની સમજણ. આપણે એટલા માટે પછાત પડ્યા કે આપણે મેધાવી પુરુષ રામાનુજન, નારલીકર અને હરગોવિંદ ખુરાના જેવા મહા પુરુષોની કદર ન કરી. @33.12min. એચ એમ પટેલને સરદાર પટેલે એવી વાત કરેલી કે સારી રીતે જો રાષ્ટ્ર ચલાવવું હોય તો મોટી ખુરસી પર નાના માણસને કદી ન બેસાડવો. ગુજરાતના એક સચિવની સાભળવા જેવી વાત. @૩૫.૨૦મિન. મેધાવી અને પ્રજ્ઞા વચ્ચે તફાવત. જ્યારે મેધામાં પવિત્રતા, નિર્મળતા આવે અને ઈશ્વર તરફ વળેલી ત્યારે એને પ્રજ્ઞા કહેવાય. સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા. स्थित्प्रग्नस्य क भाषा….व्रजेत किं….(२-५४) સ્થિતપ્રજ્ઞના લક્ષાનો સાંભળો. @38.40min. ગરીબી હટાવો અને અમીરી વધારો વચ્ચે શું તફાવત છે? @40.09min. ભજન – સ્વારથકા વહેવાર જગ્મેન, શ્રી નારાયણ સ્વામી.
Leave A Comment