કૃષ્ણ પ્રેમરૂપ છે. એક પાદરીએ લખેલું પુસ્તક ક્રિશ્ન અને ક્રાઇસ્ટ વિશે. શા માટે લખેલું તે સાંભળો. @૪.૨૨મિન. કૃષ્ણ પ્રેમ છે. આપણે ભગવાનને એક માધ્યમથી જોવો છે. જ્ઞાન અને વૈરાગથી જોવો હોય તો તે મહાદેવ છે. મહીનામ્ન સ્તોત્ર વિશે. અહી જ્ઞાનને વૈરાગ્યનું કવચ છે. @૭.૫૪મિન. યુગાન્ડામાં ટકાવારી નક્કી કરીને દેશથી એક કથાકારને બોલાવેલા અને પાછળથી ઊઠેલા પ્રશ્ન વિશે. જયારે શુકદેવજીએ પરિક્ષિતને ભાગવત સંભળાવેલી ત્યારે ટકાવારી નક્કી થઇ હતી? @૧૦.૫૬મિન. મહાદેવના સૌદર્ય વિશે.પરમેશ્વર એ બ્રહ્મ છે પણ જયારે તેને વૈરાગ્ય અને જ્ઞાન પ્રધાન જોવો હોય ત્યારે ભગવાન શિવનો આકાર આપી દીધો, એજ પ્રમાણે જયારે કર્તવ્ય પ્રધાન જોવો હોય ત્યારે વિષ્ણુ ભગવાનનો આકાર આપી દીધો. મહાદેવ અને ભષ્માસુરનું રૂપક અને માયાનું રૂપ વિશે. પરમેશ્વર એકજ છે છતાં આપણે તેના જુદા જુદા ગુણો અને ક્રિયામાંથી જુદી જુદી મૂર્તિઓ બનાવી. @૧૬.૪૬મિન. બંગાળના એક મોટા કવિ નજરુલ ઈસ્લામે ગંગાના, કાલીના વિગેરેના ગીતો રચ્યા છે. તેણે ઘરમાં હિંદુ દેવ-દેવીઓના કલાના ક્ષેત્રો દર્શાવતા ચિત્રો રાખ્યા હતા. મુસલમાનો એને કાફર કહેતા હતા કારણકે આ બધા ગરેઢમાં પડેલા ઠીન્ગુજીઓ છે. બધા જુદા જુદા આકારો કરતાં એવો આકાર કે જેનો જોટો ન જડે તેવો આકાર તે ભગવાન શ્રી કૃષ્ણ છે. બધા ગુણોને દંદ્વ હોય છે, જેમકે રાગને દ્વેષ પરંતુ પ્રેમને શું છે? પ્રેમનું પ્રાગટ્ય એજ શ્રી
કૃષ્ણનું પ્રાગટ્ય છે. “શ્રી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ” @૨૧.૪૭મિન. ગાંધીજી-અંગ્રેજ, ભીષ્મ-અર્જુન વિશે. @૨૪.૦૦મિન. વસુદેવે બાળકીને કંસને આપી અને થયેલી આકાશવાણી. પરિણામે વ્રજના બધા બાળકોને મારી નાખવામાં આવ્યા. કૃષ્ણ પાસેથી શું પ્રેરણા લેશો? @૩૨.૨૪મિન. હવે મૂળ વાત સાંભળો, જ્ઞાનની સાત ભૂમિકા પાર કર્યા પછી પ્રેમનું એટલેકે કૃષ્ણનું પ્રાગટ્ય થાય. આ રૂપકને સમજવાનો પ્રયત્ન કરશો તો સમજમાં આવશે કે કૃષ્ણ શું છે? હું મારા ઘરની વાત નથી કરતો, કૃષ્ણ ઉપનિષદમાં બધા ભેદો બતાવવામાં આવ્યા છે. @૩૬.૫૯મિન. વ્યાસ સાતમી ભૂમિકા પર પહોંચ્યા પરંતુ શાંતિ નહિ મળી કારણકે આઠમો પ્રેમ પ્રગટવાનો બાકી હતો. આ બધી બહુંજ અર્થ-ગાંભીર્ય વળી વાતો છે, પ્રયત્ન કરશો તો સમજાશે. કૃષ્ણને માણસ કે વ્યક્તિ સમજી લેશો તો કંઈ પ્રાપ્ત ન કરી શકો. @ ૩૮.૪૦મિન. શ્યામલનો અર્થ સુંદર. અહિ શ્યામલ અર્થ કાળા અર્થમાં નથી. @૪૩.૫૨મિન. ભક્તિના આનંદ વિશે. રામાનુજાચાર્યે શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતને વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંતમાં ફેરવી નાંખ્યો. એટલેકે જગત મિથ્યા નથી પરંતુ જગત ભગવાનની કૃતિ છે. @૫૪.૧૨મિન. નરસિંહ મહેતાને હરિજનનું આમંત્રણ.
મારા મગજમાં એક વાત બેઠી કે હિંદુ પ્રજાને ડુંગળી લસણ ખાતાં કરવી જોઈએ. કેમ? @૨.૩૨મિન. શ્રીમદ રામાનુજે ધર્મદાસને ભગવાનના દૈવી સ્વરૂપના દર્શન કરાવ્યા. @૭.૨૦મિન. બ્રહ્મસુત્રનો નિરાકાર નિર્ગુણ બ્રહ્મને પ્રેમના રૂપમાં આકારિત કરીએ છીએ ત્યારે તે સૌંદર્યના રૂપ રૂપનો અંબાર શ્રી કૃષ્ણ બને છે અને બધાના મન હરી લે છે ત્યારે સાત ભૂમિકાઓ પાર કર્યા પછીનો સહજ યોગ થાય છે અને “ઈશ્કે હકીકી” દૈવી પ્રેમ ઉદભવે છે. @૧૦.૧૦મિન. ધર્મના ત્રણ મોટા મિત્રો અને ત્રણ મોટા શત્રુઓ. મિત્રો – શાસ્ત્રો, ધર્મગુરુ અને ધર્મ પ્રચારક. શત્રુઓ – કુશાસ્ત્ર, ધર્મ શોષક અને સ્વપ્રચારક. @૧૨.૧૦મિન. મારું પુસ્તક અધોગતીનું મૂળ વર્ણ વ્યવસ્થા વિશે. તમને શુદ્ર, ચાંડાલ, વર્ણશંકર કરીને બોલાવે તો ગમે ખરું? અને જેને ન ગમે તે શાસ્ત્ર માટે શું વિચાર કરશે? અમેરિકા મજબુત કેમ બન્યું? અમેરિકાની પ્રજાને વર્ણશંકર કહેશો? આખ્ખી પ્રજા એકબીજામાં ભળી ગઈ. અમીરીકામાં જો એકબીજાના બ્લડ ન મળ્યા હોત તો અમેરિકાની અંદરજ એક જર્મની, એક ફ્રાંસ, એક ઇંગ્લેન્ડ વિગેરે પેદા થાત અને તેથી લડી લડીને મર્યા હોત. ભારતમાં એકબીજાના બ્લડ ન મળ્યા, પરિણામે આખા સમાજની બાદબાકી થઇ. અત્યારે ભારતમાં જ્ઞાતિવાદ, કોમવાદ, વર્ણવાદ અને પ્રાંતવાદના કારણે પ્રજા એક બીજા સાથે લડી રહી છે. ગાંધીજીએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ સફળ થયા નહિ. @૧૯.૪૯મિન. શીખ ધર્મ – શીખ પ્રજા કેવી રીતે સૈનિક પ્રજા થઇ? અત્યારે આપણને મોક્ષની જરૂર નથી અત્યારે વિધર્મીઓની સામે પોતાના અસ્તિત્વને ટકાવવાની જરૂર છે. પંજપ્યારાનો ઈતિહાસ. વ્યક્તિને શીખ બનાવવાની પ્રક્રિયા.@૨૫.૦૦મિન. સુણાવ ગામમાં બનેલી એક અંધશ્રદ્ધાની વાત. આવા લોકો વિધર્મીઓ આગળ ન ટકી શકે. આ આપણાં અભડાતા સમાજની ડીઝાઇન છે. અમરનાથની યાત્રા અને ઠાકોરજીની પેટી અભડાઈ જવા વિશે. અપણા અહિ પોતાની કિંમત વધારવા ધર્મગુરુઓ આભડછેડનો ધર્મ અપનાવે છે. અંગ્રેજો ક્યાં અભડાય છે? તેમની રસોઈ તો ચાંડાલ અને હરિજનો કરતા હતા. હા, તેઓ લાંચ લેવામાં અભડાય છે. આપણને લાંચ લેતા શરમ નથી લાગતી કે આપણે ભડાતા પણ નથી. @૩૩.૪૨મિન. કેસેટો ખરીદવી હોય તો ઇન્ડિયન સ્ટોરમાં ડુપ્લીકેટ મળે અને અમેરિકનમાં ઓરીજીનલ મળે તો કયા લોકો વધારે ધર્મ પાળે છે? અનામતના અંદોલન વખતે સોસાયટીમાં રહેતા ૫૮ ગુજરાતીઓ ભાગી ગયા અને એકલે હાથે એક ૨૦૦૦ હજાર માઈલ દુરથી આવેલા શીખે પોતાની અને પોતા ના બંગલાની રક્ષા કેવી રીતે કરી?
@૩૬.૨૫મિન. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર – “જીજ્ઞાસા કાર્ડ” માં પૂછેલા ૨૭ પ્રશ્નો અને ભારતમાં સાપોલિયાંજ સાપોલિયાં થવાનું કારણ. @૩૭.૪૩મિન. ખાવાપીવાના કઠોર નિયમો અને માંદા પડવા વિશે. વિવેકાનંદે લખ્યું કે હિંદુ ધર્મ પાણીયારા, રસોડા અને મંદિરમાંજ કેદ થઇ ગયો છે. @૪૮.૦૮મિન. ધર્મગુરુનું કામ શું છે? સિદ્ધપુરમાં ૨૫ વર્ષની વિધવા છોકરીના વાળ ઊતારવા વિશે સ્વામીજીએ આપેલું સમાધાન. વિધવાને ગંગા સ્વરૂપ કહે અને તેનાજ અપસુકન થાય એ કેવો ધર્મ? આવો ધર્મ તારનારો નહિ પણ ડુબાડનારો થાય. @૫૧.૦૬મિન. ધર્મ પ્રચારક બધે પોતાનો ફોટો આગળ ધરી સ્વપ્રચારક બની ગયા. તમે વિધર્મી આગળ ન ટકી શકો તે કરતાં તમે તમારા છોકરા આગળજ ન ટકી શકો. @૫૪.૧૯મિન. શ્રીમદ ભાગવત અધ્યાત્મ શાસ્ત્ર છે અને તેનું કામ છે અંતર જીવનની વ્યવસ્થા કરવી. અંતરનું જીવન છે શ્રી કૃષ્ણ. જ્ઞાની પુરુષ રાગદ્વેષથી મુક્ત ન હોય પરંતુ જયારે પ્રેમ પ્રગટે ત્યારે મુક્ત થાય. સ્ત્રી પરાધીન અને લાચાર છે, સ્ત્રીઓ ઉપર કઠોર ન થશો.
Leave A Comment