માનવ ધર્મ, ભાવનગર શિશુ વિહાર
માનવ ધર્મ, ભાવનગર શિશુ વિહાર
Side A –
ધર્મના ચાર મૂખ્ય દષ્ટિકોણ. ધર્મ કર્મકાંડ પ્રધાન, તપસ્યા પ્રધાન, ઉપાસના પ્રધાન કે સેવા પ્રધાન છે? ધર્મ એક વ્યવસ્થાનું નામ છે અને જેનાથી પ્રશ્નો ઉકલે તેનું નામ વ્યવસ્થા. જેમાં પ્રશ્નો બગડતા હોય, પ્રશ્નો ચૂંથાતા હોય એનું નામ અવ્યવસ્થા. @5.08min. ઘણા ઘણા કર્મકાંડો કરવાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાય છે ખરા? તમારે જો ધર્મને શુદ્ધ રાખવો હોય તો ધર્મના દ્વારા આજીવિકા મેળવનારા માણસોના હાથમાં લગામ કદી ન આપશો. ધર્મની લગામ એવા માણસોના હાથમાં હોવી જોઈએ કે ધર્મ સ્થાપિત હિત નથી થતો, આજીવિકાનું માધ્યમ નથી બનતો. ભારતની એક બહુ મોટી કરુણા છે કે અહિયાં ૧,૫૦,૦૦૦૦૦(દોઢ કરોડ) માણસો ધાર્મિક આજીવિકા પર જીવે છે. મંદિરને કોઈ દુકાન ન બનાવી દેશો. કર્મકાંડ હોવું જોઈએ પણ એની માત્રામાં, હું એનો સદંતર વિરોધી નથી. ટૂંકી સાદી પ્રાર્થના ન થઇ શકે? @10.35min.ભલા થજો, ઘરમાં પંચાંગ ન રાખશો કેમ? તે સાંભળો. ચોઘડિયા જોયા વગર હિંમત રાખીને કામ કરો, કોકાકોલા વાળનું ઉદાહરણ સાંભળો. તમે હૃદયથી જ્યારે પ્રભુનું ધ્યાન ધરો છો તો એમાં બધાં ચોઘડિયા, તારા નક્ષત્ર બધું એમાં આવી ગયું. ઈશ્વરવાદ છે, એ જ્યારે દઢ નિષ્ઠાએ પહોંચે ત્યારે વહેમો આપોઆપ ખરી પડે છે. વહેમ અને અધ્યાત્મ સાથે સાથે રહી ન શકે. (more…)