ડેમી મહાપુરૂષોથી બચો – ગણદેવી

listen – Side A

@2.30Min. જેને આપણે મહાપુરૂષ કહીએ છીએ એમાના મોટા  ભાગના (બુદ્ધ, મહાવીર સહિત) પરલોકનો પ્રશ્ન ઉકેલે છે પરંતુ આ લોકના પ્રશ્નોને તો કોઇ અડતુંજ નથી.  @8.30min. બહુ મોડે મોડે એક મહાપુરૂષ મળ્યા, જેણે પાયાના બધા પ્રશ્નો સ્પર્શ કર્યા, તેનું નામ છે મહાત્મા ગાંધીજી. @16.30Min. આ દેશને તો વાંઝિયું અધ્યાત્મ મળ્યું છે, આખી જીન્દગીભર ભોંયરામાં બેસી રહેનાર, ભગવાન બનીને પૂજાય છે. દાદા ભગવાનનું અહિં દશ કરોડનું મંદિર બંધાય છે, કયો પ્રશ્ન ઉકેલ્યો? ગાંધીજીની સમાંતર શ્રીમદ્ રાજચંદ્ર વિશે. પરાગજીભાઇ દેસાઇને હું મહાપુરૂષ માનું છું. @25.30Min. ભારતનું ન્યાયતંત્ર વિશે. @37.45Min. મહારાજા લાયબલ કેસ વિશે.

માનવતાવાદી દાન

(સંતોના ભેદ) @15.00Min.  મહાત્મા ગાંધીજી એક રાષ્ટ્રિય સંત, સમકાલિન ઘણા સંતો થયા તેમાંના શ્રીમદ રાજચંદ્ર, જેનાથી શરૂઆતમાં ગાંધીજી ઘણા પ્રભાવિત થયા હતા તેમણે આત્મા અને પરલોક સિવાય કોઇ વાત ન કરી. એના સંપર્કમાં આવતા ઘણા લોકો નિષ્ક્રિય થઇ ગયા અને જે લોકો ગાંધીજીના સંપર્કમાં આવ્યા તે બધા સક્રિય થયા. બુદ્ધ અને મહાવીરે સાધુઓ ઊભા કર્યા. ગાંધીજીએ પ્રશ્નો ઉકેલ્યા, ત્યારે સાધુઓએ લોકોને પ્રશ્નોથી ભગડ્યા. @19.50Min.  શિવાજી અને રાષ્ટ્રિય સંત સમર્થ સ્વામી શ્રી રામદાસ.  @24.50Min. લોક સંત શ્રી રામસ્વરૂપ દાસજી તથા સંત શ્રી કબીર વિશે. શ્રી રામસ્વરૂપ દાસજીને શ્રદ્ધાંજલિ.  @38.30Min. ભજન – સંત પરમ હિતકારી, વૈષ્ણવજન તો તેને કહીએ જે – શ્રી જનાર્દન રાવલ તથા શ્રી નારાયણ સ્વામી

મહાત્મા ગાંધી એક રાષ્ટ્રિય  સંત

listen – Side A

@4.00Min. વીસમી શતાબ્દિમાં મોટું આંદોલન થયું અને તેને વેગ આપ્યો મહાત્મા ગાંધીજીએ ચાર મોટાં પરિવર્તનો આપ્યા. પ્રવૃત્તિ નિર્માણ લક્ષી, રચનાત્મક બનાવી. યજ્ઞોનું રૂપાંતર કર્યું. શ્રમ યજ્ઞ, નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ વિગેરે. ભારતમાં નાસ્તિકતાનો કોઇ પ્રશ્નજ નથી, પ્રશ્ન છે વધુ પડતી ધાર્મિકતા (એક પ્રકારની અંધશ્રદ્ધા)નો, એટલે ભક્તિને રૂપાંતર આપ્યું “માનવ સેવા એજ પ્રભુ સેવા.” @17.40Min. તુલસી વિવાહ વિશે. @25.00Min.  સાંવલીના આધુનિક આદર્શ અને નિર્માણલક્ષી સંત પૂજ્ય મોટા ચુનિલાલ ભગતનું ચરિત્ર. @46.10min. ફિલ્મી ગીત – સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.