મુલ્યનિષ્ટ રાજકારણ

મુલ્યનિષ્ટ રાજકારણ – અમદાવાદ

Side A –
– બાબુભાઈ વાસણવાળાની ચતુર્થ પુણ્ય તિથી નિમિત્તે. @1.21min. સંસારમાં સૌથી મોટામાં મોટું આકર્ષણ મુલ્યોનું છે. મુલ્ય સાચવવું એ મોટામાં મોટું તપ છે, સાધના છે. @5.31min. સાંપ્રદાયિક મુલ્યોમાં એક છેડે જડતા અને બીજે છેડે ઝનુન હંમેશા રહેતા હોય છે. ગાંધીમુલ્યોની વિસ્ત્તૃત સમજણ સાંભળો.@8.15Min. મુલ્યોના ચાર ભાગ – ધર્મિક, સામાજીક, રાજકીય અને નૈતિક મુલ્યો. ગાંધીજીની ચારે ચાર મુલ્યો પર પકડ હતી. મારા જીવન ઉપર ગાંધીજીનું મોટું પ્રદાન છે એટલે હું કદી સાંપ્રદાયિક નથી રહ્યો. હું વિશાળતાથી બધા ધર્મોને તથા સંપ્રદાયોને જોઇ શક્યો છું. મુલ્ય વિનાનો સમાજ કદી ટકી ન શકે. જેને હું સમજી નથી શક્યો તેના માટે મારાથી કશું બોલાય નહિ. શ્રી અરવિંદ કે તેનો ગ્રંથ સાવિત્રીને હું સમજી શક્યો નથી એટલે મારે પ્રવચન કરવાનું ટાળવું પડ્યું છે. ગાંધીજીની ભાષા બહુ સરળ છે. સાચી વાત તો બહુ સરળ હોય છે. પણ જ્યારે તમારી વાતમાં સત્ય ઓછું હોય બીજું બધું ઘણું હોય છે ત્યારે તમારે ભાષાનો ઘણો આડંબર કરવો પડતો હોય છે. @14.20min. ગાંધીજીએ સામાજિક મુલ્યોને તોડ્યા નહિ.ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે. (more…)