સ્વાધ્યાય પ્રવચન – ૧
સ્વાધ્યાય પ્રવચન – સુરત
Side 1A –
– @4.20min. પ્રવચનની શરૂઆત. કોઈપણ ધર્મ લિખિત કે અલિખિત શાસ્ત્ર વિનાનો હોયજ નહિ. શાસ્ત્ર રોજ રોજ નથી રચાતાં અને રચાય તો ધર્મમાં સનાતનતા કે સ્થાયિત્વ ન આવે, પણ એની વ્યાખ્યા સમયની સાથે, યુગની સાથે બદલાવી જોઈએ. શાસ્ત્રની અમરતા એની વ્યાખ્યામાં છે. વ્યાખ્યા કરનાર બરાબર ન હોય અને જુનીજ વાતોને પકડી રાખે તો એમાં અપૃસ્તતા આવી જાય અને તે વેદિયો કહેવાય. શાસ્ત્ર દ્રષ્ટા પાસે યુગ દ્રષ્ટાપણું પણ હોવું જોઈએ. શાસ્ત્રના ત્રણ સ્તર. સૌથી પહેલો પૌરાણિક છે, બીજો આચારિક અને ત્રીજો શુક્ષ્મ અણીવાળો દાર્શનિક હોય છે. પહેલા સ્તરમાં મીથ હોય છે. દા.ત. રાવણને દશ માથાં અને વીસ પગ હતા. આ પહેલા સ્તરમાં સત્ય પણ હોય છે. એનો હેતુ એ હોય છે કે લોકોને એક ખાસ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરવામાં આવે. ગાંધીજીએ લખ્યું છે કે હરિશ્ચન્દ્રની નાટિકા જોવા ગયેલો તેની મારા પર બહું ઊંડી અસર થયેલી અને મેં સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરેલી. અને પછી લખે છે કે, હવે હું જાણું છું કે આ કથા સાચી ન હતી, પણ એની મારા પર અસર થઇ કે મારે આખી જીન્દગી સત્ય બોલવું. (more…)