– Side A
Side 1A – BHAGAWAD GEETA – SAN JOSE CA, USA – શ્રીમદ ભગવદ ગીતની પ્રીષ્ટભૂમિ – પૂર્વભૂમિ – ભગવદ ગીતા, મહાભારતની કુક્ષીમાં આવેલું એક નાનું સરખું રત્ન છે. @4.21min. આવું યુદ્ધ થયું હતું કે કવિની કલ્પના છે કે વાસ્તવિકતા છે? આ મહાકાવ્યની અંદર આવેલા પાત્રો ઐતિહાસિક કે ઐતિહાસિક અને કાલ્પનિક મિશ્રિત કે ફક્ત કાલ્પનિક પાત્રો છે? ઘટનાના મૂળમાં એક પરિવારનો ઝગડો છે. @8.04min. અસંતોષના કારણે ભાગી છૂટવું એ પલાયનવાદ છે. પલાયનવાદ, કાયરતા, પરાક્રમ, ઉકેલ(મુત્સદ્દીગીરી) વિશે. @16.24min. બધાને દુશ્મન બનાવશો પણ કવિને બનાવશો નહિ તે કેમ? સાંભળો. @23.58min. ઓળખીતા એક ૫૫ વર્ષની ઉંમરના પટેલે કેવી રીતે ૧૭ પેઢીઓ બનાવી? તે સાંભળો. @30.44min. શાંતિ કોઈ દિવસ સ્થિર થઈને નથી આવતી. શાંતિથી વધારે રહેવા માંગનારનેજ વધારે અશાંતિ થતી હોય છે. જે માણસ અશાંતિની સામે ઝઝૂમે તેનેજ શાંતિ મળતી હોય છે. @32.45min. ભગવદ ગીતા તમને શિકાર બનતા સસલા બનાવવા નથી માંગતી પરંતુ સિંહ બનાવવા માંગે છે. @36.03min. ઊંચી મેડી તે મારા સંતની. સ્વામીજીનો ભિક્ષા માંગવા જવા વિશેનો અનુભવ. @49.22min. મેક્ષિકોની મુલાકાત અને હિંદુ સંસ્કૃતિ સાથે સરખામણી.
– Side B
Side 1B – SAN HOSE – મેક્ષિકોનિ મુલાકાત ચાલુ. @1.44min. દ્રૌપદીએ દુર્યોધનનું કરેલું અપમાન. @6.02min. લાગણી વગરના એક ઓળખીતા સજ્જનની વાત. લાગણીઓ વિના જીવન નહિ, ઘટનાઓ નહિ, ભારત નહિ અને મહાભારત નહિ. @12.21min. બે વસ્તુઓ મફતમાં આપી શકાતી હોય છે, માન અને અપમાન અને તેના પરિણામો આખી જીન્દગી સુધી રહેતા હોય છે. માન જેવું કોઈ ટોનિક નથી અને અપમાન જેવું કોઈ ઝેર નથી. @17.51min. શકુનીએ અપમાનનો બદલો લેવા દુર્યોધનને ટેકો આપ્યો. યુધિષ્ઠિર પોતાના આખા કાફલા સાથે દુર્યોધનને ત્યાં ગયો અને ત્યાં જુગાર રમી સર્વસ્વ ગુમાવ્યું. @20.51min. ગુજરાત ઉપર શતપ્રતિશક બહારના લોકોએજ રાજ કર્યું છે. ધર્મગુરુઓ પણ બહારના. ગુજરાતમાં એક સિંહ જેવો ધર્મગુરુ “દયાનંદ સરસ્વતી” થયો પણ ગુજરાતે તેને પચાવી ન શક્યો. તેને ઓળખ્યો પંજાબે. સુરતમાં નર્મદા શંકરે તેમને બોલાવ્યા પણ બંને સભામાં પથરા પડ્યા. જે લોકોના તન, મન, ધન હરી લે તેની પૂજા થતી હતી. તેમનું પગ ધોયેલું. ન્હાયેલું પાણી પી જતા અને એંઠવાડ ખાતા તેવાની પૂજા થતી. @22.55min. લંડનમાં એક મંદિરના કેસ ચાલવા વિશે જરૂર સાંભળો. @25.00min. ભીમની ચતુરાઈ વિશે સાંભળો. ગાંધીજી અને સરદાર પટેલ @30.48min. જુગારના દાવમાં દ્રૌપદી હાર્યા. @35.02min. એક ભાઈ જુગારમાં ૧૦૨ રૂમની મોટેલ હારી ગયા. @37.06min. ભજન – દ્રૌપદી ક્રિશ્ના ક્રિશ્ના કહેતી, શ્રી મતિ દિલરાજ કૌર, ઊંચી મેડી તે મારા સંતની, શ્રી મતિ હંસા દવે.
Leave A Comment