कार्यान्धस्य प्रदीपो मन्त्र: || ૨૯ ||
જેમ ગાઢ અંધકારમાં દીવો માર્ગ બતાવે છે તેમ કાર્યમાં અટવાઈ ગયેલા રાજાને મંત્ર સાચો રસ્તો બતાવે છે.
ઘણીવાર રાજા એવી પરિસ્થિતિમાં અટવાઈ જાય છે કે શું કરવું અને શું ન કરવું તેની ગતાગમ રહેતી નથી. કાં તો રસ્તો સૂઝતો નથી, કાં પછી બધા જ રસ્તા ખતરનાક બની જતા હોય છે. આવી સ્થિતિમાં ધીરજ ગુમાવ્યા વિના કુશળ મંત્રીઓ સાથે વારંવાર મંત્રણાઓ કરવી જ શ્રેષ્ઠ છે. આવી મંત્રણાથી કોઈ ને કોઈ રસ્તો નીકળી આવતો હોય છે. ખરેખર તો આવી મંત્રણા જ માગદર્શક દીવો બની જતી હોય છે.
Leave A Comment