જાગતી પ્રજા, ઉનાવા
[frame_left] [/frame_left]દાતાઓનું બહુમાન પ્રસંગે. પ્રજાઓનું વર્ગીકરણ, ઊંઘતી પ્રજા, જાગતી પ્રજા, આંધળી પ્રજા અને દેખતી પ્રજા. ઊંઘતી પ્રજાનો શું અર્થ? તમે તમારા વિનાશને જોઈ ન શકો, સમજી ન શકો ત્યારે તમે ઊઘતી પ્રજા છો. તમારું લડાખ તમારા હાથમાંથી ચાલ્યું ગયું, નેફાનો પ્રદેશ ચાલ્યો ગયો અને ત્યાં સુધી કે દુશ્મનોએ તમારા એ પ્રદેશમાં રસ્તાઓ બનાવી દીધા અને તમને ખબર શુદ્ધાં ન પડી તો આ પ્રજા કેવી કહેવાય? વધુ આગળ સાંભળો.
– Side B
@3.00min. Amdavad, H K Hall, ભોજે વિદ્યાભવન – વિશ્વનો અર્થ થાય છે પદાર્થોનો સમૂહ. પદાર્થોની સભાનતા વિશે અને તેના તેના ચાર પરિણામો – પદાર્થ સબંધી અજ્ઞાન, ભ્રામકતા, સાચું જ્ઞાન અને વિજ્ઞાન. વધુ આગળ ઘણી રસપ્રદ વાતો સાંભળો. @૩૩.૦૭મિન. ભજન, ઊઠ જાગ મુસાફિર ભોર ભયી, કલાકાર – શ્રી ઉદયન પરીખ
જાગો ભાઈ જાગો, બાઢડા
– Side A
– બ્રહ્મલીન દયાનંદ બાપુની પુણ્યતિથી પ્રસંગે. સન્યાસના બે રૂપ એક સ્થિતિ બતાવનારો અને બીજો બાહ્યાચાર વસ્ત્રો બતાવનારો.
બાપુને એમની સ્થિતિના દ્વારા સમજો. ધર્મની ફિલસુફી જયારે બોલવાની જુદી હોય અને આચરવાની જુદી હોય તો કાગળના ફુલ થઇ જાય. કરોડોની સખ્યામાં વહેંચાયેલી હિંદુ પ્રજાની વચ્ચે કામ કરવાની પીડા જેવી ગાંધીજીને અને દયાનંદ સરસ્વતીને હતી તેવી પીડા દયાનંદ બાપુને હતી. @૨૪.૪૭મિન. હિંદુ પ્રજાને કેવી રીતે બળવાન બનાવવી?
– Side B
@16.28min. NAVSARI – ભક્ત પાટીદાર આશ્રમ – કબીરનું વ્યક્તિત્વ અને માણસ કેવી રીતે બીજાને પગલે અને પોતાને પગલે ચાલે છે તે વિશે ઘણી રસપ્રદ વાતો સાંભળો.
ધર્મ અને સમાજની જાગૃતિ -બાબરા
– Side A
ચેક ડેમનાં ઉદઘાટન પ્રસંગે. ધાર્મિકતા માપવાના આઠ પાસાઓ. તમે જો એમ સમજતા હો કે ઘણા મંદિરો બાંધવાથી ધાર્મિકતા વધી જશે તો તમે બહુ મોટા ભ્રમમાં છો. દક્ષિણ ભારતમાં ભવ્ય મંદિરોની દુર્દશા કેમ થઇ? @૬.૫૩મિન. લુચ્ચાઈના એકડા-બગડા મંદિરો પણ ઘુટાડતા હોય છે. એક ધાર્મિક આયોજનમાં ઈલેક્ટ્રીસીટીનું ડાયરેક્ટ કનેક્શન વિશે. @૧૮.૪૫મિન. ગુલામીનું મૂળ તમારા ધર્મમાં છે. @૨૩.૫૮મિન. એક ડોસીએ ખેતરમાં નાગ બાપજીની વિધિ પાછળ ૩૨૦૦૦ રૂપિયા ખરચ્યાં. @૩૯.૪૧મિન. ઉત્તર ગુજરાતમાં અમારી સંસ્થાએ ૭ તળાવો ઊડાં કાર્ય છે, ૧૦૦નો આંકડો પૂરો કરવો છે. @૪૧.૦૭મિન. પટેલ કેળવણી મંડળ, સાવરકુંડલા. સંસાર ચાલવાના ત્રણ ઘટકો વિશે.
પટેલ કેળવણી મંડળ, સાવરકુંડલા
– Side B
@41.51 ફ્રાન્સનો ઈતિહાસ – જોન ઓફ આર્ક, એક ૧૭ વર્ષની બહાદુર છોકરીએ હારી ચુકેલા, નાશીપાસ થયેલા લશ્કરને કેવી રીતે પાછું શુરવીરતાથી લડતું કર્યું? @૪૪.૩૦મિન. ભજન, જપલે હરિકા નામ, શ્રી રાજેન્દ્ર અને નીના મહેતા
સમજો – બ્લુ પ્રિન્ટ કોબા આશ્રમ
– Side A
ધર્મોને સમજો અને તમારી સાથે સખાવો કે આપણા ધર્મની કેમ વૃદ્ધિ થતી નથી. @૮.૦૦મિન. મહાપુરુષની વ્યાખ્યા. અને ધાર્મિક પ્રશ્નો. બધા ધર્મોની બ્લુ પ્રિન્ટ સમજો. @૧૩.૦૦મિન. હિંદુ ધર્મ,મહા પુણ્ય યજ્ઞ, મહા પાપ ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા, પરિણામ સાંભળો. @ ૩૫.૨૦મિન. જૈન ધર્મ, મહા પુણ્ય પરીવ્રાજ્ય અને તપસ્યા, મહા પાપ હિસા, પરિણામ સાંભળો.
– Side B
@૦.૪૪મિન. બુદ્ધ ધર્મ, મહા પુણ્ય પરીવ્રજ્યા અને નિર્વાણ, મહા પાપ કંઈ નહિ, પરિણામ સાંભળો. @૨.૨૦મિન. ઇસ્લામ, મહા પુણ્ય ઈમાન, મહા પાપ કુફ્ર(કાફિર) બેઈમાન, પરિણામ સાંભળો. જુડીઝમ સાથે સરખામણી. @૮.૧૦મિન. ક્રીસ્તીયાનીટી, મહા પુણ્ય પાદરી કે નન બની માનવતાનું કામ કરવું. મહા પાપ ઈશુમાં નહિ માનવું, પરિણામ સાંભળો. @૨૦.૧૦મિન. સ્વામીજીનું જીવનમાં શું પરિવર્તન આવ્યું? ૨૩.૪૮મિન. આપના હિંદુ ધર્મને કેવી રીતે બચાવી આગળ વધારી શકીએ? @૨૯.૨૦મિન. સ્વામીજીની રહી ગયેલી વાતોની પૂર્તિ @૩૭.૪૦મિન. ભવિષ્યમાં શું કરવું? @૪૦.૫૦મિન. ભજન – શૂરવીરને તું જોઇને પ્રાણી.. શ્રી નારાયણ સ્વામી.
Leave A Comment