મારા ગુરૂઓ, મુંબઇ
મારા ગુરૂઓ, મુંબઇ, બોરીવલ્લી કોફીમેટ સંસ્થા.
Side A –
ગુરૂ પરંપરાની ચાર કક્ષાઓ – આચાર્ય, સાધુ, આદર્શ વ્યક્તિ અને ગાદીની પરંપરાવાળો ગુરૂ. ચોથી ગુરૂ પરંપરાની વ્યવસ્થા સાથે હું સંમત નથી. એમાં જ્ઞાન નથી, જ્ઞાન માટે કોઇ દિક્ષા લેતું નથી, દિક્ષા આપનાર પોતાને પણ જ્ઞાન નથી હોતું, માત્ર વાળાબંધીને સાબુત રાખવા આ એક પ્રક્રિયા ચલાવવામાં આવી છે. @8.05min. મારા ત્રણ ગુરૂઓ છે. વાંચન, ભ્રમણ અને નીરિક્ષણ. શ્રી મદ ભાગવતમાં ગુરૂ દત્તાત્રયના ૨૪ ગુરૂઓની સમજણ. @10.30min. જેસલ-તોરલ અને મૃત્યુના ડર વિશે. @13.55min.ભક્તિની, ઉપાસનાની અને અધ્યાત્મની શરૂઆત પાપોની સ્વિકૃતિના એકડાથી થતી હોય છે. ગુરૂ દત્તાત્રયે, જ્યાંથી જ્ઞાન થયું, તે તે બધાને ગુરૂ તરીકે સ્વિકાર્યા. બુદ્ધને થયેલા જ્ઞાન વિશે. આત્મ કલ્યાણના ત્રણ માર્ગો. કર્મ-કાંડ, દેહ-દમન, સમ્યક જ્ઞાન (કપિલ). બુદ્ધના ગુરૂ કોણ હતા? @21.00min. ગીતા-જ્ઞાન. @23.44min. અમારા એક ભગવાન જે દેવ થઇ ગયા છે તેને સુરત સ્ટેશનના બાકડા પર મહાવીર કરતાંયે વધારે જ્ઞાન થઇ ગયું. ધાર્મિક ક્ષેત્રમાં કોઇ પ્રુફ મંગાતુ નથી એટલે જેટલું ચલાવવું હોય તેટલું ચલાવી શકાય છે. (more…)