જીવન એટલે શું?

જીવન એટલે શું? રાજેન્દ્રનગર – કુષ્ટ રોગીઓની સંસ્થા

Side A –

– ગાંધીજીના જીવન પર પ્રાથમિક અસર ત્રણ મહાપુરુષોની હતી. ટોલસ્ર્ટોય, રસ્કિન અને શ્રી મદ રાજચંદ્ર. જે પ્રભાવિત ન થાય તેની પ્રગતિ પણ ન થાય. @3.34min.સંગીત ચાલતું હોય અને તમે પ્રભાવિત ન થાવ, તો તમારામાં કોઈ પ્રકારની જડતા છે. @5.47min. અત્યંત ગંભીર વૃત્તિથી રહેનારા માણસો, જીવન પ્રદાન કરનારા હોર્મોન ખોઈ બેસે છે. એક જૈન સજ્જનની વાત. દીકરો અને દીકરી કોલેજમાં આવ્યા પછી કેવી રીતે વિગ્નો વગર પાર ઊતર્યા તે જરૂર સાંભળો, જીવનમાં કામ આવશે. @10.20min. ગાંધીજીએ ટોલસ્ર્ટોય પાસેથી સમાજ વ્યવસ્થા, રસ્કિન પાસે સર્વોદયનું અર્થતંત્ર અને શ્રી મદ રાજચંદ્ર પાસેથી અહિંસા ગ્રહણ કરી. તમારી પાસે ગમે એટલા ઊંચા આદર્શો હોય પણ ધરતી ઉપરના નહિ હોય તો લાંબા નહિ ચાલે. કાશ્મીરમાં અહિંસા ચાલે છે? પંજાબમાં, મણીપુરમાં અહિંસા ચાલે છે? ધરતી ઉપરનો માણસ, ધરતીના આદર્શો લઈને ચાલે તો લાંબુ ચાલશે. ગાંધીજી સૌથી વધુમાં વધુ ટોલસ્ર્ટોયથી પ્રભાવિત થયા કારણકે ગાંધીજી કોરા અધ્યાત્મવાદી ન હતા. એ રાષ્ટ્રવાદી, માનવતાવાદી, સમાજવાદી હતા. જીવનમાં એક પણ પ્રશ્ન એવો ન હોય, જે એમણે સ્પર્શ ન કર્યો હોય. અહિ પરકાષ્ટાનું અધ્યાત્મ થયું – આત્મ અને પરલોક, ગામ ભલે ગંધાતું હોય તો ગંધાય. ભારતમાં જીવનના પ્રશ્નોને ન અડવાનું કારણ એ પણ થયું કે આ બધું પૂર્વના કર્મે આવેલું છે. આ પૂર્વના કર્મે એટલેકે નિયતિવાદે માનવતાના પ્રશ્નો ઉકેલવા પર ધૂળ નાખી. (more…)