ઇશાવાસ્ય ઉપનિષદ
ईशावास्यं इदं सर्वं यत् किन्चा जगत्यां जगत |
तेन त्यक्तेन भुञ्जीथा मा गर्धः कस्य सवित धनं|
]
ધર્માભાષ
– Side A
– ઇશાવાશ્ય ઉપનિશદ ચાલુ… असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः ધર્મ, અધર્મ અને ધર્માભાષ વિશે. @2.08min. ધર્મ, અને અધર્મની ખબર પડે, પરંતુ ગાયનું ચામડું ઓઢીને આવતો વાઘ એટલેકે ધર્માભાષની ખબર પડે નહિ. એટલે અધર્મથી તો બચી શકાય પરંતુ ધર્માભાષથી બચી શકાય નહિ. મૃગ જળ એ ધર્માંભાષનું ઉદાહરણ છે. @5.22min. સાચો ધર્મ અને ધર્માભાષને ઓળખવો કેવી રીતે? બંગાળમાં પશુઓના બલિદાન વિશે. ગાંધીજી દૂર કરી શકેલા નહિ. @8.15min. ધર્મને ઓળખવો કેવી રીતે? ધારણાત્ ધર્મ નિત્યાહુ, ધર્મો ધારયતે પ્રજા: ધર્મનું પાલન કરવાથી તમારું રક્ષણ થાય છે? આજીવિકાની ભૂમિકા આપે છે? તમારો વિકાસ થાય છે? જો ધર્મનું પાલન કરવા છતાં તમારો નાશ થતો હોય, આજીવિકા ન મળતી હોય અને વિકાસના બદલે તમે પછાતને પછાત રહેતા હો તો તમે ધર્માભાષને લઇને બેઠા છો. @10.15min. જરૂર સાંભળો, ધર્માભાષનો વિસ્તારથી સમજણ. 15.50min. ગુરૂ ગોવિંદસિંહે વાઘ થઇને રહેતાં શીખવ્યું. જૈન મુનિએ લખેલો કાનડદે રાસો વિશે. ઇઝરાઇલ સોળ દુશમનોની વચ્ચે પોતાનું રક્ષણ કેમ કરે છે? ત્યાં સ્ત્રીઓ બોર્ડર પર તેના દેશનું રક્ષણ કરે છે. @25.20min. ઊંઝામાં મુખીની દેખાવડી દિકરીને સિદ્ધપુરના બ્રાહ્મણે કેવી રીતે બચાવી? @32.54min. ધર્મ ધારણ કેવી રીતે કરે? આજીવિકામાં સાથ આપે છે? @40.50min.ધર્મ વિકાસ કેવી રીતે કરે? ધર્મ પ્રતિક્રિયાવાદી ન હોવો જોઇએ. વિકાસના ત્રણ માર્ગો. ધર્માભાષનાના લીધે ત્રણે માર્ગો કેવી રીતે ચૂકીગયા? ભૂમિ માર્ગ વિશે. @46.43min. સમુદ્ર માર્ગ વિશે. વાસ્કોડિગામાએ રાજાઓમાં અંદરો અંદર ચાલતી ખટપટોનો લાભ લીધો. આલ્બાકર્કીએ કેરાલા-ત્રાવણકોર, કોચીનને ખેદાન મેદાન કર્યું. અંગ્રેજો અને પોર્ટુગીઝોને સમૃધ્ધિ સમુદ્રથી મળી. @47.10min. સમૃધ્ધિનો ત્રીજો માર્ગ અંતરિક્ષ. ઘણી સાંભળવા જેવી રસપ્રદ વિગતો. @49.58min. ધર્માભાષ અધર્મ કરતાં પણ ભૂંડો. સ્કાઇલેબનું ઉદાહરણ. @52.00min. જરૂર સાંભળો ગાયત્રી મંત્ર વિશે. જે ગાયત્રી મંત્ર બુદ્ધિની શુધ્ધિ તથા પ્રેરણા માટે રચયેલા મંત્રને ચમત્કારની ભૂમિકામાં મૂકી દીધો. @55.30min. ધર્મના દ્વારા માર્ગ ભૂલેલી પ્રજા શસ્ત્ર વિનાની, આજીવિકા વિનાની અને વિકાસ વિનાની ગરીબ, ભિખારી પરસ્પરમાં એકબીજાની ઘૃણા, મૈત્રી કરવાની જગ્યાએ નફરત કરતી થઇ. આ પ્રજા કેવી રીતે સુખી થાય તે હવે પછી સાંભળો. @૫૮.૩૦મિન. શાસ્ત્રો રોજ રોજ લખતા નથી એટલે આપણે તેને સનાતન કહીએ છીએ. પણ એના ભાષ્ય અને વ્યાખ્યા સનાતન હોય નહિ.
– Side B
– સનાતન શાસ્ત્રોના ભાષ્ય અને વ્યાખ્યા રોજ રોજ લખાવી જોઇએ તે વિસ્તારથી સાંભળો. શાસ્ત્ર જ્યારે તમામે તમામ કાળના પ્રશ્નોને ઊકેલી આપે ત્યારે તેને અમરતા પ્રાપ્ત થયેલી કહેવાય. @1.16min. “असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः तान्स्ते प्रेत्याभि गचच्हन्ति एके जात मन्होजनाह्:” જે ધર્મની જગ્યાએ ધર્માંભાષને પકડશે, તમે તુમડું પકડો તો તરી જાવ પરંતુ તેની જગ્યાએ પથરો પકડો તો શું થાય? તરવું એ તમારી સાધના છે ધર્મ તુમડું છે અને પથરો એ ધર્માભાષ છે. પ્રજા જો મોટા પ્રમાણમાં ધર્માભાષને પકડી લે તો એ પ્રજા ધર્મના દ્વારા ધારણ થઇ શકે નહી તો એ માર ખાતી થઇ જાય. @2.49min. ધર્માંભાષના ઉદાહરણો. @8.14min. ચોથો મંત્ર – “अनेज्देको मनसो जरियो….रिश्व दधाति.” ઉપનિષદનો બ્રહ્મવાદ છે. જુદા જુદા વાદોમાં પ્રજા ગુંચવાઈ ગઈ. બ્રહ્મવાદથી ઊતરતા ક્રમે આત્મવાદ, દેવવાદ, પ્રકૃતિવાદ, અને વ્યક્તિવાદ. @12.58min. આપણે પ્રકૃતિનું દોહન કરવાને બદલે પ્રકૃતિવાદમાં એટલેકે પ્રકૃતિની પૂજા કરવામાં અટવાયા. @17.23min. ઉપનિષદનો બ્રહ્મવાદ શું કહે છે? @18.45min. પશ્ચિમવાળાઓએ સૂર્યમાં દેવ ભાવ ન કર્યો એટલે તેમાંથી ઉર્જા મેળવીને તેનો ઉપયોગ કર્યો. તેજ પ્રમાણે વાયુમાંથી(પવનમાંથી) વીજળી મેળવી વિગેરે. @21.18min. અખા ભગત વિશે. @23.44min. ભજન – ઘુંઘટકા પટ ખોલ (ફિલ્મી), જીસકો નહિ હૈ બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે, મુખડા ક્યાં દેખો દર્પનમેં
Leave A Comment