– Side A
કથા સમાંર્થોનીજ હોય છે. સમર્થમાં સમર્થ માણસની જીન્દગી પણ એમના હાથમાં નથી હોતી. જીન્દગીના બધા સુત્રો આપણા હાથમાં નથી હોતા. ચાણક્યે લખ્યું છે કે વજ્રથી કઠોર અને ફૂલથી કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને કોણ સમજી શકે? કઠોર થવાની જગ્યાએ જે કોમળ થાય અને કોમળ થવાની જગ્યાએ જે કઠોર થાય તે માણસ જીવન હારી જતો હોય છે. @5.09min. જીવન એક પ્રવાહ છે. બે પ્રકારના પુરુષો, નહેર જેવા અને નદી જેવા વિશે સાંભળો. @12.29min. પાંડવોનું ગુપ્ત્વાસનું છેલ્લું વર્ષ અને પકડાઈ ગયા. વિવાદસ્પદ પંચાંગ અને તેના પરિણામો વિશે સાંભળો. ઈશ્વર ઉપર દ્રઢ નિષ્ઠા એજ ચોઘડિયું છે. ચોઘડિયા જોવા એ એક વહેમ છે. જેનાથી ભય પેદા થાય તે વહેમ છે અને બળ પેદા થાય એ શ્રદ્ધા છે. @21.૪૪મિન. અમેરિકામાં વર્ષોથી રહેતા લોકો બાધા ઉતારવા દેશ આવે છે, અમેરિકનો બાધા ઉતરાવે છે? પહેલાં બાધા શા માટે ઉતરાવતા તે સાંભળો. ભારતમાં દોઢ કરોડ માણસો માત્ર નડતર ધર્મની આજીવિકા ઉપર જીવે છે. @28.24min. આશ્રમની બાજુમાં એક ડોસીના ખેતરમાં નાગ બાપજી દેખાયા અને તે ડોસીએ ૩૫૦૦૦ રૂપિયાની વિધિ કરાવી. વનવાસનું ૧૩મુ વર્ષ ક્યારે પૂરું થયું તેનો વિવાદ અને તેમાંથી ઝગડો. ભાઈ, એ મોટામાં મોટો શત્રુ અને મોટામાં મોટો મિત્ર હોય છે. રામાયણનું ઉદાહરણ અને મહાભારત સાથે સરખામણી. ઘણા પ્રયત્નો પછી સમાધાન ન થયું. શ્રી કૃષ્ણે સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ થયું નહિ. દ્રૌપદીએ કહ્યું તમે વિષ્ટિ કરવા જાવછો પણ મારા વાળને ભૂલશો નહિ. @38.18min. ઈતિહાસ તો પ્રતિજ્ઞાનો હોય છે, તેનું ઉદાહરણ સાંભળો. @43.03min. એક પાદરીએ લખેલું કૃષ્ણ અને ક્રાઈસ્ટ વિશેનું પુસ્તક. @45.oomin. વન ટ્રેક આઈનસ્તાઈન વિશે. શ્રી કૃષ્ણ ઓલ ટ્રેક છે.
– Side B
શ્રી કૃષ્ણ વિદુરને ત્યાં ગયા.પ્રેમમાં પાગલ બનેલી વિદુરાણીએ કેળાંનો ગર્ભ કાઢી નાંખી ભગવાનને છાલ ખવડાવી. @2.52min. મહાભારતના શ્રાપિત પાત્રો કર્ણ અને વિદુર વિશે. દુર્યોધને શ્રી કૃષ્ણને મહેણું માર્યું કે ભીષ્મ, દ્રોણ અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કરી આવ્યા. મુસ્લિમોની પરંપરામાં અલાઉદ્દીન ખીલજીને સંતાન ન હતું પરંતુ તેણે તેના ચારેચાર ગુલામોને ઉત્તરાધિકારી બનાવી ભારતમાં ગુલામ વંશ વર્ષો સુધી ચલાવ્યો. @9.46min. એક વિધવા પંચાલ ડોસીને ત્યાં જમવા જવા વિશે. બુદ્ધ ભગવાનનું એક ચુંગ નામના લુહારને ત્યાં જમવા જવા વિશે. @14.10min. દુર્યોધનને શ્રી કૃષ્ણનો જવાબ. જે ભગવાનનું ભજન કરે છે તેણે શુદ્ર કહેવાયજ નહિ. એ અંત્યજ હોય તો પણ મારે માટે બ્રાહ્મણજ છે. તો શુદ્ર કોણ છે? જે ભગવાનને માર્ગે એટલેકે ધર્મને માર્ગે નથી ચાલતા તે બાધા શુદ્ર છે. ધર્મ અને નીતિ વિશે. @17.47min. હાઇસ્કુલના ફંક્શનમાં જવા વિશે અને ત્યાનો અનુભવ. @24.20min. શ્રી કૃષ્ણે પાંડવો માટે પાંચ ગામો માંગ્યા પરંતુ દુર્યોધને કહ્યું કે યુદ્ધ વિના એક સોયની અણી જેટલી જમીન પણ આપવાનો નથી. “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.” એક પટેલનું ખીસું કપાવું અને પલાયનવાદની વાત. @29.05min. નાની પ્રજા અને મોટી પ્રજા કોણ થાય? @34.04min. યુરોપની યાત્રાનો અનુભવ. @36.00min. શ્રી કૃષ્ણે પાંડવો તરફથી આપેલું યુદ્ધનું આમંત્રણ અને દ્રૌપદીને કહ્યું કે તારી ઈચ્છા પૂરી કરીશ. @36.57min. ભજન – વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી – શ્રી નારાયણ સ્વામી, રામ સભામાં રમવાને ગયા તા – અન્ય કલાકાર.
Leave A Comment