પતંજલિ યોગ સુત્ર – ૩

[ પતંજલિ યોગસૂત્રમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. “ईश्वर प्रणिधानाद्वा” પતંજલિ ઈશ્વરવાદી છે. અનીશ્વરવાદી નથી. તેમનો રાજયોગ છે. હઠયોગ નથી. તેમાં કુદરત-વિરોધી કોઈ ક્રિયા કરવાની કહી નથી. (વાસ્તવિકતા પાનું ૧૦)]

AMARILLO – TX

Side 3A –
– ચિત્તની વૃત્તિના નિરોધનું નામ છે યોગ. નિરોધ કરવો તો કેવી રીતે કરવો? સાધના શરુ. શાસ્ત્રકાર જે શક્ય હોય તેનીજ સાધના બતાવે. જે શક્ય ન હોય એની સાધના ન હોય, જેની સાધના ન હોય એના માટે શાસ્ત્ર ન હોય. બેજ સાધનો બતાવ્યા, વૈરાગ્ય અને અભ્યાસ. @6.15min.સત્સંગ કોણે કરવો? જેને વૈરાગ્ય જોઈતો હોય એણે સત્સંગ તો જરૂર કરવો. જેણે સંયમથી જીવન જીવવું હોય, જેનું કોઇ ન હોય અને જે દુઃખીયારું હોય એમતો બધાએ કરવો. વૈરાગ્યનું બળ જેટલું વધારે એટલોજ વધારે અભ્યાસ કરી શકે. એકની એક ક્રિયાને સતત કર્યા કરવી એનું નામ અભ્યાસ. @14.17min. જે ઉતાવળા થયેલા હોય તે લાંબો સમય સુધી અભ્યાસ નથી કરી શકતા. નારદજીનું ઉદાહરણ. બીજો દિવસ – ચિત્તની વૃત્તિ, પુનરાવર્તન @22.54min.ચિત્તની વૃત્તિનો નિરોધ થાય ત્યારે જીવાત્માની શું સ્થિતિ થાય? ત્યારે દ્રષ્ટાનું પોતાના સ્વરુપમાં સ્થિતિ થાય. જીવાત્માની બે સ્થિતિ એક સ્વરુપ અને બીજી અસ્વરુપ વિશે સમજણ. @28.43min. એક માણસે મને પૂછ્યું, આત્મા છે, શું ખબર? ફીલસૂફી પૂર્વક સમજણ તે જરૂર સાંભળો. @32.27min. ઉપનિષદની આખ્યાયિકા – જનક અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે વાર્તાલાપ. સ્થૂલ નિરોધ અને સૂક્ષ્મ નિરોધ વિશે. @43.50Min. એક સ્વામિનારાયણના સાધુએ લખ્યું છે, સાધુ સાચો અનુભવ લખે છે, એણે લખ્યું છે કે હું તો બહુ નાનો હતો ને સાધુ થઇ ગયેલો એટલે સંસારનો મને કોઈ અનુભવ નથી. (more…)