સ્મશાન

SMASHAAN – ભરૂચ રોટરી ક્લબ

Side A –
– દુનિયાની બધી પ્રજા એક સરખી સુખી નથી. પ્રજાઓ વચ્ચેના ભેદનું કારણ શું છે? જે પ્રજાની પાસે ઉત્તમ જીવન વ્યવસ્થા છે તે વધારે સુખી છે. જેની પાસે નથી તે વધારે દુખી છે. દક્ષિણ-ઉત્તર કોરિયા અને પૂર્વ-પશ્ચિમ જર્મનીના ઉદાહરણો. @3.41min. વ્યવસ્થાના બે પક્ષો છે, એક વ્યવસ્થાનું દર્શન અને વ્યવસ્થાની સ્થાપના. પરદેશમાં ડ્રાઈવિંગ શીખવું હોય તો પહેલાં ચોપડીની પરિક્ષા તે પાસ થાય પછીજ ડ્રાઈવિંગનો ટેસ્ટ આપવામાં આવે. આપણાં દેશમાં ઘરબેઠાંજ લાયસન્સ આવી જાય છે અને તેના પરિણામો રોડ ઉપર જોઈ શકાય છે. ઋષિનો અર્થ સમજો. સત્યનું શોધન કરે તેને ઋષિ કહેવાય. સત્યને શોધવું સરળ નથી કદાચ સરળ પણ હોય પણ એને સ્તાપિત કરવું અઘરું છે. સત્યને પરાક્રમ વગર સ્થાપિત કરી શકાય નહિ. સત્ય અને પરાક્રમ આ બંનેની ઉપાસના એક સાથે થવી જોઈએ. @7.56min. જીવનની વ્યવસ્થા ત્રણ રીતે આવે છે તે વિશે સાંભળો. જીવનનો ધોરી માર્ગ કુદરતે બનાવેલો છે. કુદરતને દુશ્મન બનાવીને જે જીવન શોધવા નીકળે છે, એના હાથમાં હાય શિવાય કશું આવતું નથી. કુદરતને મિત્ર બનાવો. @12.00min. માણસને બીજી બે વ્યવસ્થાની જરૂર પડી. ધર્મ અને સંસ્કૃતિ. હિંદુઈઝમ જીવનની શું વ્યવસ્થા કરે છે? જીવનને કઈ દ્રષ્ટીએ જુએ છે? મરણની શું વ્યવસ્થા કરે છે? જીવન અને મૃત્યુનું દર્શન કેવું છે? તમે જાણવા સમજવા પ્રયત્ન કર્યો છે? @15.00min. મહંમદ બેગડા અને તેનું કલ્ચર સાંભળો. પ્રજનન શક્તિ કુદરતે મુકેલી છે પણ લગ્ન સંસ્થા માણસે – સંસ્કૃતિએ એટલા માટે બનાવી છે કે આખું કલ્ચર, પરિવાર વ્યવસ્થિત થાય. @22.09min. (more…)