લક્ષ્મી નારાયણ – સાયરા

લક્ષ્મી નારાયણ – સાયરા – પુનઃ પ્રતિષ્ઠા

Side A –
@Begin. ભગવાન વિશેની અસ્પષ્ટતા. ઉપાસનાના ક્ષેત્રમાં તમે અસ્પષ્ટ હોવ તો તમારી ઉપાસના જામી ન શકે કે જેવી રીતે તમે દુધને હલવ હલવ કરો તો દહીં જામી ન શકે. એક ૭૦ વર્ષના વૃદ્ધને હજી ભગવાનની સ્પષ્ટતા નથી અને છેલ્લા ૪૦ વર્ષથી સત્સંગ કરે છે. આ ઉપાસનાની અસ્પષ્ટતા હિંદુ પ્રજાને આખી જીન્દગી પીડા આપે છે. અત્યારે ભારતમાં જીવતા ૯૫૦ ભગવાન છે અને દરેકના ટોળાં છે. @6.28min. ભગવાન લક્ષ્મીનારાયણના સ્વરૂપને અને આપણા શાસ્ત્રોના ભાવને બરાબર સમજો તો બધી અસ્પષ્ટતા દૂર થઇ જાય. મુસ્લિમોને અસ્પષ્ટતા નથી કારણકે એમની સામે એકજ અલ્લાહ છે, પણ એની સાથે એક મોટો દોષ છે કે એ સિવાયના બધાને તોડી નાખો. આપને પણ એકજ બ્રહ્મને, પરમાત્માને માનીએ છીએ પણ એનો વિવિધ રૂપે સ્વીકાર કર્યો છે. “एकम् सत विप्राः बहुधा वदन्ति.” “હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી” એટલે આપણે હજારો દેવોની વચ્ચે પણ એક થઈને રહી શકીએ છીએ. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે નથી રહી શકતા. (more…)