સ્વાધ્યાય પ્રવચન – ૪

સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 4A –
– @7.01min. પ્રવચનની શરૂઆત. જીવનની સાથે ચાલનારા જે તત્વો છે, એમાંનું એક તત્વ છે ભૂલ. દરેક માણસ ભૂલ કરે, ફક્ત ભગવાનજ ભૂલ ન કરે. ભૂલની સાથે ત્રણ તત્વો જોડાયેલા છે. ભૂલને તમે સ્વીકારી શકો છો? દબાવી શકો છો? કે આદર્શ બનાવો છો? પરદેશમાં લોકો હંમેશા ભૂલને સ્વીકારે છે. આખો દિવસ સોરી-સોરી કહેતાં હોય છે. @9.53min. સ્વામીજીની બસની મુસાફરીનો અનુભવ સાંભળો. આપણે સૌ નાની-મોટી ભૂલ કરવાના, કરવાના અને કરવાનાજ. જો તમે સ્વીકારો અને સમાજ સ્વીકારે તો તમારું અને સમાજનું લેવલ ઊંચું છે, એથી ઊલટું તે સમજી લેવું. જો ભૂલને દબાવી દો તો તમારું અને સમાજનું લેવલ નીચું જશે. પરંતુ જ્યારે તમારી ભૂલ આદર્શ બની જાય ત્યારે એ મહા અનર્થકારી થાય છે. @14.34min. અમર થવા માટે, મોક્ષ લેવા માટે કોઈએ પત્નીનો ત્યાગ કર્યો, આ ભૂલ કહીવાય કે નહિ? જો તમે ભૂલ છે એમ કહો તો લોકો મારવા દોડે. એકવાર તમારી પાસે અનુયાયીનું મોટું ટોળું થઇ જાય તો તમે ટીપ્પણી ન કરી શકો. આ ભૂલ જો આદર્શ બની જાય તો કેટલાયે લોકો કરતા થઇ જાય. એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ, બહુ મોટા ભાગવત કથાકાર નું દ્રષ્ટાંત સાંભળો. આખી જીન્દગીભર એમણે પોતાની પત્નીનો તનથી કે માંથી સ્વીકાર નથી કર્યો. મરતી વખતે એ સ્ત્રીએ કહ્યું કે હું મરી જાઉં તો મારી લાશને ન અડવા દેશો. (more…)