listen – Side A
– શ્રીમદ ભગવદ ગીતા હિંદુ પ્રજા માટે અખૂટ પ્રેરણાનો ભંડાર રહ્યો છે. કોઈને જો પ્રેરણાનું સ્થળ હશેજ નહી તો માનસમાં શક્તિ હશે તો પણ તે સારા માર્ગે તેનો ઉપયોગ કરી શકશે નહિ. @3.38min. એક બહુમોટા હીરાના વહેપારી જૈન સજ્જનની વાત. ગાંધીજી વૈષ્ણવ સંપ્રદાયમાં જન્મ્યા પરંતુ તેમને લખ્યું કે “મને હવેલીમાંથી કશુજ ન મળ્યું.” જૈન સજ્જન પોતાની માતાની પ્રેરણાથી કેવી રીતે “માનવતાવાદી” થયા તે સાંભળો. @9.35min. ભાગવત ગીતની ભૂમિકા. સોનું મળવાના સુખ કરતા પણ સમાધાનનું સુખ મોટું હોય છે. સુખના અસ્તિત્વનો આધાર દુઃખ છે., દુઃખ હોજાજ નહિ તો સુખ જેવી કોઈ વસ્તુજ નથી અને અશાંતિજ શાંતિનું કારણ છે. મોટી પાણીમાં પાકે તેમ શાસ્ત્રનું ઊંડાણ ઉપનિષદ છે. ભગવદ ગીતા એ ઉપનીષદોનો નિચોડ છે. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दन:, पार्थोवत्स: सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत. તમામ ઉપનીષદો ગાયો છે અને તેનો દોહનાર ભગવાન શ્રી કૃષ્ણ છે. ગીતા પણ ઉપનિષદ છે. @17.48min. ગંગાનો અર્થ – જે સતત ઉપરથી ગમન કરે અને ચાલ્યાજ કરે. સંસ્કૃતના વ્યાકરણ વિશે સમજણ. સરસ્વતી, લક્ષ્મી અને મહાકાળીના ત્રણ રૂપો થકી નવશક્તિ નવદુર્ગાની સમજણ. @20.21min. એક મહાત્મા રબારી વિશે. ભંડારામાંથી પાછા વળતી વખતે છોકરાઓની ગાડીમાં બેઠા અને રજનીશ વિશે વાર્તાલાપ સાંભળો. એક સરસ્વતી ખાડામાં નાખે છે, બીજી પેટ ભરવાનું કામ કરે છે અને ત્રીજી સુપર નોલેજ છે. સાગરના ૬૦,૦૦૦ પુત્રો વિશેનું રૂપક. જિંદગીના વેગો સાંભળો. @35.55min. તુલસીદાસે સાહિત્યની દ્રષ્ટીએ વર્ષા ઋતુનું વર્ણન. @39.18min. ભારતમાં કેટલાયે ચમત્કારિક પુરુષો છે છતાં પ્રજાની આવી ખરાબ દશા કારણકે પ્રજાને ભટકાડી દેવામાં, ગુમરાહ કરવામાં, બ્રહ્મમાં નાખવામાં આવી છે. @42.49min. શું શિવ કોઈ ઐતિહાસિક પુરુષ છે? શિવ અજન્મા છે. હાથી અને મગરનું રૂપક. ગંગાનું શિવજીની જટામાંથી નીચે ઊતરવું. @47.47min. સુપર નોલેજ વિશે.

listen – Side B
– સંતનું અને ગંગાનો અર્થ અને રૂપકની સમજણ ચાલુ… કોઈપણ તપ સિદ્ધિ વિનાનું ન હોય. @4.04min. મહાભારતને ઐતીહાસીહ ગ્રંથ ન સમજતા અધ્યાત્મિક ગ્રંથ સમજવો જરૂરી છે. સંતનુંના બીજા લગ્ન યોજનગંધા જોડે થયા અને તેનાથી બે પુત્રો થયા તે વાત આગળ આવી ગઈ. @11.30min. સુરેન્દ્રનગરમાં એક ઘટેલી ઘટના જરૂર સાંભળો, જીવનમાં માર્ગદર્શન મળશે. @16.32min. સંતનુંની પરંપરામાં ત્રણ પુત્રો, તે રૂપક આગળ સાંભળો. @20.26min. જરા વિચાર કરો, ભગવદ ગીતમાં ૧૮ અધ્યાય કેમ છે? મહાભારતમાં ૧૮ પર્વ કેમ છે? આ યુદ્ધ કેમ ૧૮ દિવસ ચાલ્યું? સેના કેમ ૧૮ અક્ષોહિણી? ૧૮ હાજર શ્લોકો ભાગવતના છે, ૧૮ મહાપુરાનો છે, ૧૮ ઉપ-પુરાણો છે. આ ૧૮નો આંકડો વારંવાર કેમ આવે છે? એ એવું બતાવવા માટે કે એમાં કોઈ આધ્યાત્મિક રહસ્ય છે અને તે સમજવા માટે ઉપનિષદમાં જવાનું. ઉપનિષદ કહે છે કે તમારું શરીર ૧૮ તત્વનુંછે, ૧૯મો આત્મા છે. @23.20min. પહેલા અધ્યાયમાં બંને તરફ લશ્કર ઉભા થઇ ગયા છે. અર્જુન શું કહે છે? “सेनयोरुभयोर्मध्ये रथं ….प्रियचिकीर्षवः” કૌરવો (અંદરની દુર્વૃત્તી) અને પાંડવો (સદગુણો)ની સેના અને જીવાત્માની સમજણ. આ પ્રીષ્ટભૂમિથી આગળ જઈને ઉપનિષદનું અધ્યાત્મ જાણી શકાય છે. @27.36min. આપણું જીવન અને કુદરતનો પ્લાન. @35.10min. આપદ ધર્મ વીશે @39.37min. ભજન – હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હરે – શ્રી અનુપ જલોટા.