[ શ્રી ભીખુભાઈ મિસ્ત્રી ખુબજ જતનથી સ્વામીજીનાં લેક્ચરોને સાંભળીને આપણા માટે આવી સરસ રીતે પીરસે છે. તો આવો માણીએ એક સુંદર સંકલન. આભાર ભીખુભાઇ.શ્રી ભીખુભાઇ મિસ્ત્રી નો સંપર્ક આ ઈ-મેઈલ પર કરી શકો છો: bmistry@sbcglobal.net] [note] આ બંન્ને રામાયણ મહાકાવ્યોની તુલના ખરેખર સમજવી હોય તો કોઇ પણ જાતના પૂર્વ ગ્રહોથી મૂક્ત થઇ વાંચવા કરતાં સાંભળવું અત્યંત જરુરી છે તેની નોંધ લેશોજી.[/note]

listen Side 1A

[frame_right] Rama-Laxman-Sita-Hanuman[/frame_right]

Ramayan Tulna, LONDON – @2.00min. મહર્ષિ વાલ્મિકી અને સંત શ્રી તુલસીદાસજીના જીવનની થોડી ચર્ચા. @5.20min. નરસિંહ મહેતાનું કાવ્ય ઊંચી મેડી તે મારા સંતની રે…9.43min.હિંદીનું સાહિત્ય પ્રેમચંદની કહાની અને માયાદેવીની કવિતાઓ કેમ હ્રદયને સ્પર્શ કરે છે?  @21.10min. વાલ્મિકી બ્રાહ્મણનો છોકરો કુસંગમાં પડ્યો. @23.00min.ગાંધીજીને કુસંગનો પહેલો ધક્કો લાગ્યો અને તેમાંથી કેવી રીતે બચ્યા? @25.10min.  સ્વામીજીની બાયપાસ સર્જરી વિશે. @30.15min. સાંભળો રજસ્વલ સ્ત્રી પણ પવિત્ર છે. 31.50min. વાલ્મિકીનો હ્રદય પલટો. @36.50min. ગુરુનાનકનું અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં ઊતરવા વિશે.

listen Side 1B

વાલ્મિકી ચરિત્ર ચાલુ… @2.40min. વાસનાનું અને પ્રેમનું દ્રશ્ય વિશે. @5.15min. રામાયણનો પહેલો અને પ્રસિધ્ધ સ્લોક. @8.30min. ઐતિહાસિક દ્રષ્ટિએ તુકસીકૃત રામાયણની રચના, ૨૦૦૦ વર્ષ પછી થઇ (વાલ્મિકી રામાયણની રચના પછી) એટલેકે ઇ.સ. પૂર્વે ૩૦૦-૪૦૦ વર્ષ પહેલાં વાલ્મિકી રામાયણની રચના થઇ.અને તેના ૧૫૦-૨૦૦ વર્ષ પછી મહાભારતની રચના થઇ. વાલ્મિકી રામાયણ અને મહાભારતની ભાષા સરખી છે અને ઋષિઓ પણ સરખા છે. ધાર્મિક દ્રષ્ટિએ તો રામાયણ અને મહાભારત વચ્ચે લાખો વર્ષનું અંતર છે. @9.15min. સોળમી સદીમાં રામાયણનું(તુલસીકૃત) એક નવું રુપ પ્રગટ થયું. @11.20min. ભલા થજો જીવનમાં કદી ફલિત જ્યોતિષને સ્થાન ન આપશો.કદી કોઇને હાથ કે કુંડળી ન બતાવશો, સ્વામીજીનો અનુભવ સાંભળો. ૬-૭ વર્ષનો બાળક તુલસીદાસ અનાથ થઇ ગયો. @20.30min. ગોરા પાદરીઓ(મિશનરી) તમારાજ તરછોડાયેલા બાળકો અવળે રસ્તે ચઢેલી છોકરીઓને કેવી રીતે ઠેકાણે પાડે છે તે સાંભળો. @26.00min. ભૂખ્યો તરસ્યો બાળક તુલસીદાસ રખડતો રખડતો અયોધ્યા નરહરિયાદાસના આશ્રમમાં પહોંચ્યો અને ત્યાર પછીની વાત સાંભળો.  @43.35MIN. ભજન – રામનામકી અમર કથા – શ્રી અનુપ જલોટા

listen Side 2A

Ramayan Tulna, LONDON – મહર્ષિ વાલ્મિકી અને સંત શ્રી તુલસીદાસના જીવનમાં દેવ પ્રેરણાથી બહુ મોટો વણાંક આવ્યો. તફાવત સમજો – મહર્ષિ વાલ્મિકી કોઇ સંપ્રદાયના અનુયાયી નથી જ્યારે શ્રી તુલસીદાસ રામાનંદ સંપ્રદાયના અનુયાયી છે. @3.40min. હિંદુ ધર્મમાં પાંચ-છ બહુ મોટા પિરિયડો આવેલા છે તે સાંભળવાથી ઘણી સ્પષ્ટતા થશે. @6.22min. સાધુઓની અને તેથી સમાજની દુર્દશા થવાનું મૂખ્ય કારણ ઉઘરાણા છે, તેનાથી ધર્મ રક્ષા નહિ થાય, ધર્મ રક્ષા તો તમે હિંમતથી, સમય ઉપર, કેટલી સાચી વાત કહી શકો તેનાથી થાય. વૈચારિક સ્વતંત્રતા વિશેના દ્રૌપદી અને સીતાજીના દાખલાઓ સાંભળો. @15.54min. શ્રવણ યુગમાં(બુદ્ધ-જૈન પછીનો), મોક્ષ માટે પૈસો અને કામ એટલેકે કાંચન અને કામિનીને પાપ ગણવામાં આવ્યું, રામદાસ સ્વામી લગ્ન કરતાં કરતાં ચોરીમાંથી ભાગ્યા તથા બુદ્ધ ભગવાને પત્ની અને બાળકને છોડીને ગૃહ ત્યાગ કર્યો અને મહાન થઇ ગયા. @19.45min. શ્રવણ યુગની ભયંકરતા વિશે. સ્ત્રીને નરકની ખાણ ગણવામાં આવી. બિહારમાં લોકો ઘર છોડી છોડીને સાધુઓ થવા લાગ્યા, લોકોની મહત્વકાંક્ષા મારી નાંખી પરિણામે કોઇ સિકંદર, કોલંબસ કે વાસ્કોદીગામા પેદા ન થયો. 26.19min. ભોંયરામાં ઊંઘનાર વ્યક્તિઓ પૂજાવા લાગી, ગામડાં સફાઇ કરતા ગાંધીજીના કાર્યકર્તાઓને કોઇ જોવાયે ન ગયું. ગાંધીજીએ એક એક પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કર્યો, શ્રી મદ રાજચન્દ્ર એકેય પ્રશ્નને અડ્યા નહિ. @31.50min. હિંદુ પ્રજાનું પતન મુસલમાનોની તલવારથી કે કોઇનીની તોપોથી નથી થયું. સ્વર્ગની કલ્પના વિશે. યજ્ઞો કરવાથી પતિઓને સ્વર્ગમાં અપ્સરાઓ મળે તો પત્નીઓને શું મળે?  @44.55min. આદ્ય શંકરાચાર્યથી માંડીને રામાનંદ સહિત ઘણા આચાર્યો થયા. તુલસીદાસને સમજવા માટે આચાર્યોની પરંપરાને સમજો.

listen Side 2B

@1.55min. મોટે ભાગે બધા આચાર્યોએ પ્રજાને સંકુચિત બનાવી. સાંભળો રામાનંદ સંપ્રદાયની વિશેષતા. @4.35min. વાલ્મિકી અને તુલસી રામાયણની ઉત્થાનિકા. વાલ્મિકી એક ઉચ્ચ આદર્શ પુરુષની શોધમાં નીકળેલું છે, દુનિયાનો એક સર્વોત્તમ અને તેમાંથી શબ્દ બન્યો પુરુષોત્તમ. વાલ્મિકીએ રામને કેન્દ્રમાં રાખી રામાયણ લખી. તુલસીદાસના રામાયણમાં જે અદભૂત વંદના કરવામાં આવી છે જે આજ સુધીમાં કોઇ ગ્રંથમાં જોઇ નથી. વાલ્મિકી રામાયણ સીધુંજ ચાલુ થઇ જાય છે. @16.00min. તુલસીદાસના રામાયણની ઉત્થાનિકામાં, ભારદ્વાજ યાજ્ઞવલ્ક્ય મુનીને પુછે છે, આ રામ છે કોણ? ૧૬મી શતાબ્દિમાં કૈલાસથી રામેશ્વરમ સુધી શિવની ઉપાસના ચાલતી હતી તેને માધ્યમ બનાવી,  ભગવાન શિવ પણ હંમેશા રામની ભક્તિ કરે છે એવું બતાવ્યું કારણ કે એમને એક નવો દેવ મૂકવો છે. @21.50min.દક્ષ પ્રજાપતિને ત્યાં શું થયું તથા ૫૧ શક્તિ પીઠો કેવી રીતે થઇ તે સાંભળો. @41.30min. રામ ભજન – શ્રી જગજીત સિંગ

listen Side 3A

Ramayan Tulna, LONDON – સાહિત્ય જે બહુ પ્રચલિત હોય તેની સમાજ પર અસર ન હોય એવું બનેજ નહિ. પ્રજાના ઘડતરના ચાર ભાગ – માનવતાવાદી, રાષ્ટ્રવાદી, કોમવાદી અને સંપ્રદાયવાદી. સંપ્રદાય વિનાની ધાર્મિકતા એ શુધ્ધ ધાર્મિકતા છે. @3.45min. ગાંધીજી, સંપ્રદાય, કુંભમેળો. @5.40min. માણસને ધાર્મિક બનાવવો છે, નાસ્તિક નથી બનાવવો  પ્રત્યેક શુધ્ધ ધર્મને નાસ્તિકતાનો કોઇ ડર નથી. સૌથી વધારે ડર સાંપ્રદાયિકતાનો છે. આપણો ઋષિ યુગ ધાર્મિક યુગ છે, સાંપ્રદાયિક નથી. તુલસીદાસ રામાનંદ સંપ્રદાયના અનુયાયી છે પરંતુ ચુસ્ત નથી, રામચરિત માનસમાં એમની શરતે એકતા કરવાનો પ્રયત્ન કર્યો છે. @17.50min. તુલસીદાસ મહારાજ સંપ્રદાયમાં હોવા છતાં શિવ અને વિષ્ણુનો મેળ કર્યો છે. વાલ્મિકી રામાયણમાં શિવ કથા નથી. @31.26min.વિવેકાનંદ. @33.45min. ૫૧  શક્તિ પીઠો વિશે. શિવ અને સતિ કોઇ ઐતિહાસિક સ્ત્રી-પુરુષો નથી, પરંતુ સંસારના બે મૂળ તત્વો છે. સાંખ્યવાળા એને પ્રકૃતિ અને પુરુષ કહે છે. પુરાણકારે પ્રકૃતિને પાર્વતિ અને પુરુષને શિવ બનાવી દીધો, એ એક કલાનું સ્વરુપ છે. મૂળમાં પરમેશ્વર નિરાકાર બ્રહ્મ છે. ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં વિષ્ણુના અવતારો ચાલુ થયા, ત્યાં સુધી તો ઠીક છે પરંતુ ચોથા સ્ટેપે વ્યક્તિ વિશેષને આપણે પરમાત્મા માની લીધા. @38.00min. આજે હોકલીવાળા એક ભગવાનનું ૧૦ કરોડનું મંદિર બંધાય છે. એની આરતિ ઊતરાશે, એના ચમત્કારોની અદભૂત કથાઓ ઘડાશે પરંતુ ગાંધીજીની કોઇ આરતિ નહિ ઊતારે, કારણકે એમણે કોઇ ચમત્કારો કર્યાજ નથી. @42.00min. ભવાની અને શંકરની વંદના વિશે. બીજા સંપ્રદાયોની જેમ શિવનો દ્રોહ ઉભો નથી કર્યો. શંકર અને રામનો સમન્વય કર્યો. આ ગ્રંથ સાંપ્રદાયિક સમન્વયનો પણ ગ્રંથ છે એટલે તુલસીદાસનું રામાયણ ઘણું વ્યાપક બન્યું.  તુલસીદાસ સાહિત્યકાર છે તેમાં એના જે સ્ટેટમેંટ(ચોપાઈ) છે તે મહત્વના છે અને તે હ્રદયને સ્પર્શ કરે છે.

listen Side 3B

શિવ અને સતિ એટલે પ્રકૃતિ અને પુરુષ, ઉત્પત્તિની પ્રક્રિયા…ચાલુ… દર્શન જે સીધી વાત કરે છે તે જ પુરાણકાર પાત્રોના દ્વારા કહેવા માગે છે. @10.20min. નિર્વેધ ભાવને પ્રાપ્ત થયેલો માણસ( શિવ) રસ લેતો ક્યારે થાય? એની કામવાસનાને જગાડો ત્યારે. અકામને શિવ પાસે મોકલવા વિશે અને વિષ્ણુને શ્રાપ આપવા વેશે.આપણા રૂપકોને સમજો. શિવ-પાર્વતિના લગ્ન. @19.45min. શિવ બે વાર પરણ્યા તેના આધ્યાત્મિક ભાવને સમજો. નારદનું સ્વયંવરમાં જવું અને નારદે વિષ્ણુને આપેલો શ્રાપ. જન્મ લેનાર જે રામ છે તે બીજું કોઇ નથી પણ લક્ષ્મી નારયણ વિષ્ણુ છે. આ વાત મહર્ષિ વાલ્મિકી નારાયણમાં નથી. @42.35min. કબીર ભજન – સુફી ગાયક શ્રી મતિ અબીદા પરવીન

listen Side 4A

Ramayan Tulna, LONDON – બંન્ને મહાકાવ્યોની વિશેષતા. સાહિત્યની દ્રષ્ટિએ જે ગ્રંથ રચાયેલો હોય અને ઇતિહાસની દ્રષ્ટિએ જે ગ્રંથ રચાયેલો હોય અને એમાં જે પાયાનો ભેદ છે તે સામાન્ય લોકોને ખબર હોતી નથી અને તેના કારણે મોટી ગરબડ થતી હોય છે. જ્યારે કોઇ સાહિત્યની રચના કરવામાં આવે ત્યારે કવિને બધા રસો મૂકવા માટે ઇતિહાસની મર્યાદાને પાર કરવી પડે અને જો એવા બધા રસો મૂકવામાં ન આવે તો જે મજા આવવાની હોય તે ન આવે, એટલે કે આ બંન્ને રામાયણોમાં આવેલી જે ઘટનાઓ તેને વિશુધ્ધ ઇતિહાસ છે એવું માની લેવાની જરુર નથી. @2.50min.  જરુર સાંભળો મહાકાવ્યો રચવાના હેતુઓ. ભારતમાં રામાયણ અને મહાભારત બંન્ને મહાકાવ્યો હોવા છતાં પણ ધાર્મિક ગ્રંથો કેમ બન્યા તે સાંભળો. આ બંન્ને ગ્રંથોએ પ્રજાના ધર્મનું સમાધાન કર્યું.  આ ગ્રંથોમાં કથાની સાથે આખા ધર્મને વણી લેવામાં આવ્યો છે. @5.32min. ઉપનિશદોમા કે સ્મૃતિઓમાં જ્યાં સિધ્ધાંતોના દ્વારા કે આદેશોના દ્વારા ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે ત્યારે આ મહાકાવ્યોમાં પાત્રોના દ્વારા વ્યાખ્યા. @10.00min. સંતોષથી પ્રજાને શાંતિ તો મળે પરંતુ પ્રજાને વામન બનાવીને મળે.   આ બંન્ને મહાકાવ્યો સમર્થમાં સમર્થ લોકોના પ્રશ્નોથી ભરેલા છે. જીન્દગીની ત્રણ અવસ્થા વિશે. @13.00min. દશરથના પ્રશ્નો. તુલસી રામાયણનો મૂખ્ય ધ્યેય એ છે કે રામે જન્મ કેમ લીધો. @16.00min. આફ્રિકામાં એક સજ્જનની વાત. @32.25min. શ્રી મદ ભાગવતની ઉત્થાનિકા અને આત્મદેવ ની વાત. @38.30min. દશરથનું સંતાન ન હોવાનું દુઃખ અને બંન્ને રામાયણના અલગ અલગ ઉપાય. ગાંધીજીના રચનાત્મક યજ્ઞો. @43.05min. શિહોરનો યજ્ઞથી દુલા ભાયા કાગનું હ્રદય કકળી ઊઠ્યું અને કાવ્યની રચના કરી. @46.57min. ચારે ભાઇઓના જન્મ એક્કે દિવસે થયા છે, ચિત્રમાં નાના-મોટા બતાવવામાં આવ્યા છે.

listen Side 4B

@5.40min. રામ ૧૬ વર્ષના થયા, વિશ્વામિત્રનું આગમન. વિશ્વામિત્ર, દુર્વાસા, નારદ, પરશુરામ વિગેરે ઋષિઓ રામાયણ અને ભાગવત એમ બંન્નેમાં છે. આ બંન્ને  ગ્રંથો વચ્ચે ધાર્મિક દ્રષ્ટિએ લાખો વર્ષોનું અંતર છે. @9.05min. સ્વામીજી વિગેરેનું કાશ્મીરમાં, કરણસિંહ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ વિશે. 18.33min. દશરથ રાજા દોડતા વિશ્વામિત્રને મળવા ગયા. રામ-લક્ષ્મણની કરેલી માંગણી. @26.42min. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો થયો અને મિથિલા નગરીમાં જનકને ત્યાં સીતા સ્વયંવરમાં પ્રયાણ. રામાયણ અને મહાભારત કદી પૂરું થાય નહિ, એ તો ગ્રંથમાંથી તમારા ઘરમાં આવી ગયું. @35.35min. ભજન – શ્રી ભીમસેન જોશી અને લતા, ઉલ્લેખાયેલું ભજન – એજી તારા આંગણિયે

listen Side 5A

Ramayan Tulna, LONDON – જે હચમચાવી નાંખે એવી ઘટનાઓ બનતી હોય છે તેની પાછળ છ ભૂખો કામ કરતી હોય છે. ૧. પેટની ભૂખ – @2.36min. મહાભારતની પ્રસિધ્ધ ઘટના.  દુષ્કાળના વર્ણનમાં ભાઇકાકા લખે છે કે સોજીત્રામાં મુળદાલ માણસનું માંસ વેચાતું હતું. @12.45min. ઉપનિષદનો સાચો માર્ગ – વ્રતો – અન્નની કદી નિંદા કરીશ નહિ, અન્નનો એંઠવાડ કદી ન મુકીશ. અહિ તો ગુરુઓ જાણી જોઇને એંઠવાડ છોડે અને ભગત અને ભક્તાણિઓ એના પ૨ તૂટી પડે કારણ કે મોક્ષ મળે. @16.15min. મોટામાં મોટો યજ્ઞ કોઇને રોજી આપો તે છે તે સમજો. @20.00min. ઋષિનો પૈસા કમાવાનો ઉપદેશ. એક પટેલના છોકરાની સન્યાસ લેવા વિશેની વાત. @25.00min. જૈન ધર્મના લિમિટ વ્રતો અને એક કરોડાધિપતિ શેઠની સાચી બનેલી ઘટના જરુર સાંભળો. ૨. પૈસાની ભૂખ -રામાયણની સુરસાની જેમ કોઇની પૈસાની ભૂખ સંતોષી શકાતી નથી. @32.55min. 3. માનની ભૂખ – જેને માનની ભૂખ તીવ્ર હોય, તે ઇર્ષ્યામુક્ત રહી શકે નહિ. શીશુપાળનું ઉદાહરણ. @41.40min. ૪. સત્તાની ભૂખ – સિકંદરનું સાંભળવા જેવું ઉદાહરણ. મરતાં મરતાં આપેલો સંદેશ. @46.25min. નરસિંહ મહેતા વિશે.

listen Side 5B

સત્તાની ભૂખ…ચાલુ @7.10min. ભર્તૃહરિ કેવી રીતે સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો તે જાણવા જેવી વાત. @17.15min. ૫.વાસનાની ભૂખ – વાસના નર્યો સ્વાર્થ છે એતો શારિરીક આવશ્યકતા છે. @20.56min. ઋષિ કહે છે તમારી પત્નીમાં એટલેકે પત્નિએ પતિમાં સંતોષ રાખવો. સિદ્ધરાજ જયસિંહની ઐતિહાસિક સાચી બનેલી ઘટના જરુર સાંભળો.  @25.54min. ૬. પ્રેમ – લાગણીની ભૂખ – પ્રેમ નર્યો પરમાર્થ છે. પ્રેમને વિદ્વત્તાની જરુર નથી, બંગલાની જરુર નથી એ તો હ્રદયમાંથી પ્રગટે છે. પ્રેમ સાક્ષાત પરમેશ્વરનું રુપ છે. તમારા જીવનમાં તમારી ભૂલોથી નહિ પણ બીજા લોકોના ત્રાસથી ઘટનાઓ ઘટવાની અને એ ઘટનાઓને પહોંચી વળવાની શક્તિ તમારામાં હોવી જોઇએ. @31.00min. ઇન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ ધર્યું અને ત્યાર પછીની ઘટના, ગૌતમ ઋષિએ બંન્નેને આપેલો શ્રાપ. શીલામાંથી પાછી અહલ્યા થવાનો ઉપાય બતાવ્યો. વાલ્મિકી રામાયણમાં અહલ્યાને શીલા નથી બનાવી પરંતુ ત્યાગ કર્યો છે. શીલાનો અર્થ સમજો. @34.18min. ગાંધીજી રામનું ભજન કેમ કરે છે તેનો જવાબ સાંભળો. @37.10min. અહલ્યાનો ઉધ્ધાર થયો. ભારતની પાંચ સતિઓમાં પહેલું નામ આપ્યું. @45.50min. ભિક્ષા દે ને મૈંયા પિંગલા, ફિલ્મી  ગીત – શ્રી મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર

http://www.youtube.com/watch?v=odE1q6-Rr3I FILMI U-TUBE GEET
ગુજરાતી ફિલ્મ ભર્તૃહરિ માંથી લીધેલું ભજન – ભિક્ષા દે ને મૈંયા પિંગલા

listen Side 6A

Ramayan Tulna, LONDON – અહલ્યાના પ્રસંગને કેવી રીતે જોવો? પાપ અને પુણ્યની નિશ્ચિત વ્યાખ્યા. પાપ અને પુણ્યની જો અસ્પષ્ટતા હોય તો એમાં આખું જીવન અટવાયા કરતું હોય છે. ધાર્મિક પાપ-પૂણ્ય, સાંપ્રદાયિક પાપ-પૂણ્ય અને સાંસ્ક્રુતિક પાપ-પુણ્ય વિશે. ધર્મ એટલે ઇશ્વર પ્રેરિત વ્યવસ્થા. પ્રાણીઓ સૌથી વધુ ધાર્મિક છે કારણકે તે કુદરતી વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે છે. માણસ એ ફક્ત ધાર્મિક નહિ પણ સાંપ્રદાયિક અને ધાર્મિક દ્રષ્ટિએ જીવન જીવે છે. @6.25min. મહર્ષિ વ્યાસના આઢાર પુરાણોમાં પાપ-પૂણ્ય વિશે અને તે સાંપ્રદાયિક ક્ષેત્રમાં કેવી રીતે બદલાઇ જાય છે? ડુંગળી ખાવી એ સાંપ્રદાયિક પાપ છે પરંતુ ઇશ્વરિય પાપ નથી. @12.30min. જૈનોના પાપ અને આપણા ઋષિઓ. @14.50min. મુસલમાનોનું અને ક્રિશ્વનોનું પાપ. @16.40min. હિંદુઓ નહાવામાં પુણ્ય માને છે પરંતુ જૈનોના સાધુઓને નહાવામાં પાપ લાગે. @17.50min. કાગળાની વિષ્ટાનું તિલક વિશે. @19.50min. સંસ્કૃતિનો અર્થ થાય છે કે જેમાંથી પ્રજાને, સમાજને સોસીઅલ(સામાજીક) મૂલ્યો મળે. ઉદાહરણો સાંભળો. સંપ્રદાયો ઉત્પન્ન થાય અને વિલિન થાય પરંતુ ધર્મ એ સનાતન હોઇ ઉત્પન્ન થતો નથી અને વિલિન પણ થતો નથી. @24.45min. જે મૂંઝવણ ઊભી કરે, ગુંગળાવે તેનું નામ મર્યાદા ના કહેવાય. મર્યાદાનો અર્થ છે કે જેનાથી તમને ગૌરવ પ્રાપ્ત થાય. @34.00min. બીજા ઉદાહરણો. @40.30min. એક શેઠની દુકાનનો અનુભવ. @45.00min. હિંદુ પ્રજાની મોટામાં મોટી દુર્બળતા એના ૨૦,૦૦૦ સંપ્રદાયોમાં છે.

listen Side 6B

જે મૂલ્ય ભગવાન રામ અહલ્યા માટે સ્થાપિત કરી શક્યા તે મૂલ્ય પોતાના ઘરમાં સ્થાપિતન કરી શક્યા. અગ્નિ પરીક્ષાથી સીતા નિર્દોશ છે છતાં અયોધ્યાની પ્રજાએ સ્વિકાર ન કરી. @2.00min. જનકપુરી તરફ સીતાજીના સ્વયંવરમાં જવા પ્રયાણ. વાલ્મિકી રામાયણમાં સ્વયંવર નથી. કન્યાનું જીવન સમર્પિત છે અને તે આખી લગ્ન સંસ્થાનો પાયો છે એટલે તેનો સ્વયંવર થાય છે. @6.35min. જે સ્ત્રી-કન્યા સમર્પિત ન થઇ શકે તે ગમે તેટલી ભણેલી હોય, ડાહી હોય, શાણી હોય તો પણ તે દાંપત્ય સિધ્ધિ પ્રાપ્ત ન કરી શકે. @9.05min. પંચમહાલમાં એક ડોક્ટરના ઘરની વાત. રવિશંકર મહારાજે ડોક્ટર પત્નીને વ્રત લેવડાવેલું કે તું બધાને સુખી કરવા પરણી છે, સુખી થવા નહિ. જોત-જોતામાં ઘરની રાણી બની ગઇ, ડોક્ટરે ઘરની ચાવી આપી દીધી અને બધા તેની કાળજી રાખવા માંડ્યા. આ દાંપત્ય સિધ્ધિ કહેવાય. @17.20min. આપઘાત કરવા નીકળેલા એક યુવાનની દરેક વ્યક્તિએ જાણવા જેવી સત્ય ઘટના. @23.20min. તુલસી રામાયણની સ્વયંવરની વાત ચાલુ.  શિવ ધનુષ્યના રથને ૫૦૦૦ માણસો ધક્કા મારતા લઇ આવ્યા. રથ કેવડો હશે ને પૈંડા કેવડા હશે? @34.00min. તુલસી રામાયણનું મહત્વ કથાને કારણે નથી પરંતુ કવિના સચોટ સ્ટેટમેંન્ટ(ચોપાઇ)ના કારણે છે. કોઇથી ધનુષ્ય ઊપડ્યું નહિ એટલે રામનો વારો આવ્યો. @40.25min. ભજન -રામ તમે સીતાજીની તોલે ના આવો ..શ્રી આશિત દેસાઇ, રામ ભજા સો જીતા..શ્રી પુરુષોત્તમદાસ જલોટા

listen Side 7A

Ramayan Tulna, LONDON – સ્વયંવર ચાલુ…લગ્ન સંસ્થા શું છે? શા માટે છે? ન હોય તો શું હાની છે? હોય તો શું ફાયદા છે? @2.35min. ભગવાનની સૃષ્ટિની રચના વિશે. @6.35min. મૂળમાં શિવ અને શક્તિ એટલેકે પુરુષ અને પ્રકૃતિ બે અલગ તત્વો છે. એટલેજ બંન્નેનું મિશ્રણ છે. ઇશ્વરને જોવો હોય તો કુદરતની કૃતિ એટલેકે રચનાના દર્શન કરો. સ્ત્રી પુરુષના પ્રબળ આકર્ષણ વિશે. @ 12.15min. ભારતમાં અંગ્રેજોના યુધ્ધો થયા તેમાં સ્ત્રી કોઇ કારણ નથી. @14.35min. પુરુષ અને સ્ત્રીને એક નિયમ અને વ્યવસ્થામાં બાંધી, તેને ધર્મનું રુપ આપી એક સ્થાયિત્વ આપ્યું એટલે આમ લગ્ન સંસ્થા ઊભી થઇ. એક જૈન સજ્જનનો પ્રશ્ન કે તમારા ભગવાન પણ પરણે છે? જવાબમાં જે ફિલસુફી છે તે સાંભળો. @18.15min. લગ્નના ચાર ફેરા વિશે. અમેરિકામાં ગાંધી મુવીની અસરો વિશે. @25.45min. એક ભગતના ઘરની વાત. @30.15min. લગ્ન સંસ્થા ત્રણ પાયા પર ઊભી છે. વિશ્વાસ, વફાદારી અને પ્રેમ તે વિશે સાંભળો. @32.45min. લગ્નવિધિ પાછળનો હેતુ. @39.50min. વફાદારી વિશે. @40.25min.ત્રીજો પાયો પ્રેમ – પ્રેમ વિનાનું જીવન મડદા જેવું છે, ત્રણ ઉદ્દેશો અને ત્રણ પરિણામો વિશે. @44.45min. આપણે વાસનાને પાપ નથી માનતા, મંગળ છે, કલ્યાણકારી છે. હિંદુઇઝમને સમજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેનું બલેન્સ છે. @47.20min. ભર્તૃહરિને વાંચજો. જેમ તમે અન્નની વ્યવસ્થા કરો એવીજ રીતે વાસનાની વ્યવસ્થા કરો નહિ તો સમાજ ભ્રષ્ટ થઇ જશે.

listen Side 7B

ટાન્ઝાનીયામાં બળાત્કારના કિસ્સા કેમ બનતા નથી? આપણા સમાજમાં વિધુરો, વિધવાઓ, ત્યકતાઓ અને કુંવારાઓની અતૃપ્તિ વિશે. સમાજને કેવી રીતે શુધ્ધ રાખશો?  @4.10min. લગ્ન સંસ્થા એવી વિશાળ અને ઉદાર બનાવો કે જેથી એના લક્ષ્યો સિધ્ધ કરી શકાય. તેનું પહેલું લક્ષ્ય છે, વાસનાની ક્ષેત્ર બદ્ધતા. @5.35min. આપણા દેશમાં ઘણા લોકો મશ્કરી કરે કે પશ્ચિમની સંસ્કૃતિમાં લોકો ૭૦-૮૦ વર્ષે પણ પરણે છે. એમાં માત્ર વિકારજ કારણ છે એવું માનવું નહિ. આપણે ત્યાંની પરિસ્થિતિ બીજી રીતે ઘણી ભયંકર છે. @6.10min. ક્ષેત્ર બધ્ધતાનો અર્થ. @13.00min. “જે બીજાની સ્ત્રીને માતૃવત સમજે, બીજાના પૈસાને ધુળ સમજે અને જેવું મને સુખ્-દુઃખ થાય તેવુંજ સૌને થાય છે એવું જે જોઇ છે તેજ દેખતો કહેવાય.” …ચાણક્ય.  રામાયણ સાંભળવનો આજ અર્થ છે. @14.15min. ૧૬૦૦૦ રજપુતાણીઓનું જૌહર વ્રત વિશે. @16.43min. લગ્ન સંસ્થાનું બીજું લક્ષ્ય જીન્દગીભરની હુંફ મેળવવી, ટેકો મેળવવો. અજન્ટાની ગુફાના ચિત્રનું ઉદાહરણ. @21.45min. ત્રીજું લક્ષ્ય, સંતાનની પરંપરા. @22.55min. વિશ્વામિત્રે રામને ધનુષ્ય ઊઠાવવાની આજ્ઞા કરી અને જોત-જોતામાં ધનુષ્યના બે તુકડા થયા. @29.20min. શિવ માણસ છે? શિવ તો ત્રિશુળ રાખે છે. શિવ ધનુશ્યનું આધ્યાત્મિક રુપ સાંભળો તો આખા રામાયણની ભૂમિકા તૈયાર થઇ જશે. @30.45min. ઉપનિષદ તમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. હવે પછી સાંભળવું અવશ્ય જરુરી છે. @36.16min. કથાનો  ઉપસંહાર.  @41.50min.   ભજન – શ્રી નારાયણ સ્વામી,  રામ સભામાં અમે રમવાને ગ્યાતા