રામાયણ સમિક્ષા – ૨
રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ
Side 2A – RAMAYAN SAMIKSHAA – Shree Mali Society, AMDAVAD, રામાયણ સમિક્ષા, અમદાવાદ – શ્રી મદ ભાગવત રહષ્ય, પરમહંસોની સંહિતા (કથા) છે, ઘટના નથી કે ઇતિહાસ નથી, તેની સમજણ. પરમેશ્વરના ગુણો વિશે. @5.27min. શ્રી કૃષ્ણ કોણ છે? ગુણ પોતે નિરાકાર છે અને એ નિરાકાર ગુણ જ્યારે સગુણ ભાવમાં આવે ત્યારે એને સાકાર રૂપ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમેશ્વરના ગુણોનો કોઈ પર નથી. જો પરમેશ્વરના ગુણો ન હોત તો આ જીવમાં ગુણો ક્યાંથી આવત? અંશીમાં હોય તોજ અંશમાં આવે છે. બધા ગુણોની અંદર ત્યાગ એ મોટામાં મોટો ગુણ છે, જેનાથી પૂર્ણતાનો અનુભવ થાય. ત્યાગ પણ દોષ વિનાનો હોતો નથી. બધા ગુણોનું પ્રક્ષાલન જે ગુણ કરે એ પ્રેમ છે. બધા ગુણોનો રાજા પ્રેમ છે, પ્રેમ એ ગુણોની પરાકાષ્ટા છે એટલે આપણે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. પ્રેમમાં સહિષ્ણુતા છે એટલે ઇર્ષ્યા, દ્વેષ, નિંદા ખતમ. શ્રી કૃષ્ણ એ પ્રેમ રૂપ છે એટલે એ સૌના માટે છે. જગતમાં એવું કોઇ પ્રાણી નથી કે જેને પ્રેમની ભૂખ ન હોય. પ્રેમ લક્ષણા ભક્તિ કેવી રીતે ભક્તો કરે છે, તે સાંભળો. જે નિરાકારવાદી છે એ આ વાતને ન સમજી શકે, આ ભાગવત ધર્મ છે. @16.01min.આખી દુનિયાભરનું પ્રાચિનમાં પ્રાચિન મહાકાવ્ય રામાયણ છે અને તેની રચના કેવી રીતે થઇ તે વિશે (more…)