Guru-Nee Shodhmaa, UNJHAA ASHRAM – ગુરૂની શોધમાં, ઊંઝા નવો આશ્રમ બંધાયેલો તે આયોજીત સભામાં ગુરૂપૂર્ણિમાના દિવસે. હું ચીલા-ચાલુ સાધુ કે પરંપરાવાદી નથી. હું છેલ્લા કેટલાયે વર્ષોથી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે મારો સમાજ, મારી પ્રજા, મારો ધર્મ, મારી સંસ્કૃતિમારું અધ્યાત્મ આટલું બધું રસાતળમાં કેમ ગયું છે? શું કારણ છે કે આખી દુનિયામાં હિંદુ પ્રજા બિચારી થઇને જીવે છે? હું તમારું એક ઘડતર અને એક એવી વ્યવસ્થા કરવા માંગું છું કે દુનિયામાં ગૌરવ પૂર્વક તમારું સ્થાન પ્રાપ્ત કરી શકો એવી મહાન પ્રજા બનાવવા માંગુ છું. સાંભળો હવે પછીનું પ્રવચન.
UNJHAA – જોરીયા દેવ ચાલુ… અંધશ્રદ્ધાના ઉદાહરણો. @11.00min. સંત માર્ગ અને અચાર્ય માર્ગ. ગુરુ પ્રથા અને તેમાંથી સંપ્રદાય પ્રથા. તિલક કરવાથી મહાપાપી માણસનો મોક્ષ? વાડામાં સિંહ નહિ, ઘેટાં પૂરાય. 18.00min. ઉપનિષદ કાળ અને ગુરુ. હિંદુ પ્રજાને કેવી રીતે મહાન બનાવી શકાય? @34.15min. વેદ વાણી અને પુરાણો (સંત ચરિત્રમાંથી) @39.45min. ભજન – એવા જ્ઞાની ગુરૂ મળીયા રે… , શ્રી નારાયણ સ્વામી
Dharma-Nee Shodh-Maa, UNAA – ધર્મની શોધમાં, ઊના. – જીજ્ઞાસા ત્રણ ક્ષેત્રમાં કરવી, બ્રહ્મ, ધર્મ અને તત્વ જીજ્ઞાસા. જે જીજ્ઞાસા નથી કરતા તે અંધકારમાં રહે છે.વિશ્વના બીજા ધર્મની તુલનામાં આપણે ત્યાં એક બહુ મોટી સગવડ છે અને તેથી આટલા બધા સંપ્રદાયો, પંથો હોવા છતા અપેક્ષાકૃત વિખવાદ નથી, આપણે સાથે રહી શકીએ છીએ, એનું એક કારણ છે કે આપણે પ્રશ્નોને આવકારીએ છીએ, જીજ્ઞાસાને આવકારીએ છીએ. @ 4.55min. ઈશ્વરના સાક્ષાત્કાર કરાવી આપનાર શિબીરોમાં છેતરાશો નહિ. મુસલમાનો કે ક્રિસ્ચનો કોઇ સાક્ષાત્કાર કરવા જતા નથી એટલે તેઓ ઈશ્વરની બાબતમાં કે ધર્મની બાબતમાં છેતરાતા નથી. @13.30min. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અતિ પ્રારબ્ધવાદી અને શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. આના કરતાં નાસ્તિકતા વધારે સારી છે કારણ કે તમારી જાતેજ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. નાસ્તિકતા મર્દાંગીના વિના ન રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ન થઇ શકે. વધુ આગળ ઘણી રસપ્રદ વાતો સાંભળો.
UNAA – ઉપનિષદોમાં એકજ બ્રહ્મની વાત છે. ઉપરના આકારો તો વિદ્વાનોના બનાવેલા છે. પરમેશ્વર એકજ છે અને આ ઉપનિષદનું મૂળ તત્વ સમજમાં આવે તો ઇશ્વર અંગેની બહુ મોટી ભ્રાંતિ, ભટકવાનું, વિખવાદો અને અસંતોષ દૂર થશે.
કબીર કુંઆ એક હૈ, પનિહારી અનેક
બરતન ન્યારે ન્યારે હૈ, ઔર પાની સબમેં એક
@1.15min. ધર્મ જીજ્ઞાસા વિશે. @19.00min. જેણે વૈચારિક પ્રચાર કરવો હોય તેમણે આર્થિક પરાધિનતામાં ન રહેવું જોઇએ નહિ તો તમારા વિચારો પર પૈસાદારો લગામ લગાવી દેશે અને તમને સોનાના પિંજરાનો પોપટ બનાવી દેશે. @22.15 ઋષિ જીવનની વિશેષતા. રવિન્દ્રનાથ ટાગોર અને ગીતાંજલિ વિશે. @37.50min. સંત કબીરનું નિર્વાણ પદ, શ્રી નારાયણ સ્વામી.
Side A –
Maanava Dharma, BHAVNAGAR – માનવ ધર્મ, ભાવનગર શિશુ વિહાર. ધર્મના ચાર મૂખ્ય દષ્ટિકોણ. કર્મકાંડ, તપસ્યા, ઉપાસના અને સેવા. ધર્મ એક વ્યવસ્થાનું નામ છે અને જેનાથી પ્રશ્નો ઉકલે તેનું નામ વ્યવસ્થા. ધર્મની લગામ એવા માણસોના હાથમાં હોવી જોઇએ કે જેથી ધર્મ સ્થાપિત હિત નથી થતો એટલેકે આજીવિકાનું માધ્યમ નથી બનતો. ભારતમાં દોઢ કરોડ માણસો ધાર્મિક આજીવિકા પર જીવે છે. અને તેથી મંદિરોનું પરિવર્તન દુકાનોમાં થઇ ગયું છે. વધુ રસપ્રદ વિગતો હવે પછી સાંભળો.
BHAVNAGAR – ગાંધીજીએ બધા પ્રશ્નોનો સ્પર્શ કર્યો, લોકોની કોણીએ પરલોકનો ગોળ ન ચોંટાડ્યો અને સુત્ર આપ્યું “જન સેવા એજ પ્રભુ સેવા” એમણે જોયું કે યજ્ઞોમાં લોકોની બહુ શ્રદ્ધા છે એટલે એ શ્રદ્ધાનું કેન્દ્ર તોડવા વગર યજ્ઞોનું દંત, નેત્ર, શ્રમ વિગેરે યજ્ઞોમાં પરિવર્તન કર્યું.
@34.22min. સ્વામી એકનાથે પિતૃઓના શ્રાધ્ધમાં હરિજનોને જમાડ્યા. (સંત ચરિત્રમાંથી) @41.41min. ભજન, વૈષ્ણવ જન તો તેનેરે કહીએ.
Maaraa Guruo, MUMBAI, મારા ગુરૂઓ, મુંબઇ, બોરીવલ્લી કોફીમેટ સંસ્થા. ગુરૂ પરંપરાની ચાર કક્ષાઓ – આચાર્ય, સાધુ, આદર્શ વ્યક્તિ અને ગાદીની પરંપરાવાળો ગુરૂ. ચોથી ગુરૂ પરંપરાની વ્યવસ્થા સાથે હું સંમત નથી. એમાં જ્ઞાન નથી, જ્ઞાન માટે કોઇ દિક્ષા લેતું નથી, દિક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન નથી હોતું, માત્ર વાળાબંધીને સાબુત રાખવા આ એક પ્રક્રિયા ચલાવવામાં આવી છે. @8.05min. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ. શ્રી મદ ભાગવતમાં ગુરૂ દત્તાત્રયના ૨૪ ગુરૂઓની સમજણ. @10.30min. જેસલ-તોરલ અને મૃત્યુના ડર વિશે. @13.55min. ભક્તિની, ઉપાસનાની અને અધ્યાત્મની શરૂઆત પાપોની સ્વિકૃતિના એકડાથી થતી હોય છે. ગુરૂ દત્તાત્રયે, જ્યાંથી જ્ઞાન થયું, તે તે બધાને ગુરૂ તરીકે સ્વિકાર્યા. બુદ્ધને થયેલા જ્ઞાન વિશે. આત્મ કલ્યાણના ત્રણ માર્ગો. કર્મ-કાંડ, દેહ-દમન, સમ્યક જ્ઞાન (કપિલ). બુદ્ધના ગુરૂ કોણ હતા? @21.00min. ગીતા-જ્ઞાન. @23.40min. અમારા એક ભગવાન જે દેવ થઇ ગયા છે તેને સુરત સ્ટેશનના બાકડા પર મહાવીર કરતાંયે વધારે જ્ઞાન થઇ ગયું. ધાર્મિક ક્ષેત્રમાં કોઇ પ્રુફ મંગાતુ નથી એટલે જેટલું ચલાવવું હોય તેટલું ચલાવી શકાય છે. તમે જાતે કહી દો કે હું ભગવાન છું અને ૫-૨૫-૧૦૦૦નું ટોળું ભેગું કરો અને પછી એ ટોળાની બીકથી બીજા લોકો વિરોધ કરશે નહિ. @27.30min. જરૂર સાંભળો ૧૯૬૨નું યુદ્ધ અને મારામાં આવેલો વણાંક. @40.20min. વેદાંતિનું જ્ઞાન વિશે. ધાર્મિક ક્ષેત્રના મોટા મોટા વિદ્વાનોને દુનિયાની કશી ખબર નથી હોતી એટલે દુનિયાને ગુમરાહ કરતા હોય છે.
MUMBAI – તમે નાસ્તિકોની સાથે બેસજો પણ ચૂસ્ત સાંપ્રદાયિક હોય તેનાથી દૂર રહેજો.
@2.16min. બીજો ગુરૂ ભ્રમણ અને ત્રીજો ગુરૂ નીરિક્ષણ વિશે. આ ત્રણ ગુરૂઓ જેની પાસે હોય તે માણસ ઓછામાં ઓછો વસ્તુને સાચી રીતે સમજવાની લાયકાત પ્રાપ્ત કરતો જશે. જો તમે સત્યને સમજી, સ્વિકારી અને પચાવીજ ન શકોતો તમે ગમે તેટલા ગીતાના, ભાગવતના કે રામાયણના પાઠ કરો, એ માત્ર કોરી ધાર્મિકતા છે અને એ ખરા ટાઇમે મદદરૂપ થતી નથી. @14.20min. આ જે મારા આ ત્રણ ગુરૂઓ તમે પણ અપનાવી શકો છો, ન બનાવવા હોય તો કશો વાંધો નહિ પણ ભલા થજો, પેલો જે કંઠી બાંધનારો ગાદી ગુરૂ છે તેનાથી મુક્ત થઇ જજો, એમાં અજ્ઞાન સિવાય બીજું કશુંજ નથી એ તો ઘેટાંના ઊન કાપનારા લોકો છે. ગુરૂ ગોવિંદ સિંહની જેમ સિંહ નથી બનાવતા કે જેણે આખી મોગલ સલ્તનતને હલાવી નાંખી, એમાં જ્ઞાનને કાંઇ લેવાદેવા નથી અને એનાથી તમે બચજો. @15.20min.પ્રશ્નોત્તરી @45.40min. ફીલ્મી ભજન, શ્રી રફી સાહેબ, મન તરપત હરિ દરશનકો આજ મન.
Leave A Comment