[શુદ્ધિ ગ્રંથો  આપનાર મહાન ઋષિ પતંજલિ વિષે સ્વામીજી નું માણવા લાયક પ્રવચન.]

Patanjali Yog Sutra – AMRILLO,  Texas

@4.00Min. દુનિયાભરના શાસ્ત્રોના ત્રણ ભાગ, ફિલસુફી(દર્શન), આચાર અને પુરાણ. દર્શન એટલે ધર્મ તાત્વિક દ્રષ્ટિ શું માને છે? આચારોનું નિરુપણ કે વિવેચન  અને આ બન્ને શાસ્ત્રોને પુષ્ટ કે દ્રઢ કરવા જે કથાઓ રચાઇ હોય તેને પુરાણ કહેવાય.એટલે પુરાણ શાસ્ત્ર સત્યજ છે એમ નહિ, એમાં સત્ય હોય, કલ્પના હોય તથા સત્ય અને કલ્પના બન્ને મિશ્રિત હોય. એનું ધ્યેય કથાના દ્વારા પરમ સત્યનું સમાજમાં  સ્થાપના કરવાનો છે. દા.ત. પુરાણની શ્રવણની આખ્યાયિકા, “માતૃદેવો ભવ” એ સિધ્ધાંતને જીવનમાં ઊતારવા માટે થઇ. @17.00Min. શાસ્ત્રો કોણે અને ક્યારે રચ્યા તેની વિગતો. @31.00Min. રશિયાના એક વિદ્વાને કહ્યુંકે શાંખ્યશાસ્ત્ર વિજ્ઞાનની જેટલું  નજીક છે એટલું કોઇ શાસ્ત્ર નથી. @44.20Min. ત્રણ અશુધ્ધિઓ, શરીરની(રોગ), વાણીની(અસત્ય બોલવું,અશુધ્ધ ઉચ્ચાર,મનની અશુધ્ધિ), વ્યાકરણની.
પાણીનીના અષ્ટાધ્યાય ઉપર મહાભાષ્યની રચના. યુરોપ અને અમેરિકાના લોકોએ કહ્યું કે પાણીનીના જેવું વ્યાકરણ કોઇ રચી શક્યું નથી અને મહાભસ્ય જેવો કોઇ ગ્રંથ નથી. @7.10Min. યોગસુત્ર એ સાધન ગ્રંથ છે એટલે સાધનો જાણવા જરુરી છે. @12.40Min.સંસ્કૃત ભાષાની સમૃધ્ધિ વિશે. @16.40Min. આભડછેડ હિંદુ પ્રજાના પતનનું કારણ. સ્વાધ્યાય શબ્દનો અર્થ અને યોગસુત્રનો પ્રારંભ. પતંજલિએ શરીરની અશુધ્ધિ દૂર કરવા આયુર્વેદની, મનની શુધ્ધિ યોગના દ્વારા અને વાણીની શુધ્ધિ વ્યાકરણ દ્વારા કરી. @39.00Min. વાજિંત્ર સંગીત – ગોવિન્દ જય જય, આનંદમયી ચૈતન્યમયી

 

@1.15Min. રાજ યોગમાં આસન અને પ્રાણાયામ સિવાય કોઇ બીજી ક્રિયા બતાવવામાં આવી નથી, બધા લોકો કરી શકે પરંતુ ગુરુના અનુશાશનમાં રહેવા માટેની તૈયારી હોય તેને માટેજ આ યોગ છે. ચિત્તની વ્રુત્તિનો નિરોધ તેનું નામ યોગ. @15.00Min.  યોગનો અર્થ. જે ક્રિયા દ્વારા જીવાત્મા અને પરમાત્માને મેળવી દેવામાં આવે તેનું નામ યોગ. ચિત્તનો(અંતઃકરણ) અર્થ. @23.00Min. નાસ્તિક સાયન્સના પ્રોફેસર વિશે. સંકલ્પ વિકલ્પ કરે તેનું નામ મન. @43.00Min. કુદરતની નકલનું નામ વિજ્ઞાન. @48.40Min. ચિત્તની વૃત્તિઓ.

 

@Begin. ચિત્તની વૃત્તિઓ અને આ ચિત્તની વૃત્તિઓ (પાંચ-ક્ષિપ્ત, વિક્ષિપ્ત,મૂઢ, એકાગ્રતા, નિરુદ્ધ)ના નિરોધનું નામ છે યોગ. @13.30Min. વિક્ષિપ્ત અવસ્થા અને ભક્તિમાર્ગ. @18.00Min. તુકારામના અભંગ વિશે. @22.30Min. સમાધિ અને મુઢાવસ્થા વિશે. એકાગ્રતા અને નિરુદ્ધતા એ સાધનાની વૃત્તિઓ છે. @29.30Min. ગાઢ નિદ્રાનું સુખ વિશે. @41.15Min. વાજિંત્ર સંગીત – હે રામ હે રામ, તુમ્હી હો માતા

 

@6.20Min.  સત્સંગ કોણે કરવો? જેણે સંયમથી જીવન જીવવું હોય, જેનું કોઇ ન હોય અને જે દુઃખીયારું હોય એમતો બધયે કરવો. @14.00Min. લાંબો સમય અભ્યાસ કોણ નથી કરી શકતું? નારદજીનું ઉદાહરણ. @23.00Min. ચિત્તની વૃત્તિનો નિરોધ થાય ત્યારે જીવાત્માની શું સ્થિતિ થાય? ત્યારે દ્રષ્ટાનું પોતાના સ્વરુપમાં સ્થિતિ થાય. જીવાત્માની બે સ્થિતિ એક સ્વરુપ અને બીજી અસ્વરુપ વિષે સમજણ. @28.45Min. આત્મા છે, શું ખબર? ફીલસૂફી પૂર્વક સમજણ. @32.30Min. જનક અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે વાર્તાલાપ. સ્થૂલ નિરોધ અને સૂક્ષ્મ નિરોધ વિશે. @43.50Min. સ્વામિનારાયણના સાધુનો અનુભવ. યોગ બધા ન કરી શકે, થોડા આસનો શીખવા યોગ્ય છે.

 

@Begining પોતાના સ્વરુપમાં સ્થિરતા કરવા વિશે. બાહ્ય નિરોધ અને અંતર નિરોધ- જુના સંસ્કારોની ઉપેક્ષા કરી નવી ક્રિયા (અભ્યાસ) ચાલુ કરવી, માળા કે નામ સ્મરણ છોડવુ નહીં. સ્મૃતિના સંસ્કરો દૂર થાય ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરુપમાં સ્થિર થાય ત્યારે તેને અનહદ આનંદ થાય. @3.20Min. નિરુદ્ધ દશા(Above 2B) અભ્યાસ અને વૈરાગ દ્વારા સિદ્ધ થઇ શકે. જેને ભાવના નથી તેને શાંતિ હોયજ નહીં. (ગીતા). બુદ્ધિના જોરે શાંતિ પ્રાપ્ત કરી શકાય નહિ. @12.20Min. જરુર સાંભળો બુદ્ધિના જોરથી હારેલા સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેક સાથેની મુલાકાત. આસ્તિક બનેલા શ્રી કરસનદાસ રાધાકૃષણની ભક્તિમાં ઓતપ્રોત થયા. @17.55Min. શ્રીજી મહારાજ – દીનાનાથ ભટ્ટ, એકજ ઘટનામાંથી બે અભિપ્રાયો વિશે. @35.40Min.આળસ અને પ્રમાદ વિશે. @42.20Min. વાજિંત્ર સંગીત – હરે રામ હરે રામ, રઘુપતિ રાઘવ રાજા રામ

 

@Begining જેનાથી અભ્યાસ થતો નથી અને વૈરાગ્ય ઓછો થતો નથી છતાં તેની યોગ માર્ગમાં સમાધિની સ્થિતિ કેવી રીતે થાય?  @12.00Min. ઇશ્વર કોણ છે અને કેવો છે? ઇશ્વરની વ્યાખ્યા. @39.30Min. મહાવીર સ્વામી, ભગવાન બુધ્ધ વગેરેને ઇશ્વર કહેવાય કે નહિ? @48.30Min. ભગવાનનું નામ શું છે? પ્રણવ(ૐ) @ 51.55Min. માંડુક્ય ઉપનિષદ, ઓમ(ૐ) શબ્દની વિસ્ત્રુત સમજણ, કેવી રીતે ઉચ્ચાર કરવો? અર્થની ભાવના સાથે જપ કેવી રીતે થાય? જે સમાધિ યોગીને થાય તેવીજ સમાધિ નામ સ્મરણ જપ કરવાથી થાય.

 

@Beg. નામ સ્મરણ જપ ચાલુ. બે પ્રકારના જપ, સહજ જપ અને અનુષ્ઠાત્મક જપ. અનુભવ કરવો હોય તો હનુમાન ચાલિસાનું અનુષ્ઠાન કરો એક આસને એકજ કાળમાં ૧૦૦વાર પાઠ કરો. સમાધિની સ્થિતિ ઉપરાંત ચૈતન્ય આત્મતત્વનો સાક્ષાત્કાર થાય. પ્રકાશ ઓમ(ૐ) અને બિંદુનો સાક્ષાત્કાર થાય. @8.10Min. તાંત્રિકોના બીજ મંત્રો વિશે. @24.00min. આત્મા પરમાત્માનો ભેદ. @28.30Min. સાધના, જપ માર્ગોમા આવતા વિક્ષેપો @30.25Min. યોગસુત્ર પર વ્યાસજીનું ભાષ્ય. @32.50 સાધનાના પરિણામ વિશે ભગતનું ઉદાહરણ. @41.30Min. કલકત્તાની ઘટના. @58.30min. વાજિત્ર સંગીત – ઓમ જય જગદીશ હરે