મારો દેશ ભારત – જન્મભૂમિ

જન્મભૂમિ – ધોળાજી

Side A –

– ભાઈ શ્રી કામદારના બહુમાન પ્રસંગે – ચાર શબ્દો યાદ રાખો, જન્મ ભૂમિ, કર્મભૂમિ, સાધના ભૂમિ અને સિદ્ધિ ભૂમિ. શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લો, કે એનો જન્મ કેવો હતો? કર્મો કેવા હતા? સાધના કેવી હતી? અને સિદ્ધિના ફળો કેવા હતા? જિંદગીના એક છેડે ક્રુરતા અને બીજે છેડે કરુણા છે. જો ક્રુરતા ન હોત તો બુદ્ધ મહાવીરની જરૂર ન પડી હોત. દુનિયાની તમામ ક્રાંતિનું પ્રેરક બળ સ્ત્રી હોય છે. ભારતીય સમાજમાં પ્રતિષ્ઠાનું કેન્દ્રબિંદુ નારી છે અને એના આધારે સંસ્કૃતિ છે. @5.33min. અંગ્રેજો ક દી સ્ત્રી માટે ન લડ્યા જયારે આપણે સ્ત્રી માટે લડ્યા. અંગ્રેજો બુદ્ધિપૂર્વકની લડાઈ લડ્યા. @10.53min. દેવકી ઊકળી ઊઠી, લાચાર છું, મારા આઠમાં બાળકને મરતાં ન જોઈ શકું, તરતજ પુરુષમાં એક શક્તિનો સંચાર થયો. “या देवी सर्व भूतेषु…..नमो नमः ” બંકીમચંદ્રના વંદે માતરમ વિશે સમજણ. (more…)