વ્યક્તિત્વના કેન્દ્રો

વ્યક્તિત્વના કેન્દ્રો – મુળેથી

Side A –

– વ્યક્તિત્વના ચાર કેન્દ્રો છે. મૂલાધાર, પેટ, હૃદય અને મસ્તિષ્ક. જેનું કેન્દ્ર મૂલાધાર છે એમનું વ્યક્તિત્વ “વિષય-વાસના”માંજ લાગી રહેલું હોય છે. એને ગંગા કિનારે લઇ જાવ, મંદિરમાં લઇ જાવ, ઋષિકેશમાં લઇ જાવ, એનું કેન્દ્ર વિષય વાસનાજ છે. આવો માણસ જીન્દગીમાં કંઈ મહત્વનું કામ નથી કરી શકતો. બીજા માણસનું વ્યક્તિત્વ પેટ છે. તેનું મન હંમેશાં ખાવામાંજ લાગેલું હોય છે. શાસ્ત્રીઓના ઘરમાં નાસ્તિકો પેદા થતા હોય છે અને નાસ્તિકોના ઘરમાં અસ્તીકો પેદા થતા હોય છે, કેમ? તે સાંભળો.@4.51min. પુજારીને સતત સાતત્યને લીધે ભાગ્યેજ ઈશ્વર પર પ્રેમ થતો હોય છે. પ્રેમ જે દૂરથી દોડતો આવે અને મનમાં જેને દર્શનની તાલાવેલી હોય તેનેજ પ્રેમ થતો હોય છે. તમારે બાળકને સંસ્કારી બનાવવું હોય તો મફતનું ખાતાં શીખવવું નહિ. તમારો છોકરો અંગદ થશે, રાવણની સભામાં પગ રોપીને ઊભો રહેશે.લાંચ વિશે. અંગ્રેજનું ઉદાહરણ સાંભળો.@11.06min.ખોટા ભ્રમણામાં ના પડો, ડુંગળી છોડવાથી સાત્વિકતા નથી આવતી. લસણ ન ખાવાથી કોઈ પવિત્ર નથી થઇ જતું. ગાંધીજી રોજ ડુંગળી ખાતા અને મોરારજીભાઈ રોજ લસણ ખાતા. આયુર્વેદમાં ડુંગળી-લસણની મહિમા બતાવ્યો છે. અમે બધા ધર્મગુરુઓ પાછળ પડી ગયા કે ડુંગળી-લસણ છોડો. આવી ભ્રાંતિના કારણે આ દેશ કમજોર થઇ રહ્યો છે. @16.08min. આપણે પશ્ચિમને સમજી નથી શકતા, ખોટી કલ્પનામાં એમની નિંદા કરીએ છીએ તે સાંભળો. (more…)