[ પ્રેમ અને શ્રદ્ધા બુદ્ધિગમ્ય નથી. જીવન બે રીતે જીવાય છે. સ્થૂળરૂપ યાંત્રિક છે અને બીજું ચેતના રૂપ છે. પરમ તત્વ એકજ છે. વિદ્વાનો એને જુદા જુદા નામથી બોલાવે છે. બે-ત્રણ ભગવાન છેજ નહિ. શ્રદ્ધા એ અણમોલ રતન છે તેનું જતન કરવું. આ પ્રેમ છે તેનું પુરાણોમાં નામ અમૃત છે. ભાગવતે કહ્યું કે પરમેશ્વર પ્રેમરૂપ છે. કૃષ્ણ અને પ્રેમ બંને પર્યાય છે. પ્રેમ અને શ્રદ્ધા વિષય ઉપર સ્વામીજી ના પ્રવચનોનું સુંદર સંકલન.]

પ્રેમ અને શ્રદ્ધા – MUMBAI – Gujarat Research Society

listen – Side A
ચાર ક્ષેત્રોમાંથી જીવન પ્રગટે છે. માણસોમાં જે ભિન્નતા છે તેનું નામ સંસાર છે. જીવન પેટ, તિજોરી, હૃદય અને મસ્તિકથી પ્રગટ થાય છે. હૃદય અને મસ્તિકમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. પ્રેમ અને શ્રદ્ધા એ શક્તિના બે મોટા જનરેટરો છે. પ્રેમ અને શ્રદ્ધા બુદ્ધિગમ્ય નથી. હવે વધુ આગળ પ્રેમ અને શ્રદ્ધા વિશે સાંભળો.

listen – Side B
@35.50min. પરમેશ્વરની ન્યાય વૃત્તિ વિશે. @39.04min. ભજન – શ્રી મતિ લતા મંગેશકર

પ્રેમ રસાયણ – BILIMORA – Saanidhya Sansthaa

listen – Side A
જીવન જીવવાના ઉત્તમ રસાયણો. જીવન બે રીતે જીવાય છે. સ્થૂળરૂપ યાંત્રિક છે અને બીજું ચેતના રૂપ છે. જ્યાં સુધી આ બે રૂપને જુદા અલગ ન સમજી શકાય તો રસાયણ શબ્દને ન્યાય ન આપી શકાય. યાંત્રિક જીવન અનાજ પાણી અને હવાથી જીવાય છે. તે જીવનનો મુખ્ય ભાગ નથી. કેટલીક વાર પ્રત્યક્ષ જીવતો દેખાતો માણસ અંદરથી મરી ગયેલો હોય છે કારણકે તેનું ચેતનાત્મક રૂપ મરી ગયું હોય છે. રસાયણના ત્રણ ભાગો પ્રેમ, શ્રદ્ધા અને બૌદ્ધિક તૃપ્તિ. રસાયણ એટલા માટે કે તેની માત્રા બહુ અલ્પ અને યુક્તિ પૂર્વક સેવવાથી અસર બહુ મોટી છે તે હવે પછી સાંભળો.

listen – Side B
@28.20min. રાજપૂત સમાજમાં પ્રવચન, @33.48min. સંત સુરદાસ, મીરાં અને તુલસીદાસના પદો.

 

પ્રેમ અને શાંતિ – KOBA ASHRAM

listen – Side A
જીવન ત્રીમુખી છે, ઉદર, જ્ઞાન અને હૃદય લક્ષી. ધર્મના, અધ્યાત્મ અને સત્સંગના નામે કદી પણ કાલ્પનિક વિચારોમાં રાચવું નહિ. કાલ્પનિક વિચારો તમને વાસ્તવિક સાધના નહિ કરવા દે અને તેથી જીવનમાં જે પરિણામ મળવા જોઈએ તે નહિ મળે. ઉપનિષદો કાલ્પનિકતાથી મુક્ત છે અને તે વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે. હવે પછી વધુ આગળ સાંભળો.

listen – Side B
પરમ તત્વ એકજ છે. વિદ્વાનો એને જુદા જુદા નામથી બોલાવે છે. બે-ત્રણ ભગવાન છેજ નહિ. શ્રદ્ધા એ અણમોલ રતન છે તેનું જતન કરવું. કોઈની શ્રદ્ધા તોડવી એ પાપ છે એટલે કોઈની શ્રદ્ધા તોડવી નહિ. વધુ આગળ સાંભળો. @34.08min. દાસીના અકબર બાદશાહ પ્રત્યેના ભક્તિયોગથી તેને બેગમ બનાવી. @40.27min. ભજન – વહાલો મારો પ્રેમને વશ થયા રાજી, શ્રી નારાયણ સ્વામી

 

પ્રેમ એજ અમૃત – KOBA ASHRAM

listen – Side A
જીવનમાં ત્રણ માર્ગો. કલ્પના, વાસ્તવિકતા અને ક્રાંતિ. સરદાર પટેલ સફળ રહ્યા કારણકે તેઓ વાસ્તવવાદી હતા. સ્નેહ-મિલન, સ્નેહનો અર્થ થાય છે પ્રેમ. ખરેખર તમે હૃદય પર હાથ મુકીને કહો કે તમે પ્રેમનો સ્વીકાર કરો છો? આ પ્રેમ છે તેનું પુરાણોમાં નામ અમૃત છે. અમૃત મંથન અને અમૃતના ઘડા વિષે જાણો. એવો એક પણ માણસ નથી કે જેને પ્રેમની ભૂખ ન હોય. પ્રેમ એજ અમૃત વિષે વધુ આગળ સાંભળો.

listen – Side B
@2.17min. આશ્રમના વૃદ્ધોની વાસ્તવિકતા – @20.59min. – ૧૨ માંથી ૬ પુન: લગ્ન કરવા તૈયાર થયા. સ્વામીજીની આ પ્રવચનના સંદર્ભમાં વધુ સ્પષ્ટતા. પુરાણોમાં યયાતિ રાજાના ઉદાહરણથી જીવનની વાસ્તવિકતા પર પ્રકાશ. આવેગો એ વાસનાનો વંટોળિયો છે, તેને લીધે અકુદરતી જીવન તરફ દોડવું કે ખેંચાવું ન પડે માટે એવી વ્યવસ્થા કરો કે વૃદ્ધાવસ્થામાં પણ વ્યક્તિને સાથીદાર મળે. આખી કેસેટનો સાર એટલોજ છે કે અમૃત મેળવવા પૈસા અને વાસનાનો ત્યાગ એ એક નર્યો ભ્રમ છે અને તેમાંથી છુટો. @40.35min. ફિલ્મી ભજન – શ્રી મતિ લતા મંગેશકર

પ્રેમ – ૧ – DETROIT, USA

listen – Side A
– પુરાણોમાં અમૃત તત્વની પ્રાપ્તિ વિશે, જે પીને માણસ અમર થઇ જાય. અમૃત એટલે માત્ર પ્રેમ, બંને એકબીજાના પર્યાય છે. અમૃતના શોધની “સમુદ્ર મંથન” ની પૌરાણિક કથા વિશે. જેને મથન કરતાં આવડે તેજ માખણ કે અમૃતનો હક્કદાર થઇ શકે. આપણી પૌરાણિક કથાના બે રૂપો છે જે રીતની છે તેવીજ રીતે સમજવામાં આવે તો તમારા ધર્મમાં તમને અશ્રદ્ધા થઇ જશે, પરંતુ તમે જો થોડો પ્રયત્ન કરી તેના ઊંડાણમાં ઉતરશોતો તો તમને નવાઈ લાગશે કે આ મીથમાં આટલું બધું રહસ્ય કોઈએ મૂકી દીધું છે. નારદ ઐતિહાસિક પાત્ર નથી પરંતુ સનાતન પાત્ર છે. આજે પણ આપણી આગળ પાછળ હોવાનો અનુભવ થાય છે.

listen – Side 1B
ભાગવતે કહ્યું કે પરમેશ્વર પ્રેમરૂપ છે. કૃષ્ણ અને પ્રેમ બંને પર્યાય છે. કૃષ્ણ કોઈ ઐતિહાસિક પુરુષ નથી અને તેમ માનશો તો મોટી ગરબડ થઇ જશે. ૧૬૦૦૦ ગોપીઓ સાથે રાસ પણ કોઈ ઐતિહાસિક ઘટના નથી પરંતુ રૂપક છે. ભક્તિમાં અલ્હાદિની શક્તિ જાગે તે રાધા છે. ગુરુ પ્રથા એ હિંદુ પ્રજાની કમજોરીનું કારણ છે. @22.47min. ભર્તુહારીનું વૈરાગ્ય સંબંધે ઉદાહરણ. @40.15min. મીરાં ભજન – શ્રી મતિ લતા મંગેશકર

 

પ્રેમ – ર – DETROIT, USA

listen – Side 2A
– અમૃતનો શબ્દાર્થ ચાલુ… અમૃત એટલે વિશુદ્ધ પ્રેમ, જેને મળે છે તે ધન્ય ધન્ય થઇ જાય છે. આ પ્રેમના ત્રણ મિત્રો અને ત્રણ શત્રુઓ છે તે હવે વિસ્તૃતમાં સાંભળો. મિત્રો: વિશ્વાસ, સમજણ અને ધીરજ. જંગલમાં માણસ, સિંહ અને રીંછનું ઉદાહરણ. માઘ કવિનું ઉદાહરણ જરૂર સાંભળો.
listen – Side 2B
ઉદાહરણ. માઘ કવિનું ઉદાહરણ ચાલુ… @14.50min. કદીપણ ઉતાવળ કરીને કોઈને કલંક ન લગાડશો. ત્રણ શત્રુઓ: વહેમ, કાચાકાન અને ચંચળતા. @40.30min. ભજન – રામસભામાં અમે રમવાને ગયા ત્યાં., માણવોરે હોય તો રસ, માની લેજો પાનબાઈ

to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″]
પ્રેમ અને શ્રદ્ધા
પ્રેમ રસાયણ
પ્રેમ અને શાંતિ
પ્રેમ એજ અમૃત
પ્રેમ
[/list]