સ્વાધ્યાય પ્રવચન – ૩

સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 3A –
– એક કથાના માધ્યમથી કહેવાની વાત સાંભળો. આ કથા ભગવાન બુદ્ધની છે. અગાઉ એનું ઘણું દર્શન થયું છે, એટલે ઉપદેશાત્મક વાક્યોની અહી નોંધ લેશો. જેની પાસે કંઈ વારસો નથી, એને કંઈ દુઃખ નથી પણ બહુ મોટો વારસો હોય અને વારસદાર ન હોય તો એને બહુ અશાંતિ રહે છે. @6.34min. જ્યાં તમે ખટપટોમાં જીવન જીવતા હોવ, ત્યાં તમે લાખ પ્રયત્ન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, કદી શાંતિ ન હોય. ચિંતા પણ જરૂરી છે અને કલ્યાણકારી છે, કારણકે ભગવાને બનાવી છે. ચિંતામાંથી સાધના ઊભી થાય, પુરુષાર્થ પ્રગટ થાય. બિનજરૂરી ચિંતા કરવી નહિ, પણ આવશ્યક ચિંતા તો થવીજ જોઈએ. માણસની બે ઈચ્છાઓ રહેતી હોય છે કે મારા સ્મશાનમાં ઘણા લોકો આવે અને મારા પાછળ મારું નામ રહે. @10.07min. કાશીની સ્મશાનયાત્રા વિશે. જીન્દગીના કોઈ વિભાગનો બોધ-પાઠ જોઈતો હોય તો કૃષ્ણ પાસે મળે. “धीरज धर्म मित्र अरु नारी, आपात काल परिथि यही चारी.” (तुलसीदास) સોનાની કસોટી કાળા પથ્થર પરજ થાય. કાળો પથ્થર એ આપત્તિ છે, દુર્જન છે, એના દ્વારા સોનાની કસોટી થાય. @16.40min. તરસાવી તરસાવીને જે મળે તેનું અદભૂત સુખ હોય. (more…)