[ આપણા માંથી ઘણાબધાં લોકો પૌરાણિક વાતોને સત્ય માની ને ચાલતા હોય છે. પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાનપ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. કૃષ્ણ પ્રેમ છે. આવો આપણે આ જન્માષ્ટમી વખતે પૌરાણિક વાતોને વિવેકની આંખથી ફરીથી તપાસીને કૃષ્ણ એટલે શું એ ફરીથી સમજીએ. આવો માણીએ ATLANTA, Georgia માં કરેલું પ્રવચન. ]


listen – Side 4A

બુદ્ધ અને આમ્રપાલી ચાલુ… સહજાનંદ સ્વામી, જેતલપુરમાં એક સ્ત્રીએ કરેલી પાપની કબુલાત. પ્રસ્ચ્યાતાપ રૂપે અનાજ દળવાનું કામ સોપ્યું. @૪.૧૦મિન. શ્રીમદ ભાગવતની ઉત્થાનિકામાં વ્યાસને શાંતિ જોઈએ છે અને શાંતિ પ્રેમથી મળે છે. ભાગવતનું લક્ષ્ય વ્યક્તિમાં સાર્વજનિક પ્રેમ ઉત્પન્ન કરવાનું છે. રામાનંદ અને કબીર. ચૈતન્ય મહાપ્રભુનો ઉપદેશ. @૭.૫૩મિન. એક મિલના મેનેજરની વાત. @૧૦.૪૫મિન. પ્રેમનું પ્રાગટ્ય ક્યારે થાય? કૃષ્ણ કોણ છે? જ્યાં ને ત્યાંજ બેઠા બેઠા ૮૪ કોષની યાત્રા કેવી રીતે થાય? કંસે પૂતનાને નંદના ઘરે મોકલાવી. પૂતના માસી કેવી રીતે? @૨૧.૪૫ શક્તિઓ વિશે. પ્રેમને ઉત્પન્ન કરનારી દૈવી માયા, પ્રેમનું રક્ષાન કરનારી રાજસી માયા અને ભોગ પ્રદાયિની શક્તિ એટલે સ્તન ઉપર ઝેર ચોપડેલું છે અને તેથી સાધક એ તરફ વળ્યો તો તે પોતે ચૂસાઈ જાય અને એ તમારું સામર્થ્ય વધતું હોય ત્યારે આવે છે, તેમાં પાયમાલી છે. @૨૫.૫૫મિન. અસુરોને મોકલ્યા. @૨૮.૧૮મિન. ગાંધીજીના સત્યના પ્રયોગો વિશે. ગાંધીજીએ માંસ ખાધું અને ચોરી પણ કરી. કામવાળી બાઈએ રામ મંત્ર આપ્યો અને તેથી ગાંધીજી લખેછે કે હું દુનિયામાં ત્રણ સ્ત્રીઓને બહેન કહેવાને લાયક રહી શક્યો. @૩૫.૦૦મિન. પાપ અને પૂણ્યની કોઈ નિશ્ચિત વ્યાખ્યા આપણી પાસે
નથી. અસત્યના પ્રયોગો પણ સાંભળો. @૩૯.૨૨મિન. વ્યાસજીની પાપ-પૂણ્યની વ્યાખ્યા. ત્રણ પ્રકારના સુખો, સાત્વિક, રાજસિક અને તામસી. (ગીતા અ. ૧૭મો) @૪૪.૧૦ ઘટના અને લીલા વિશે. ઘટના ન હોય પણ ઘટના જેવું દેખાતું હોય તે લીલા. મોટે ભાગેના લોકો આ ભેદને સમજી નથી શકતા. શ્રીમદ ભાગવતમાં મૂળ સુત્રધાર પરબ્રહ્મ પમેશ્વર છે પરંતુ તેને લૌકિક રૂપમાં મુકવામાં આવ્યું છે એટલે લોકોને ખ્યાલ આવે કે આ ઘટેલી ઘટનાઓ છે. અધ્યાયની સમાપ્તિમાં લખ્યું છે કે, આ પરમહંસોનું અધ્યાત્મ શાસ્ત્ર છે, તો તેમાં કંઈ રહસ્ય છે અને ફરી પાછુ કહેવામાં આવ્યું છે કે ભાગવતમાં એની પરિક્ષા છે. ભાગવતની ઉપરનું લેવલ લૌકિક છે પરંતુ અંદરનું લેવલ પૂર્ણ અધ્યાત્મિક છે. જો માણસ ઉપરના લેવલ પરજ રમ્યા કરે તો તે છીછરો માણસ છે. ગાંઠો મુકવાનું શું કારણ? કોઈ ખલ પુરુષ ખલ ન કરી જાય એટલા માટે. ભાગવત દ્વારા જે ધર્મ આવ્યો તે ઘણાના ગળે ઉતરતો નથી. ઘણાએ એમાંથી અનર્થો ઉભા કર્યા છે, એટલે જરૂરી થાય છે કે એના રહસ્યો જાણવા જોઈએ. @૫૦.૩૫મીન. વસ્ત્રાહરણની લીલા વિશે બહુ અગત્યની વાતો જરૂર સાંભળો. @૫૩.૧૨મિન. ભ્રુતુંહરિના તીવ્ર વૈરાગ વિશે સાંભળો.


listen – Side 4B

ભર્તુહરિ …ચાલુ. માણસના ગુણોના દર્શન કરવા વિશે. @૩.૧૫મિન. ગાંધી મુવી વિશે. @૭.૧૦મિન. બર્તુહારી અને પીંગળાની વાત આગળ ચાલુ. @૧૪.૦૦મિન. ભાગવતનું લક્ષ્ય. કદમનું વ્રુક્ષ છે શું? સમજવું હોય તો યોગ પ્રક્રિયામાં જાવ. સૂર્ય-નાડી અને ચંદ્ર-નાડી વિશે. ચંદ્રની નાડી ચાલે ત્યારે શીતળતા અને સુર્યની નાડી ચાલે ત્યારે ઉષ્ણતા અનુભવાય. આયુર્વેદ કહે છે કે જમ્યા પછી થોડી વાર ડાબા હાથે સુઈ જવું. પ્રકૃતિ વિરુદ્ધ ચાલવાથી યોગીઓ દુઃખી દુઃખી થઈને મારતા હોયછે. શુશુમણા નાડી એ કદમનું ઝાડ છે. @૧૯.૦૪મિન. વૈષ્ણવો વારંવાર યમુને મહારાણીની જાય બોલાવે છે તો એનું રહસ્ય સમજો. @૨૧.૫૦મિન. શ્રીમદ વલ્લભાચાર્યે યમુનાષ્ટકની રચના કરી છે. મેં એના ઉપર મહિનો-મહિનો કથા કરી છે. @૨૬.૦૦મિન. કાલીય દમન અને નરસિંહ મહેતાનું ભજન “જળ-કમળ છાંડી જાને બાળા.” નું રહસ્ય સમજો. @૩૬.૨૦મિન. આધ્યાત્મિક રહસ્ય. @૪૩.૫૯મિન. મંદિરમાં ખાલી હાથે ન જશો, મંદિર બાંધવું સરળ છે પરંતુ તેને નિભાવવું સરળ નથી. હાથીનું ઉદાહરણ. @૪૫.૫૦મિન. રાસ લીલાનું રહસ્ય સમજો. ગીતાનું હાર્દ છે. ૧૬૦૦૦ ગોપીઓના રાસ પાછળ ભાવ શું છે? ઉપનિષદ શું કહે છે? પેલો પરમાત્મા કૃષ્ણ છે તે રસરૂપ છે. જિંદગીનો અર્થજ રસ છે. કોઈને મરવું નથી ગમતું. જિંદગીને કદી નીરસ ન થવા દેશો. ડીપ્રેસન એટલે શું છે? એટલે તમારો રસ ઉડી ગયો. @૫૪.૧૮મિન. અમેરિકાથી સુરતના એક ભાઈનો જીવનમાંથી રસ ઉડી જવા બાબતે.

 

to download ‘right-click’ on the link and select ‘save-link-as’
[list type=”arrow2″] [/list]