શ્રી કૃષ્ણ ચરિત્ર – ૧

[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 1A –

શ્રી કૃષ્ણના ચરિત્રને પ્રગટ કરવાનો શ્રી મદ ભાગવત એ અનન્ય ગ્રંથ છે. તમે યુવાવસ્થામાં, બાલ્યાવસ્થામાં અશાંત રહેતા હોય તો વાંધો નહિ, પરંતુ વૃદ્ધાવસ્થામાં અશાંતિ અને ચંચળતા વધતી જાય તો તમે કરોડોના ઢગલા પર બેઠા હોવ, છતાં પણ તમારા જેવો કોઈ દુર્ભાગી જીવ નથી. અને જો મન શાંત રહેતું હોય તો એમ સમજજો કે તમે સાચી સાધના કરી. વૃદ્ધાવસ્થાનો કાળ એ શાંતિનો કાળ છે. @15.33min. કવિ કાલીદાસનો રઘુવંશનો શ્લોક. સકારણ અને નિષ્કારણ અશાંતિ વિશે. વૃદ્ધાવસ્થાની અશાંતિ નિષ્કારણ(અકારણ) હોય તેને દૂર કરવી વધારે મુશ્કેલ છે અને મરણ એના માટે ભયંકરમાં ભયંકર વસ્તુ બની જશે. એટલે આપણા શાસ્ત્રકારોએ આખા જીવનની વ્યવસ્થા કરી. “बहुत वणज बहु बेटियाँ, दो नारी भरथार, इतनेको मत मारियो, इसे मार रह्यो किरतार” અશાંતિનું મૂળ અતૃપ્તિ છે. (more…)