પ્રવચન વિશેષ – ૫
સિપાહી કેવો હોય? – વડોદરા
SideA –
– પોલીસ તાલીમ શાળા – કોઈપણ રાષ્ટ્ર વહીવટી તંત્રની વ્યવસ્થા વગર ચાલી શકે નહિ. દેશ જ્યારે તૂટવાનો હોય ત્યારે પહેલા વહીવટી તંત્ર તૂટે છે અને સુધારવાનો હોય ત્યારે પ્રથમ વહીવટી તંત્રજ સુધરે છે. પોલીસ તંત્રને બાદ કરીને કદી સારું વહીવટી તંત્ર ગોઠવી શકાય નહિ. RCC ના પીલ્લર સાથે વહીવટી તંત્રની સરખામણી. આ પીલ્લરમાં લોખંડ છે તે પોલીસ તંત્ર છે. વજન લોખંડ ઉપાડે છે. ચાર તંત્રો: ન્યાય તંત્ર, શિક્ષણ તંત્ર, રક્ષા તંત્ર અને જ્ઞાન-વિજ્ઞાન. પોલીસ ન્યાય તંત્રની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે,ત્યારે ન્યાયાધીશ ન્યાય આપી શકે છે. આખા દેશની આંતરિક સુરક્ષાની વ્યવસ્થા પોલીસ તંત્ર કરે છે, એ સુરક્ષાના દ્વારા, લશ્કર બોર્ડરની રક્ષા કરે છે. પોલીસ વિના લશ્કર આંધળું કહેવાય. એટલે તમે જે નોકરી કરી રહ્યા છો તેનું ઘણું મહત્વ છે. @7.01min. જીન્દગીને વ્યહવારિક જગત કહે છે અને તેનો પાયાનો પ્રશ્ન આજીવિકાનો છે. આઝાદી પછી કોઈ સિંધીઓએ નોકરી ન ખોળી તેમજ ભીખ પણ ન માગી, એના વ્યક્તિત્વમાં વેપારાજ વેપાર છે. સિપાહી માટેના વ્યક્તિત્વની શું ખૂબી છે, તે વિસ્તારથી સાંભળો. અમેરિકાના લગભગ બધા રાષ્ટ્રપતિઓ સેનામાંથી આવતા હોય છે એટલે….ધર્મ શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ જન્મજાત સિપાહી છે. હનુમાન આજન્મ સિપાહી છે. (more…)