Side A – લસણ અને ડુંગળી – MAHUVA – Opening of Lashan Dungaree Factory – શરૂઆતમાં શ્રી મોરારીદાસ હરિયાણીનું ટૂંકમાં પ્રવચન, @11.00min. પ્રજા ત્રણ રીતે, પેટથી, મનથી અને બુદ્ધિથી મરતી હોય છે તેના ઉદાહરણો. @23.40min. ગાંધીજી અને મોરારજી દેસાઇ રોજ ડુંગળી અને લસણ ખાતા હતા. ડુંગળી લસણ ખાનારાની જેટલી પ્રમાણિકતા મળશે તેના કરતાં નહિ ખાનારા તો તમારું કાળજુ કાપી નાંખશે. @26.20min. કોઇને એમ ન થયું કે લાંચ-રૂસ્વતમાં, કાળું વ્યાજ ખાવામાં, લોકોના હક્કો છીનવી લેવામાં પાપ થાય છે અને બધું પાપ લસણ ડુંગળી અને રીંગણાંમાંજ ભરાઇ ગયું. આચારશાસ્ત્ર જ્યારે પ્રકૃતિથી, માનવતાથી અને રાષ્ટ્રિય હિતોથી વિરૂદ્ધ થાય ત્યારે પોતેજ તે પાપ બની જાય છે અને એને પાળનાર વધારે પાપી બનતો જાય છે. @27.35min. હું ઇતિહાસનો વિધ્યાર્થી છું, સાંભળો આ દેશ પર અને ગુજરાત પર અલ્પ સંખ્યકોએ કેમ રાજ કર્યું? @30.35min. વડોદરામાં એક ઠક્કર-લુવાણા કુટુંબની સ્ત્રીએ કેવી રીતે ચાર ગુંડાઓનો સામનો કર્યો? @38.00min. મનથી અને બુધ્ધિથી પ્રજા કેવી રીતે મરે છે? @45.50min. ભજન, શ્રી નારાયણ સ્વામી
Side A – અસંતોષથી ઉન્નતિ – VAALAM – વિકાસના ત્રણ કારણો – ઇચ્છા, આયોજન અને કુશળ વહીવટ. @8.00min. ભૂલા ના પડશો, આધ્યાત્મિકતાની પહેલી કસોટી છે કે ઇર્ષ્યા તત્વ એના જીવનમાં કેટલું ઓછું થયું? ઇચ્છા શક્તિને લિમિટ અને અનલિમિટ આપનારા તત્વો છે, સંતોષ અને અસંતોષ. ભારતની પ્રજા પશ્ચિમની તુલનામાં વિકાસ કેમ ન કરી શકી? ભારતના અધ્યાત્મમાંથી ચાલશે, ભાવશે, ફાવશે વિ. આદર્શ સૂત્રો નીકળ્યા, પરંતુ તેનાથી વિકાસ ન થઇ શકે, તમને શાંતિ મળે, પરંતુ તે સુદામાની સ્મશાન શાંતિ બરાબર છે, મગરૂરી વાળી નહિ. ભક્તો અને સંતો ઘણા પેદા થયા, તેમણે સતત સ્મશાન શાંતિનો ઉપદેશ આપ્યો અને સંતોષી પ્રજા કોઇ ક્રાંતિ કરી શકે નહિ. @14.50min. કુંભમેળાના દવાના સ્ટોલ વિશે. @18.05min. ઇંગ્લેંડમાં ખેડૂતોની ક્રાંતિ વિશે. @22.25min. હોંગકોંગમાં દુકાનદારોની આપણા લોકો પ્રત્યે અપમાન-જનક વર્તણુંક કેમ? મોટલોમાં ભાવતાલ. @22.25min. ફોર્ડ કંપનીની મોટરો વિશે. આગળ વધુ સાંભળવા જેવી બાબતો.
Side B – VAALAM – સૂઇગામના ભ્રષ્ટ શિક્ષકોને કેવી રીતે દૂર કર્યા. @9.40min. મંદિર બંધાવનારા સજ્જનને સંડાસ બનાવડાવવાની સલાહ ન ગમી. @15.00min. વાલમ ગામમા વારિગૃહનું ઉદઘાટન. @19.10min. નારાયણનો અર્થ અને પાણીના દુરુપયોગ વિશે. @22.05min. શિવાજી, શૌર્ય અને મુત્સદ્દિગીરી વિશે. પેશ્વાઓનો ઇતિહાસ. બાજીરાવ પેશ્વાએ મસ્તાની(મુસ્લિમ કન્યા) પ્રેરણાથી સિકંદર જેવા બહાદુરીના કામો કર્યા પરંતુ તેને કુટુંબે ન સ્વિકારી અને પેશ્વાનું પતન થયું. @40.00min. કબીર ભજન – શ્રી શેખર ફાટક
Side A – સ્થળાંતરથી ઉન્નતિ – MUMBAI – કચ્છ કડવા પટીદાર સમાજ @સમાજના ચાર(ઉત્તમથી કનિષ્ટ) રૂપો. રાજસ્થાનમાં એવો સમાજ છે કે જો છોકરો બે-ત્રણ વાર જેલમાં ગયો હોય તોજ કન્યા મળે. @29.40min. આખી દુનિયાનો માઇગ્રેશન(સ્થળાંતર)નો ઇતિહાસ છે. યુરોપની ચીંથરેહાલ પ્રજા ભાગીને અમેરિકા ગઇ અને સુપર અમેરિકા બનાવ્યું. અમેરિકાની મૂળ પ્રજા આજે પણ એ ની એજ દશામાં છે. નાશીપાસ થયેલી પારસી પ્રજા સંજાણ બંદરે ઊતરી અને જોત જોતામાં બધે છવાઇ, સુપર પ્રજા બની ગઇ. એજ પ્રમાણે કચ્છી પટેલો આખા ભારતમા બધે છવાઇ ગયા અને સુપેર પ્રજા બની. @33.00Min. પુરોહિતોના પૌરાણિક ધર્મે લોકોને સંકુચિત અને દરિયાપાર જતા અટકાવી મુમુર્ષુ સાહસ-શૌર્ય વિનાનો સમાજ પેદા કર્યો અને પ્રજાને સુપર બનતા અટકાવી.
Side B – MUMBAI – @3.40min. જે પોતાનામાંથી નેતા નથી પેદા કરી શકતો તે અધમ સમાજ વિશે. નેતા વગરની પ્રજા ટોળું છે અને તે પોતાનાજ પગ નીચે પોતનાજ માણસોથી કચડાઇ મરતું હોય છે. @9.10min. અમેરિકાની સમૃદ્ધિનું કારણ એનું નેતૃત્વ છે. આપણું દુર્ભાગ્ય સમજો કે વર્ષો પછી હજુ સરદાર પટેલ પેદા નથી શક્યો. કચ્છી કડવા પાટીદારોનો એક મોટો સદગુણ કે યુવાન વર્ગ વૃદ્ધ વર્ગને માન આપે છે અને વૃદ્ધ વર્ગ યુવાનોને ઉત્સાહ આપે છે. @12.40min. ધર્મ વિનાની પ્રજા હોતીજ નથી. અધમ પ્રજા, અધમ ધર્મ વિશે અને નડતર ધર્મ વિશે., ઉદાહરણ. @19.30min. એનાથી ઉપરનો વ્યક્તિપૂજાનો કનિષ્ટ ધર્મ વિશે. 21.00min. એનાથી ઉપરનો દેવ દેવીને માનતી પ્રજાનો ધર્મ અને એનાથી ઉપરનો સુપર પ્રજાનો ધર્મ તે એક બ્રહ્મ. @40.20min. ભજન – શ્રી જગજીત સિંગ
Side A – ધાર્મિકતા અને અંધશ્રધા, ANAND,
સમાજની પ્રગતિ ધાર્મિકતા વગર થઇ શકે નહિ.ધર્મને ખરેખર જીવનમાં ઊતારવો હોય તો રોજ એને સ્વચ્છ કરવો પડે, તો જ ધર્મ તમારું કલ્યાણ કરે. નાસ્તિકતા નકારાત્મક છે. ઉદાહરણ. આપણા સમાજને બીજા અસંખ્યો અપલક્ષણોથી બચાવવાની જ્યાં જરૂર છે ત્યાં નાસ્તિકતાથી પણ બચવાની જરૂર છે. શ્રધ્ધા જ્યારે સકારાત્મક હોય તો તમે નાસ્તિકતાથી બચી શકો. અંધ શ્રધ્ધાના ઉદાહરણો. જીવનમાં સકારાત્મકતામાંથી પરિણામ આવતું હોય છે. @17.00min. ધર્મ હોય અને અંધશ્રધ્ધા ન હોય એટલેકે કરન્સી હોય અને તેની નકલ ન હોય એવું બનેજ નહિ. નકલથી સાવધાન કરવાનું કામ ધર્મગુરૂઓનું છે, પરંતુ તેના બદલે અમે પોતેજ એ નકલના પ્રચારક થઇ ગયા તો સમજવું કે પ્રજા ધર્મના નામે ડૂબવાની. ધર્મનું મૂળ શ્રધ્ધા છે અને તે હ્રદયમાં રહે છે. ઇશ્વર સર્વ વ્યાપક છે, વિષ્ણુ સહસ્ત્ર નામ વડે તર્કથી સમજણ. @24.45min. ભગવદ ગીતા ઇશ્વરવાદી અને પુરુષાર્થ સાથે શરણાગતવાદી ગ્રંથ છે. ઉદાહરણ, ‘મા’ ને આપેલું વચન અને તેનાથી થયેલો ઉધ્ધાર. @35.40min. હ્રદયમાં શ્રધ્ધા, પ્રેમ અને લાગણીઓ રહે છે એટલે કોઇના હ્રદયમાં લાત મારશો નહિ. @36.50min. ભગવાન અને ધર્મ બંન્ને હ્રદયમાં રહે છે, પરંતુ વેપાર હ્રદયથી થતો નથી, જલારામ અને નાનક દેવ ના ઉદાહરણો. @47.45min. જ્ઞાનની ઉપાસના કર્યા સિવાય અંધ્ધશ્રધાથી બચાય નહિ.
Side B – ANAND, @3.40min. ચાણક્યના લખવા મૂજબ મૂખ્ય ધંધા સાથે ગૌણ ધંધો રાખવાની સલાહ. @20.20min. MADURAI, ગુજરાતી સમાજના રજત જયન્તી પ્રસંગે, @32.15min. ભજન, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, નારાયણનું નામજ લેતાં, હરિને ભજતાં.
Side A – વર્ણવ્યવસ્થાથી હાની – Vallabh Vidyanagar – On the occation of Sardar Patel’s 125th Janma Jayantee. કુદરતી વ્યવસ્થા અને માનવીય વ્યવસ્થા વિશે. @8.15min. અલ્સેસીઅન અને દેશી કુતરા અને પરાક્રમ તથા મુત્સદ્દિગીરી વિનાના દેશના નેતાઓ વિશે. 11.30min. આખી દુનિયા પર ગોરા લોકોએ કેમ રાજ કર્યું? 11.30min. દુનિયાની પહેલા નંબરની જાપાનની પ્રજા, બીજા નંબરે ગોરી પ્રજા અને ત્રીજા નંબરે ભારતના બ્રાહ્મણો, પરંતુ દક્ષિણા અને બ્રહ્મભોજનમાં પડી ગયા. પટેલોથી ચરોતર સમૃદ્ધ બન્યું. @16.00 પ્રજાનું માઇન્ડ જેટલું નાનું બનાવો તેટલી તે નાની થઇ જાય. ગાંધીજીએ પણ એજ દિશામાં કામ કર્યું અને તેથી આ દેશ ૩૦ વર્ષો સુધી પાછો ઠેલાઇ ગયો. ભારતની ત્રણ કાળની માનવીય વર્ણવ્યવસ્થા, વૈદિક, પૌરાણિક અને આચાર્ય કાળની વ્યવસ્થા. ભારતની વર્ણવ્યવસ્થાવાળી પ્રજા અને મનુસ્મૃતિ વિશે. @24.50min. બુદ્ધનો પ્રભાવ. ગાંધીજી, બુદ્ધ., રામકૃષ્ણ પરમહંસની ભાષા બહુ સરળ અને સુબોધ છે. કઠીન, જટિલ અને ગુંચવાયેલી ભાષા પંડિતોની હોય છે કારણકે પંડિતો પાસે કથનીય વસ્તુ કરતાં ભાષાનો આડંબર વધારે હોય છે. @29.30min. બૌદ્ધો અને ભિક્ષુ પધ્ધતિ તથા મુડદાલ માંસ ખાવાને કારણે ઇસ્લામનો ઉદય થયો અને હલાલ પધ્ધતિ આવી. મહમ્મદ ગઝનીની ત્રીજી પેઢી બૌદ્ધ હતી. 31.35min. પૌરણિક કાળની વર્ણ વ્યવસ્થા અને સ્મૃતિઓ તથા પુરાણોની રચના ઐતિહાસિક રીતે બુદ્ધ પછી પહેલી શતાબ્દીથી ૭૦૦-૮૦૦ વર્ષોના ગાળામાં થઇ. સ્મૃતિઓમાંથી બહુ સખત અને સજ્જડ વર્ણવ્યવસ્થા કરવામાં આવી. @33.30min. નવી મનુસ્મૃતિની કઠોરતા પરંતુ એવું બન્યું હોય એવું લાગતું નથી. 36.30min. ઋષિકાળની વ્યવસ્થા વિશે.
Side B – Vallabh Vidyanagar – આભડછેડ વગરનો રામાનંદ સંપ્રદાય. નરસિંહ મહેતા અને દલિતો. વાઘરીભાઇને ત્યાં મહાભારતની કથાની પૂર્ણાહુતિ વિશે. ઉત્તરવર્તી કાળમાં દયાનંદ સરસ્વતિ, રાજા રામ મોહનરાય અને મહાત્મા ગાંધીનું વર્ણ વ્યવસ્થાનું પ્રદાન. @7.00min. અન્યાય સહન કરતી શોષિત પ્રજા વિશે. @14.00min. વર્ણવ્યવસ્થાનું વધારેમાં વધારે નુકશાન બ્રાહ્મણોને થયું, કે બુધ્ધિશાળી, ચિંતક અને સમર્થ વર્ગ ભીખ માંગતો આશ્રય વિનાનો થઇ ગયો અને રાષ્ટ્રને તો જબરજસ્ત નુકશાન થયું. સાંભળો બિરલા શેઠ કાશીના બધાજ બ્રહ્મણોને શા માટે જમાડે છે? @21.20min. શાહબુદ્દિન ઘોરીએ જ્યારે દિલ્હીની ઉપર જ્યારે રાજ્યની સ્થાપના કરી ત્યારે આખા હિંદુસ્તાનમાં મુસ્લિમોની ગણતરી અડધો ટકો હતી અને તેમણે સાડી નવ્વાણું ટકા પર રાજ કર્યું. આપણે હવે જાગીએ, આપણી પાસે અર્જુન, કર્ણ, એકલવ્ય છે તેનો સરવાળો કરીએ અને આખી વર્ણ વ્યવસ્થાને સમાપ્ત કરી માનવતા એજ મોટો ધર્મ છે તેને અપનાવી દેશને સમૃધ્ધ બનાવીએ. @41.30min. ભજન – વૈષ્ણવજન તો, પ્રાણ થકી મને…
Side A – મંદિર નહીં સંડાસ બાંધો – BASPAA – વિશ્વની પ્રજાના ચાર ભાગો વિશે. જે લોકો પ્રજાને સસલાં-હરણાં બનાવે છે તે પ્રજાના મોટામાં મોટા દુશ્મનો છે પછી તે ધર્મના નામે કે અધ્યાત્મના નામે કે ગમે તેના નામે બનાવતા હોય. શ્રી કૃષ્ણ ભગવાન અને મહાભારતના પાત્રો અને પ્રસંગો વિશે. @20.10min. સૌથી આગળ ચાલતી પ્રજા સ્થળાંતર કરે અને ધંધો બદલ્યા કરે. @27.00min. માર્ટીન લુથરે સ્થાપિત હીતો સામે બળવો કર્યો અને યુરોપનું થયેલું પરિવર્તન. પાછળ ચાલતી પ્રજા વિશે. @37.45min. ઘસડાતી પ્રજા વિશે. @40.40min. પ્રતિક્રિયાવાદી પ્રજાને ઊંધી દીશામાં ચલાવ નાર એક સંપ્રદાયના સાધુ વિશે. @48.45min. મંદિર બાંધવાને બદલે સંડાસ બાંધો. વઢીયાર નિકેતન જેવી સંસ્થા જે ગામેગામ સંડાસ બનાવવાનું, એજ્યુકેશન અને રોજી રોટીના પ્રશ્નો ઉકેલવાનું કામ કરે છે તેને સમજો અને સાથ-સહકાર આપો.
Side A – પરલોક નહીં આલોક, Vees Nagar, Opening of Polytechnic. હિમાલયના શીખરો અને તેની સમાજના શીખરો સાથે સરખામણી. મહાપુરૂષની વ્યાખ્યા. @6.40min. ભારતમાં ઊંચામાં ઊંચુ, ૧૦૦ એવરેસ્ટ કરતાંયે ઊંચું, પરલોક સુધારવાના મહાપુરૂષોનું શીખર છે. ભારતે છેલ્લા દશ હજાર વર્ષોમાં કોઇના પર આક્રમણ નથી કર્યું અને તેજ એની ગુલામીનું કારણ છે. એ ગૌરવ લેવા જેવી વાત નથી પરંતુ કાયરતાની નિશાની છે કારણકે ૧૯૭૮ પછી પાકિસ્તાન સાથે કેટલીએ વાર યુધ્ધ કરવાનું થયું પણ યુધ્ધ કર્યુંજ નહીં. અહિ જેટલા પરલોકને સુધારનારા થયા એટલા આ લોકને સુધારનારા ન થયા. ગાંધીજી પહેલાં એવો કયો મહાપુરૂષ થયો જેણે ગામની ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય? @12.00min. ગુજરાતની ખરી દુશ્મન મેઘા પાટકર વિશે. @15.00min. અંગ્રેજોએ આખી દુનિયાપર રાજ કર્યું છે, કોઇ ચોઘડીયું જોયું નથી, મલ્ટીનેશનલ કંપનીઓ આખી દુનિયાપર રાજ કરે છે, કદી ચોપડા પૂજન કરતા નથી. સાકળચંદભાઇ, પોલીટેકનીક કોલેજના દાતાર વિશે. એમણે બધાજ પ્રયત્નો આ લોકની પ્રજાના સુખ માટે કર્યા. @19.40min. સરદાર પટેલ વિશે. સાકળચંદ ભાઇ બહુમુખ પ્રતિભા અને સ્વયંભૂ હતા. @26.40min. ચીનમાં કોઇ યજ્ઞ, હોમ-હવન નહીં, કોઇ સંઘ નથી નીકળતો, લાઉડ સ્પીકર નહીં, બસ રાષ્ટ્ર એજ ભગવાન છે. બે-ચાર મંદિરો સિવાય બધા ઊખાડી ત્યાં શાળાઓ, બગીચાઓ, દવાખાના વિગેરે બનાવી દીધા, કોઇ ભગવાન કોપાઇમાન ન થયા. @35.00min. પ્રતિજ્ઞા કરો કે હવે પછી તમારું દાન શિક્ષણ, માનવતા , દવાખાના વિગેરે તરફ વપરાય અને દેશ સમૃધ્ધ થાય. સ્વામીજી તરફથી રુપિયા ૧૧ લાખનું દાન. @36.50min. ભજન – શ્રી નારાયણ સ્વામી
Side A – ધર્મમાં અધર્મ, MUMBAI, @5.00min. ધર્મમાં અધર્મ હોય તો પછી અધર્મમાં પણ ધર્મ હોય. ધર્મ, સત્ય અને ન્યાય આ એકબીજાના પર્યાય શબ્દો છે. મહર્ષિ કણાદની ધર્મની વ્યાખ્યા, જેને પાળવાથી આ લોકનું અને પરલોકનું કલ્યાણ થાય. ધર્મને સંપ્રદાયના અર્થમાં લેવો નહિ. ઉત્તરવર્તી કાળમાં ધર્મની વ્યાખ્યામાં પરલોકની પ્રધાનતા આવી. @11.00min. મહર્ષિ કણાદે શા માટે રાજાની સેવા લેવાની ના પાડી. @17.30min. દેવવાદ આવ્યો ત્યારે ત્યારે ધર્મમાં અધર્મ થયો, આખી દુનિયામાં દેવવાદ હતો. દેવોને તૃપ્ત કરવા અને અનિષ્ટો નિવારવા હજારો પશુઓના બલિદાનો અપાયા આ છે ધર્મમાં અધર્મ અને તેથી બુદ્ધ અને મહાવીરના આત્માઓ ઊકળી ઊઠ્યા. @20.50min. ચાણક્યે લખ્યું છે કે વૃક્ષોને કાપીને અને પશુઓની બલિ ચઢાવીને જો સ્વર્ગમાં જવાતું હોય તો નરકમાં કોણ જશે? અબ્રહામ લિંકન અને ગુલામી પ્રથા વિશે. @23.25min. ભારતમાં અત્યાર સુધી ગૃહ યુધ્ધ (Civil war) ન થયું તેના કારણો. લિંકનના બલિદાન પછી ધર્મની સ્થાપના થઇ. માર્ટિન લ્યુથર કિંગ વિશે. વર્ષો સુધી લોકો માનતા રહ્યા કે હબસીઓમાં, પશુઓમાં અને સ્ત્રીઓમાં આત્માજ નથી એટલે તેનો મન ફાવે તેમ ઉપયોગ કરી શકાય. એવીજ સ્થિતિ મહાભારતમાં, કર્ણ, અર્જુન અને એક્લવ્ય વિશે. @30.20min. કેટલીક મીથ ઘટનાઓ હોય છે, પરંતુ જ્યારે તેને માન્યતા આપવામાં આવે ત્યારે બનેલી ઘટના કરતાં વધારે નુકશાન પહોંચાડે છે. રામાયણમાં શુદ્ર એવા નિર્દોશ અને તપ કરતા સંબુકનો વધ એ ધર્મમાં અધર્મ છે અને એના ફળ રૂપે આજે અનામતનો પ્રશ્ન આપણું લોહી પી રહ્યો છે. @32.35min. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાની સ્થિતિ વિશે અને ધર્મમાં અધર્મના સાંભળવા જેવા વધુ ઉદાહરણો. સ્થાપિત હિતો અને જર્મનીમાં માર્ટીન લ્યુથરનો પડકાર વિશે. @41.20min બંગાળ, આખા ભારતમાં અને આખી દુનિયામાં સતિ પ્રથા વિશે.
Side B – MUMBAI, સમાજની અવ્યવસ્થાનું પરિણામ સાત અગ્રવાલ કુટુંબની છોકરીની સમુહ આત્મહત્યા. ભારતનો ધર્મ જ્યારે અધ્યાત્મમાં પરિવર્તિત થાય છે ત્યારે અહિયા એક ભગવાન(અવતાર) પેદા થાય છે. અવતારનું કામ એકજ કે નવા પ્રશ્નો ઊભા કરવા અને વર્તમાન પ્રશ્નો પર ધૂળ નાંખવી. ૮ વર્ષની છોકરીને જીંદગીભર વૈધવ્ય પાળવાનું અને પુરૂષ ગમે તેટલીવાર પરણી શકે. @4.30min. રાજસ્થાનમાં એક સંપ્રદાયના કડક રિવાજથી સાધુનું મરણ. કદીપણ કુદરત વિરોધી નિયમો ન પાળશો. કુદરત મિત્ર છે. શંખેશ્વરમાં સાધ્વીના મરણ વિશે. @7.45min. અમરનાથની યાત્રામાં, અધર્મમાં ધર્મનું ઉદાહરણ. @9.40min. સાધુએ સ્ત્રીનો સ્પર્ષ ન કરવો એ નિયમ છે પરંતુ નદીમાં તણાતી સ્ત્રીને બચાવવી એ ધર્મ છે. નિયમો હોવા જોઇએ પરંતુ જડતા ન હોવી જોઇએ. શાસ્ત્રીજીની ત્રીકાળ સંધ્યા અને ડૂબતા છોકરાઓને ન બચાવવા વિશે. @15.30min. ચીન વિશે. @19.00min. આપણે ધાર્મિક થવું જોઇએ, નાસ્તિક થવું નથી.ધર્મને અધર્મથી મૂક્ત કરો તો પછી પ્રજા આપોઆપ અધર્મથી મૂક્ત થશે. @21.00min. મહર્ષિ દયાનંદ વિશે સત્સંગ સરિતામાં પ્રવચન. @24.25min. સ્ત્રીને સરખા અધિકાર અપાવ્યા. હિંદુ ધર્મથી વટલાયેલી પ્રજાને પાછી હિંદુ ધર્મમાં લેવાની વ્યવસ્થા કરી. @28.00min. જોધપુરના મહારાજા અને નર્તકી વિશે. પોતાને ઝેર આપનાર જગન્નાથ રસોઇઆને માફી આપી. 30.25min. સૂરજ બુઝાવ્યાનું પાપ પુસ્તક વિશે. ઉત્તર ભારતમાં અસંખ્ય DAB કોલેજો કરી. ગાંધીજીના મોટે ભાગેના કાર્યકરો આ કોલેજોમાંથી થયા. @37.50min. માણસ એ માણસ છે. માણસ કદી ભગવાન થતો નથી, જન્મે અને મરે એ ભગવાન હોયજ નહિ, ભગવાન અજન્મા અને અનન્ત છે. @39.15min. ભજન – શ્રી પુરુષોત્તમદાસ જલોટા
આપને સ્વામીજી નાં વિચારો કેવા લાગ્યાં? તમે પોતાનો અભિપ્રાય અહીં જણાવો.
Leave A Comment